Rajiv Dixit Health Tips: મીઠાના ઉપયોગથી બ્લડ પ્રેશરમાં થાય છે અનેક ફાયદા, રાજીવ દીક્ષિતે જણાવ્યા ઉપાયો, જુઓ Video
રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે તેમને અત્યાર સુધી અનેક રોગના દેશી ઉપચાર જણાવ્યા છે, અમે પણ આપને રાજીવ દીક્ષિતના અનેક ઉપાયો અમારા આર્ટીકલમાં દર્શાવીએ છીએ.
રાજીવ દીક્ષિતે જણાવ્યું કે સૌથી સારૂ સિંધવ મીઠું છે, બીજા નંબર પર કાળુ મીઠું છે, જ્યારે ત્રીજા નંબર પર જે મીઠું દાણા વાળુ આવે છે પણ હાલ દેશમાં આયોડિન યુક્ત જે મીઠું આવે છે તે ખુબ જ ખરાબ આવતું હોવાનું રાજીવ દીક્ષિતે જણાવ્યું હતું. દૂનિયાના 24 દેશ જેમાં જર્મની, જાપાન અને બાકીના દેશોએ 20 વર્ષ પહેલા આ મીઠાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે, કારણે કે આ દેશોમાં આયોડીન યુક્ત મીઠું ખાવાથી લોકોમાં નપુંસકતા વધી રહી છે.
જેને લો BP હોય તેના માટે પાણીમાં ઉમેરીને પીવાથી ફાયદો થાય છે. એક ગ્લાસમાં અડધી ચમચી મીંઠુ નાખીને પીવાથી ફાયદો થાય છે, જો આવી રીતે પીવામાં આવે તો લો બ્લડ પ્રેસરની સમસ્યામાં રાહત મળે છે. જ્યારે આ જ મીંઠુ હાઈ બ્લડ પ્રેસરને પણ ઠીક કરે છે, હાઈ બ્લડ પ્રેસરની સમસ્યા વાળા લોકોએ મીંઠાને પાણીમાં નાખી સ્નાન કરવાથી ફાયદો થાય છે, લો બીપી હોય તેને પાણી પીવાનું છે, જ્યારે હાઈ બીપી વાળાની સમસ્યા વાળા લોકોએ પાણીમાં મીંઠુ નાખીને સ્નાન કરવું જોઈએ.
એક ડોલ પાણીમાં 100 ગ્રામ મીંઠુ ઉમેરીને સ્નાન કરવાથી ફાયદો થાય છે અને સ્નાન કરતા સમયે પાણીને માથા પર નાખવું જોઈએ નહિ, માથા સિવાય સંપૂર્ણ શરીરમાં મીંઠાવાળા પાણીથી સ્નાન કરવું જોઈએ અને સ્નાન કર્યા બાદ શરીરને એમ જ રાખવું જોઈએ, રૂમાલથી લુછવાનું નહિ, અને શરીર સુકાઈ જાય એટલે કપડા પહેરી લેવાના તેથી તમારૂ હાઈ બ્લડ પ્રેસર 15થી 20 દિવસમાં ઓછુ થઈ જશે.
મીઠાના ઉપયોગ પર વીસ વર્ષ પહેલા જ પ્રતિબંધ લાગી ગયો છે
આપણે જે આયોડીન યુક્ત મીઠું ખાઈએ છીએ તે ખુબ જ ખતરનાક છે. દુનિયામાં જાપાન જેવા ૨૪ દેશોમાં આયોડીન યુક્ત મીઠાના ઉપયોગ પર વીસ વર્ષ પહેલા જ પ્રતિબંધ લાગી ગયેલો છે. આયોડીન યુક્ત મીઠું ન ખાવાથી ગોઇટર જેવા રોગો થાય છે. પરંતુ એવું નથી હોતું. ખરેખર તમારા શરીરને જેટલા આયોડિનની જરૂર છે તેટલું આયોડીન તો તમને દાળ, લીલા પાંદડા વાળા શાકભાજી, તેમજ કંદમૂળ જેવા કે બટેટા, ગાજર વગેરેમાંથી મળી રહે છે.
આયોડીન મીઠું છોડો
જો તમે આ બધી વસ્તુનું સેવન કરતા હોય તો તમારા શરીરમાં ક્યારેય આયોડિનની ઉણપ થતી નથી પછી ભલેને તમે આયોડીન યુક્ત મીઠું ન ખાતા હોય. માટે હવે તમે આયોડીન મીઠું છોડો અને સિંધવ મીઠું અથવા તો કાળા મીઠાનો તમારા દૈનિક આહારમાં સમાવેશ કરો.
Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો