AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIVERને મજબૂત કરવા માટે ભોજનમાં આ ફળ અને શાકભાજીને કરો સામેલ

શરીરને તંદુરસ્ત રાખવા માટે લીવરનું(LIVER)  તંદુરસ્ત રહેવું ખૂબ જ જરૂરી છે. લીવર બોડીને ડિટોકસ કરવાનું કામ કરે છે.

LIVERને મજબૂત કરવા માટે ભોજનમાં આ ફળ અને શાકભાજીને કરો સામેલ
Fruits and Vegetables
Charmi Katira
| Edited By: | Updated on: Jan 20, 2021 | 2:53 PM
Share

શરીરને તંદુરસ્ત રાખવા માટે લીવરનું(LIVER)  તંદુરસ્ત રહેવું ખૂબ જ જરૂરી છે. લીવર બોડીને ડિટોકસ કરવાનું કામ કરે છે. લિવરને મજબૂત કરવા માટે કોઈ દવાઓ પર નિર્ભર રહેવાની બદલે તમે પોષક તત્વોથી ભરપૂર વસ્તુનું સેવન કરો. આવો જાણીએ એ વસ્તુ વિષે.

1.ઈંડા ઇંડા લીવરને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઈંડામાં રહેલ પ્રોટીન અને વિટામિન લીવરના ડેમેજ સેલ્સને પુનઃ જીવિત કરવાનું કામ કરે છે. આ સિવાય ઇંડામાં રહેલા ઓક્સિડેન્ટ લીવરને ફ્રી રેડિકલની અસરથી પણ સુરક્ષિત રાખે છે. તેથી સવારનો નાસ્તો અથવા બપોરના ભોજનમાં ઈંડાનું સેવન અચૂક કરો.

2.પપૈયું લીવર સાથે જોડાયેલી સમસ્યાને દૂર કરવા માટે પપૈયાનું સેવન ખૂબ જ અસરકારક છે. આ માટે દરરોજ પપૈયાનું સેવન કરવું જોઈએ. પપૈયાંનું સેવન ખાસ રીતે લીવર સિરોસીસના લક્ષણને ઓછું કરવામાં મદદ કરે છે. આ માટે તમે પપૈયાંના પાંદડાના રસનો પણ ઉપયોગ કરી શકો છો. જે લિવરના ઇન્ફેકશનને ઓછું કરવામાં મદદ કરે છે.

3.આંબળા લીવરને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે આંબળા ખૂબ ફાયદાકારક છે. આંબળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. એક વ્યક્તિ દરરોજ 2-4 આંબળાનું સેવન કરી શકે છે. જો તમે ઇચ્છો તો તમે આંબળાનો જામ પણ ખાઈ શકો છો. આંબળા લીવરને મજબૂત બનાવવા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે.

4.ગાજર ગાજરમાં ફલેવોનોઈડ્સ અને બીટા કેરોટિનનું પ્રમાણ વધુ હોય છે જે લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ગાજરમાં વિટામિન એ વધુ માત્રામાં હોય છે જે તમને લીવરના રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે.

5.લસણ લિવરને સ્વસ્થ રાખવા માટે તંદુરસ્ત આહારની સાથે લસણને ભોજનનો ભાગ બનાવવો જોઈએ. એક સંશોધન મુજબ, લસણના સેવનથી એનએએફએલડીવાળા લોકોમાં શરીરનું વજન અને ચરબીની માત્રા ઓછી થાય છે. આ રીતે, તમે તમારા લીવરને તંદુરસ્ત રાખવા અને યોગ્ય વજન મેળવવા માટે નિયમિતપણે લસણનું સેવન કરી શકો છો.

આ પણ વાંચો: RANVEER SINGH 8 વર્ષ બાદ પણ પૂરી રીતે નથી જાણી શક્યો DEEPIKA PADUKONEને, જાણો શું કર્યો ખુલાસો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">