AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Diet : બાળકોને ડિહાઇડ્રેશનથી બચાવવા ખોરાકમાં આ વસ્તુઓ આજે જ સામેલ કરો

બાળકો ઘણીવાર રમતા રમતા પીવાના પાણીની કાળજી લેતા નથી. ચોમાસામાં બદલાતા હવામાનની અસર બાળકોના સ્વાસ્થ્ય પર પણ પડે છે, જેના કારણે તેઓ ડિહાઈડ્રેશનનો ભોગ બની શકે છે,

Healthy Diet : બાળકોને ડિહાઇડ્રેશનથી બચાવવા ખોરાકમાં આ વસ્તુઓ આજે જ સામેલ કરો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 4:53 PM
Share

Healthy Diet: ઉનાળા અને ચોમાસામાં બાળકોના સ્વાસ્થ્યને વધુ અસર થાય છે. બદલાતા હવામાનમાં બાળકોના વારંવાર બીમાર પડવાને કારણે ડીહાઈડ્રેશનની સમસ્યા પણ જોવા મળી રહી છે. સાથે જ બાળકો રમતગમતમાં ઘણી વખત પીવાના પાણીનું પણ ધ્યાન રાખતા નથી. આવી સ્થિતિમાં બાળકોના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા અને તેમને ડિહાઈડ્રેશનથી બચાવવા માટે તેમના ખાવા-પીવા પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. પૂરતું પાણી પીવાની સાથે-સાથે બાળકોને તેમના આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરીને ડિહાઇડ્રેશનથી બચાવી શકાય છે.

બાળકોના ડાયટમાં છાશ કે પછી લસ્સી સામેલ કરો

બદલતા વાતાવરણમાં બાળકોના ડાયટમાં પણ ફેરફાર કરો, જેમ કે ગરમીની સીઝનમાં બાળકોને લસ્સી અને છાશ આપવાનું પસંદ કરે છે. બાળકોની ડાયટમાં તમે છાશ સામેલ કરી શકો છો. જેમાં બાળકો ડીહાઈડ્રેશનથી જ બચતા નથી પરંતુ પોષક ત્તવો પણ મળી જાય છે. તમે પ્રયત્ન કરો કો તમે જે છાશ અને લસ્સી આપો છો તે ઘરે બનાવીને આપો.

ડિહાઈડ્રેશનથી બચાવે છે નારિયળ પાણી

નારિયળ પાણી પીવાનું બાળકો ના ક્યારે પણ પાડતા નથી. નારિયળના પાણીમાં અનેક ન્યુટ્રિશનથી ભરપુર હોય છે. જેને પીવાથી બાળકોની બોડી હાઈડ્રેટ રહે છે અને તેમને એનર્જી પણ મળે છે.

બાળકોને આ ફળો આપો

જો તમે બાળકોને ડિહાઈડ્રેશનથી બચાવવા માંગો છો તો સફરજન, સંતરા, કીવી, કાકડી, દાડમ જેવા ફળો આપો. આ ફળો ખાવાથી બાળકોનું શરીર હાઈડ્રેટ રહે છે. તેની સાથે ઈમ્યુનિટી પણ મળે છે. જેનાથી બાળકોની બીમાર પડવાની સંભાવના ઓછી રહે છે.

લીંબુ પાણી ઈમ્યુનિટી વધારે સાથે હાઈડ્રેટ પણ રાખે છે

બાળકો વારંવાર સાદું પાણી પીવાનું પસંદ કરતા નથી. ત્યારે તમે તેને ખાંડ નાંખી લીંબુ પાણી બનાવી આપી શકો છો. લીબુંમાં વિટામીન સી હોય છે જે તમારા બાળકોની ઈમ્યુનિટી પણ વધારે અને શરીરમાં પાણીની માત્રા પુરી કરે છે.

શાકભાજીનું જ્યુસ

ઘણી વાર બાળકો શાકભાજી ખાવામાં અચકાતા હોય છે, આવી સ્થિતિમાં તમે તેમને શાકભાજીનો જ્યુસ બનાવીને આપી શકો છો. રસમાં ફુદીનો અને અન્ય વસ્તુઓ ઉમેરીને સ્વાદ ઉમેરો. બાળકો આનંદથી જ્યુશ પીશે. આ સિવાય શાકભાજી સલાડના રૂપમાં પણ આપી શકાય છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક ક

પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">