AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Late Night Cravings સ્વાસ્થ્ય માટે હાનિકારક, આ બે ખતરનાક રોગની નિશાની!

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, દિવસ દરમિયાન ભૂખ લાગવી સારી માનવામાં આવે છે, પરંતુ જો તમને મોડી રાત્રે પણ ભૂખ લાગે છે, તો તે ઘણી ગંભીર બીમારીઓનો સંકેત હોઈ શકે છે.

Late Night Cravings સ્વાસ્થ્ય માટે હાનિકારક, આ બે ખતરનાક રોગની નિશાની!
Health News
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 12:27 PM
Share

Diabetes: બીમારીઓથી દૂર રહેવા માટે જરૂરી છે કે તમારું ભોજન યોગ્ય સમયે ખાવું. ઘણીવાર એવું બને છે કે આપણા ખાવાનો સમય બદલાઈ જાય છે, જેના કારણે આપણે બીમારીઓનો શિકાર થઈ જઈએ છીએ. જો આપણે મોડી રાત્રે ખાવાની ક્રેવિંગ વિશે વાત કરીએ, તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી હોઈ શકે છે. ઘણી વખત તમે જોયું હશે કે સાંભળ્યું હશે કે કેટલાક લોકોને રાત્રે જાગીને ખાવાની આદત હોય છે. આને લેટ નાઇટ ક્રેવિંગ તરીકે ઓળખવા આવે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, દિવસે ભુખ લાગવી સારી માનવામાં આવે છે,પરંતુ રાત્રીની ભુખને યોગ્ય ગણાવામાં આવતી નથી. પરંતુ જો તમને મોડી રાત્રે પણ ભૂખ લાગે છે, તો તે ઘણી ગંભીર બીમારીઓનો સંકેત હોઈ શકે છે. મોડી રાત્રે ખાવાની ક્રેવિંગ તમને બિનઆરોગ્યપ્રદ ખોરાકની આદત પાડી શકે છે. આ આદતને કારણે તમને ડાયાબિટીસ થવાનું જોખમ પણ રહે છે.

ડાયાબિટીસની નિશાની

દિલ્હીના MD મેડિસિન કન્સલ્ટન્ટ ડૉ.કમલજીત કૈંથ કહે છે કે જો તમને રાત્રે મોડા ખાવાની વારંવાર ઈચ્છા થતી હોય તો તમને ડાયાબિટીસનું જોખમ વધુ રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે ડાયાબિટીસની નિશાની છે કે તમને મોડી રાત્રે વારંવાર ખાવાની ઇચ્છા થાય છે. ડૉ.કંથ કહે છે કે માત્ર ડાયાબિટીસ જ નહીં પરંતુ કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ અને સ્થૂળતાનું પણ જોખમ રહેલું છે.

મોડી રાત્રે ખાવાથી ડાયાબિટીસ કેમ થાય છે?

આનું કારણ એ છે કે જે ખાદ્યપદાર્થો રાત્રે ક્રેવિંગ થાય છે તેમાં કેલરી અને ખાંડ તેમજ ચરબીનું પ્રમાણ વધુ હોય છે. આ ખાવાથી આપણું વજન વધી શકે છે અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. હેલ્થલાઈન ડોટ કોમના એક અહેવાલમાં, મોડી રાતની તૃષ્ણાને હૃદય રોગ સિવાય ટાઈપ 2 ડાયાબિટીસના વધતા જોખમ સાથે જોડવામાં આવી છે.

મેટાબોલિઝમ ખરાબ થાય છે

મોડી રાત્રે ખોરાક ખાવાથી તમારા શરીરનું મેટાબોલિઝમ બગડે છે.મોડી રાત્રે ખાવાની આદતને કારણે તમે ભોજન છોડી દેવાની આદતમાં પડી જાઓ છો. મોડી રાત્રે નાસ્તો ખાવાથી ગ્લુકોઝ અને ઇન્સ્યુલિનનું સ્તર વધે છે, જે ડાયાબિટીસનું જોખમ વધારે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

g clip-path="url(#clip0_868_265)">