AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો, બનાસકાંઠાની એક શાળામાંથી સગીરાને ઉઠાવી જઈને ઉદ્યોગપતિએ આચર્યું દુષ્કર્મ

પાલનપુરની સગીરા પર દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે પાલનપુરમાં રહેતા ઉદ્યોગપતિ હસમુખ પટેલ એ શાળામાં વાલી તરીકે ઓળખ આપી સગીરાને પોતાની કારમાં બેસાડીને લઈ જતો હતો. આરોપી સગીરાને ચંડીસર GIDC સ્થિત પોતાના ઔદ્યોગિક એકમ પર લઈ ગયો હતો, જ્યાં તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2026 | 7:16 PM
Share

સમાજ, વાલીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો બનાસકાંઠાના પાલનપુરમાં સામે આવ્યો છે. અહીંના એક ઉદ્યોગપતિએ સગીરાના નકલી વાલી બની તેને શાળામાંથી લઈ જઈને સગીરાના ભોળપણનો ફાયદો ઉઠાવી દુષ્કર્મ આચર્યાની ઘટનાએ ચકચારી મચાવી દીધી છે.

નકલી વાલી બની શાળામાંથી વિદ્યાર્થીનીને ઉઠાવી આચર્યું દુષ્કર્મ

મળતી માહિતી મુજબ પાલનપુરનો એક ઉદ્યોગપતિ હસમુખ પટેલ સગીરાના વાલી હોવાની ઓળખ આપીને સગીરાને શાળાએથી ચંડીસર GIDCમાં લઈ ગયો હતો. અહી તેણે અવાર-નવાર સગીરા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. જે ઘટનાની જાણ થતા જ પોલીસે તેની ધરપકડ કરી હતી અને હવેં પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હવે આ ઘટનાને પગલે શાળા તંત્ર પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે.

અનેક વખત સગીરાનું શોષણ કર્યું

પાલનપુરની સગીરા પર દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે પાલનપુરમાં રહેતા ઉદ્યોગપતિ હસમુખ પટેલ એ શાળામાં વાલી તરીકે ઓળખ આપી સગીરાને પોતાની કારમાં બેસાડીને લઈ જતો હતો. આરોપી સગીરાને ચંડીસર GIDC સ્થિત પોતાના ઔદ્યોગિક એકમ પર લઈ ગયો હતો, જ્યાં તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. માત્ર એક વખત નહીં પરંતુ અનેક વખત લલચાવી, ફોસલાવી અને અનેકવાર સગીરાનું શોષણ કરાયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

શાળાની ગંભીર બેદરકારી

સૌથી ચોંકાવનારી વાત એ છે કે શાળામાંથી વાલી તરીકે આવેલા વ્યક્તિને વાસ્તવિક વાલીની જાણ કર્યા વિના વિદ્યાર્થીનીને સોંપવામાં આવી હતી.આ ઘટના શાળાના સંચાલકોની ગંભીર બેદરકારી તરફ પણ ઈશારો કરે છે. ઘટના બાદ આરોપી હસમુખ પટેલ રાજસ્થાન ફરાર થઈ ગયો હતો. જે બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને રાજસ્થાનથી ઝડપી લીધો હતો અને ગઈકાલે આરોપીને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે સાત દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જેમાંથી કોરપાલનપુર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Bharuch : લૂંટારુઓ જેલમાંથી બહાર નીકળી ડ્રગ પેડલર બની ગયા !, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">