Breaking News: અમેરિકા આગામી 24 કલાકમાં ઈરાન પર કરશે મોટો હવાઈ હુમલો, ઈઝરાયેલી ન્યૂઝ પેપરે કર્યો દાવો
Breaking News: આગામી 24 કલાકમાં અમેરિકા ઈરાન પર સૌથી મોટો હુમલો કરવા જઈ રહ્યો છે. અમેરિકાએ ઈરાન પર એરિયલ સ્ટ્રાઈક કરવાની તૈયારી કરી લીધી છે. 24 કલાકમાં તે મોટો હવાઈ હુમલો કરી શકે છે. ઈઝરાયેલી ન્યૂઝપેપર યેરુશલેમ પોસ્ટ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે.

આગામી 24 કલાક ઈરાન માટે અત્યંત ભારે છે. અમેરિકા ઈરાન પર સૌથી મોટો હવાઈ હુમલો કરવા જઈ રહ્યુ છે. યેરુશલેમ પોસ્ટના હવાલાથી મળતી ખબર અનુસાર અમેરિકા આગામી 24 કલાકમાં ઈરાન પર એરિયલ સ્ટ્રાઈક કરશે. રોઈટર્સ ના અહેવાલ અનુસાર નામ ન જણાવવાની શરતે એક ઈઝરાયેલી અધિકારીએ એમ પણ કહ્યું હતું કે એવું લાગે છે કે ટ્રમ્પ ઈરાનમાં હસ્તક્ષેપ કરવાનો નિર્ણય લીધો છે, જોકે ક્યાં સમયે કરશે તે સ્પષ્ટ નથી. બે યુરોપિયન અધિકારીઓએ બુધવારે સાંજે જણાવ્યું હતું કે ઈરાનમાં 24 કલાકમાં યુએસ મિલિટરી ઈન્ટરવેન્શન થઈ શકે છે.
અમેરિકા સાથે વધી રહેલા પ્રાદેશિક તણાવ વચ્ચે સલામતીના ભાગરૂપે અમેરિકાએ આ ઈરાનના મુખ્ય શહેરોમાં રહેલા તેમના કેટલાક અધિકારીઓને પણ પાછા બોલાવી લીધા છે, રોઇટર્સે બુધવારે અગાઉ એક અનામી યુએસ અધિકારીને ટાંકીને આ અહેવાલ આપ્યો હતો.
આ ખૂલાસો એક વરિષ્ઠ ઈરાની અધિકારીની ટિપ્પણી બાદ કરાયો છે. જેમણે બુધવારે રોયટર્સને જણાવ્યુ હતુ કે તેહરાને અમેરિકી સૈનિકોની યજમાની કરનારા પડોશી દેશોને ચેતવણી આપી હતી કે જો વોશિંગ્ટન હુમલો કરશે તો તેઓ અમેરિકી ઠેકાણાઓ પર હુમલો કરશે.
યેરુશલેમ પોસ્ટના અહેવાલ અનુસાર બ્રિટને પણ અમેરિકા દ્વારા સંભવિત હુમલાના ખતરાને જોત કતર ઐરબેઝથી તેમના કેટલાક અધિકારીઓને પરત બોલાવી લીધા છે. જે અમેરિકાની જેમ જ છે.
અનેક દેશોએ તેમના નાગરિકોને ઈરાન છોડવાની આપી સૂચના
પોલેન્ડના વિદેશ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે પોલિશ નાગરિકોએ તાત્કાલિક ઈરાન છોડવું જોઈએ.
“વિદેશ મંત્રાલય ઈરાનથી તાત્કાલિક નીકળવાની વિનંતી કરે છે અને આ દેશમાં મુસાફરી ન કરવાની સલાહ આપે છે,” એમ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું.
ઈટાલીએ પણ દેશની સુરક્ષાની સ્થિતિને કારણે તેમના નાગરિકોને ઈરાન છોડવાની અપીલ કરી છે. વિદેશ મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતુ કે ઈરાનમાં લગભગ 600 ઇટાલિયન નાગરિકો છે, જેમાંથી મોટાભાગના તેહરાન વિસ્તારમાં છે, એમ તેણે ઉમેર્યું હતું.
તેહરાનમાં યુએસ વર્ચ્યુઅલ દૂતાવાસ દ્વારા મંગળવારે જારી કરાયેલી નોટિસ અનુસાર, અમેરિકાએ તેના નાગરિકોને ઈરાન છોડવા અને જમીન માર્ગે તુર્કી અથવા આર્મેનિયા જવાનો વિચાર કરવાની સલાહ આપ્યાના 24 કલાકથી ઓછા સમયમાં આ વાત સામે આવી છે.
