RANVEER SINGH 8 વર્ષ બાદ પણ પૂરી રીતે નથી જાણી શક્યો DEEPIKA PADUKONEને, જાણો શું કર્યો ખુલાસો

બૉલીવુડ એક્ટ્રેસ દિપીકા પાદુકોણ (DIPIKA PADUKONE) અને રણવીર સિંહની(RANVEER SINGH) ગણના ઇન્ડસ્ટ્રીઝના મોસ્ટ લવિંગ કપલમાં થાય છે.

  • Tv9 Webdesk 43
  • Published On - 14:00 PM, 20 Jan 2021
RANVEER SINGH DIDNT FULL KNOW DIPIKA PADUKONE AFTER 8 YEARS
DIPIKA-RANVEER

બૉલીવુડ એક્ટ્રેસ દિપીકા પાદુકોણ (DIPIKA PADUKONE) અને રણવીર સિંહની(RANVEER SINGH) ગણના ઇન્ડસ્ટ્રીઝના મોસ્ટ લવિંગ કપલમાં થાય છે. દિપીકા અને રણવીરસિહ એક બીજાનું કેટલું ધ્યાન રાખે છે તે તો ઘણી વાર નજરે આવી ચૂક્યું છે. રણવીર સિંહ અને દિપીકા પાદુકોણના લગ્નને 3 વર્ષ થઈ ગયા છે, પરંતુ હજુ પણ આ બંને વચ્ચેનો પ્રેમ અને પાગલપન નજરે આવે છે. હાલમાં દિપીકાએ રણવીરસિંહને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

દિપીકા પાદુકોણએ કહ્યું હતું કે, 5 વર્ષના ડેટિંગ અને 3 વર્ષના લગ્ન જીવન બાદ રણવીરસિંહ તેને સંપૂર્ણ રીતે ઓળખી શક્યો નથી. તો આટલા વર્ષ બાદ દિપીકા પણ રણવીરસિંહને જાણી શકી નથી. આ જ કારણ છે કે, બંને હજુ પણ એકબીજાને આકર્ષિત કરે છે.

હાલમાં જ દિપીકાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અમે છેલ્લાં 8 વર્ષથી એકબીજાની સાથે છીએ, પરંતુ હજી પણ અમે એકબીજા વિશે જાણતા હોઈએ છીએ. આ જ વાત મને સંબંધમાં સૌથી વધુ આકર્ષિત કરે છે. મને લાગે છે કે, આ જ અમારા સંબંધની ખૂબસૂરતી છે. એક્ટ્રેસે જણાવ્યું હતું કે, રિલેશનશીપમાં આવ્યા પહેલા અમે દોસ્ત હતા. અમે અમારા સંબંધની શરૂઆત પ્રેમી તરીકે નહિ પરંતુ દોસ્તી કરી હતી. અમે મિત્રોની જેમ એકબીજાની નજીક આવ્યા હતા. આ બાદ બંને વચ્ચે એક સારું કનેક્શન થયું હતું. અમે બંને એકબીજાથી બિલકુલ અલગ છીએ. મને લાગે છે કે, આજે પણ રણવીર મારા વિષે બધુ જ નથી જાણતો અને હું પણ ના કહી શકું કે હું તેના વિષે બધુ જ જાણું છે.

દિપીકા અને રણવીરની લવ સ્ટોરીની (LOVE STORY) શરૂઆત વર્ષ 2013માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘રામલીલા ગોલિયો કી રાસલીલા’થી થઈ હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા અને બંનેએ 2018 માં લગ્ન કર્યા હતા.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો રણવીર અને દીપિકા લગ્ન પછી પહેલીવાર એક સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. બંને કબીર ખાનની (KABIR KHAN) ફિલ્મ ’83’ માં નજરે આવશે. આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની (KAPIL DEV) ભૂમિકા ભજવશે, જ્યારે દીપિકા તેની પત્નીનો રોલ કરશે. આ ફિલ્મ 2020 માં રિલીઝ થવાની હતી, પરંતુ લોકડાઉનને કારણે રિલીઝ થઈ શકી ના હતી. હવે ઉમ્મીદ છે કે ’83’ આ વર્ષે મોટા પડદે રજૂ થશે.

 

આ પણ વાંચો: શું સાડા ત્રણ મહિના બાદ JACK MA ફર્યો પરત? શું છે આ વાયરલ વિડિયોની સત્યતા?