AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Olive oil massage: બાળકને ઓલિવ ઓઈલથી માલિશ કરો, આ ફાયદા જોઇ શકશો

મોટાભાગની માતાઓ બજારમાં મળતા તેલથી બાળકને માલિશ કરાવે છે, પરંતુ આજે પણ ઘણા ઘરોમાં દેશી રીતે બાળકની માલિશ કરવામાં આવે છે. આ દેશી પદ્ધતિઓમાં ઓલિવ ઓઈલનો પણ સમાવેશ થાય છે. અમે તમને બાળક માટે તેનાથી થતા ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Olive oil massage: બાળકને ઓલિવ ઓઈલથી માલિશ કરો, આ ફાયદા જોઇ શકશો
Olive oil is best for baby massage
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 3:30 PM
Share

પહેલાના સમયમાં નવજાત અથવા નાના બાળકને માલિશ ( massage of baby ) કરવું ખૂબ જ સારું માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેનાથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે અને તેથી જ ભારતમાં લાંબા સમયથી માલિશની પરંપરા ચાલી રહી છે. ઘણા સ્વાસ્થ્ય લાભો ( Health benefits )ઉપરાંત, મસાજ બાળકને સારી રીતે ઊંઘવામાં પણ મદદ કરે છે. ઘણા ફાયદાઓને કારણે, ડોકટરો અને તજજ્ઞો પણ નિયમિતપણે બાળકને માલિશ ( Care of new born ) કરવાની ભલામણ કરે છે. સંશોધન મુજબ, માલિશ કરવાથી બાળકમાં ઓક્સિટોક્સિન હોર્મોન મુક્ત થાય છે. જે બાળકના શરીરમાં ખુશી ઉત્પન્ન કરે છે. તેનાથી બાળકને સારું લાગે છે અને તેનું ચીડિયાપણું ઓછુ થાય છે. બાળકના સ્નાયુઓને પણ માલિશથી ઘણો આરામ મળે છે. જો કે બાળકની માલિશ માટે કયા તેલનો ઉપયોગ કરવો માતાઓ ઘણીવાર આ વિશે મૂંઝવણમાં હોય છે.

મોટાભાગની માતાઓ બજારમાં મળતા તેલથી બાળકને માલિશ કરાવે છે, પરંતુ આજે પણ ઘણા ઘરોમાં દેશી રીતે બાળકની માલિશ કરવામાં આવે છે. આ દેશી પદ્ધતિઓમાં ઓલિવ ઓઈલનો પણ સમાવેશ થાય છે. અમે તમને બાળક માટે આના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

દરેક સિઝનમાં ઉપયોગ કરો

ઘણી વખત માતા-પિતા મૂંઝવણમાં હોય છે કે કઈ ઋતુમાં તેમણે તેમના બાળકને કયા તેલથી માલિશ કરવી જોઈએ. જો કે, ઓલિવ ઓઈલની ખાસિયત એ છે કે તેની માલિશ કોઈપણ ઋતુમાં કરી શકાય છે. શિયાળો હોય કે ઉનાળો હોય આ તેલની માલિશ કરવાના ઘણા ફાયદા છે. જો કે, ઉનાળામાં તે બાળકને મર્યાદિત માત્રામાં લગાવવું જોઈએ.

મોઇશ્ચરાઇઝર

બાળકની ત્વચા ખૂબ જ નાજુક હોય છે અને કેટલીકવાર માલિશથી તેની ત્વચા શુષ્ક બની જાય છે. તેના કારણે ત્વચામાં લાલાશ આવી શકે છે. આ સ્થિતિમાં ઓલિવ ઓઈલથી માલિશ કરવી યોગ્ય છે. ઓલિવ ઓઈલમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ બાળકની ત્વચાને સુધારશે. ઉપરાંત, તેના મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મો ત્વચાને નરમ અને હાઇડ્રેટેડ રાખશે. બાળકને નિયમિત રીતે માલિશ કરો.

ડાઈપરને કારણે થતી ફોલ્લીઓ

આજકાલ, બાળકની સંભાળમાં ડાયપરનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે. જો કે ડાયપરના કારણે બાળકને વારંવાર ફોલ્લીઓ થતી હોય છે. ફોલ્લીઓના કારણે બાળક પરેશાન થઈ જાય છે અને તેનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. આ સ્થિતિમાં ઓલિવ ઓઈલની મદદ લો. બાળકને થયેલી ફોલ્લીઓ પર હૂંફાળું ઓલિવ તેલ લગાવો. આમ કરવાથી તેને આરામ મળશે અને તે શાંતિથી ઊંઘી શકશે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો-

Men Health : પુરુષોને 30 વર્ષની ઉંમર પછી આ સમસ્યાનો વધી જાય છે ખતરો

આ પણ વાંચો-

Women Health : પિરિયડ દરમ્યાન મહિલાઓએ આ ખોરાકથી દુરી બનાવી રાખવી છે જરૂરી

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">