Health Insurance લેતા પહેલા ધ્યાન રાખો ! જાણો કઈ કંપનીઓ ક્લેમ સૌથી વધારે રિજેક્ટ કરે છે
આ છે દેશની 5 સૌથી ખરાબ હેલ્થ ઈન્શયોરન્સ કંપનીઓ. જે સૌથી વધારે ક્લેમ રિજેક્ટ કરે છે. વીમા લોકપાલની 2023-14ના રિપોર્ટમાં આ વિશે ખુલાસો થયો છે. તો આજે આપણે આ વિશે વિસ્તારથી વાત કરીએ.

જ્યારે પણ લોકો હેલ્થ ઈન્શયોરન્સ કરાવે છે ત્યારે મોટી આશા સાથે એક હેલ્થ ઈન્શયોરન્સની પોલિસી ખરીદે છે. તમે દર વર્ષે તેનું પ્રીમિયમ પણ ભરી રહ્યા છો. પરંતુ જ્યારે કોઈ મેડિકલ ઈમરજન્સી આવે છે અને તમારે હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. તો તમારી વીમા કંપની કાં તો તમારો ક્લેમ સંપૂર્ણ રીતે કરે છે કાંતો રિજેક્ટ કરે છે. કેટલાક કેસમાં પૈસા ઓછા આપે છે. મતલબ કે એવું થાય હોસ્પિટલનો મોટા ભાગનું બિલ તમારા ખિસ્સામાંથી જ ચૂકવવું પડે છે.
તે હેલ્થ ઈન્શોયરન્સ કંપનીઓનો ખુલાસો
જો તમારી સાથે પણ આવું થયું છે. તો તમે એકલા નથી આવા અનેક લોકો છે. દર વર્ષે હજારો પોલિસીધારકો, વીમા કંપનીઓથી પરેશાન થઈને, વીમા લોકપાલ (Insurance Ombudsman)ના દરવાજા ખટખટાવે છે. હવે, 2023-24 માટે વીમા લોકપાલ કાઉન્સિલ (CIO)નો વાર્ષિક અહેવાલ બહાર આવ્યો છે, જેમાં તે હેલ્થ ઈન્શોયરન્સ કંપનીઓનો ખુલાસો થયો છે જેમની સામે સૌથી વધુ ફરિયાદો નોંધાઈ છે.
જાણો કઈ કંપનીઓ સામે વધારે ફરિયાદ થઈ
- વીમા લોકપાલના રિપોર્ટ અનુસાર 2023-24 દરમિયાન જે કંપનીઓ વિરુદ્ધ સૌથી વધારે ફરિયાદ મળી છે. તે સ્ટાર હેલ્થ એન્ડ અલાઈડ ઈન્શોયરન્સ છે.સ્ટાર હેલ્થ વિરુદ્ધ કુલ 13,308 ફરિયાદ નોંધાય છે. ચોંકાવનારી વાત એ છે કે, આમાંથી 10,196 ફરિયાદો માત્ર ક્લેમને રિજેક્ટ કરવા અંગેની હતી.
- બીજા નંબર પર CARE હેલ્થ ઈન્શોયરન્સ છે. જેના વિરુદ્ધ 3,718 ફરિયાદો નોંધાય છે.
- ત્રીજા સ્થાને પર Niva Bupa હેલ્થ ઈન્શોયરન્સ છે. જેના વિરુદ્ધ 2,511 ફરિયાદ નોંધાય છે.
- આ લિસ્ટમાં માત્ર 2 સરકારી વીમા કંપનીઓ પણ છે. નેશનલ ઈન્શોયરન્સ કંપની લિમિટેડ (2,196) ફરિયાદ અને ધ ન્યુ ઈન્ડિયા ઈન્શોયરન્સ કંપની લિમિટેડ (1,602) ફરિયાદ
એક વાત જે આ લિસ્ટમાં સપષ્ટ જોવા મળે છે. તે સ્ટાર હેલ્થ સામે સૌથી મોટી સંખ્યામાં ફરિયાદો છે. જો તમે સ્ટાર હેલ્થ સિવાય અન્ય ચાર કંપનીઓની ફરિયાદો ઉમેરો છો, તો પણ તે સ્ટાર હેલ્થ સામેની કુલ ફરિયાદોની સંખ્યા સુધી પહોંચતી નથી.
પ્રતિ લાખ ગ્રાહકો દીઠ ફરિયાદો
હવે, કોઈ એવી દલીલ કરી શકે છે કે વધુ ગ્રાહકો ધરાવતી કંપની પાસે વધુ ફરિયાદો હશે. આ વાત અમુક હદ સુધી સાચી છે. અમે બીજા એક મહત્વપૂર્ણ આંકડાનું વિશ્લેષણ કર્યું છે. પ્રતિ 1 લાખ ગ્રાહકો દીઠ કેટલી ફરિયાદો નોંધાઈ. આનાથી ખ્યાલ આવે છે કે કંપની તેના ગ્રાહકોને કેવા પ્રકારની સેવા પૂરી પાડી રહી છે. સ્ટાર હેલ્થ પણ આ સ્કેલ પર ટોચ પર છે.
- સ્ટાર હેલ્થ : પ્રતિ 1 લાખ ગ્રાહકો દીઠ 63 ફરિયાદો
- નિવા બુપા : પ્રતિ 1 લાખ ગ્રાહકો દીઠ 17 ફરિયાદો
- કેર હેલ્થ : પ્રતિ 1 લાખ ગ્રાહકો દીઠ 16 ફરિયાદો
આ ડેટા દર્શાવે છે કે, ગ્રાહકોની સંખ્યા મોટી હોવા છતાં, સ્ટાર હેલ્થના ગ્રાહકો તેમની કંપનીથી સૌથી વધુ નાખુશ છે અને તેમારે લોકપાલનો સંપર્ક કરવો પડે છે.
ક્લેમ રિજેક્ટ કરવા મામલે ટોપ 5 કંપનીઓ
- સ્ટાર હેલ્થ : 10,196 ફરિયાદો
- કેર હેલ્થ : 2,393 ફરિયાદો
- નીવા બુપા : 1,770 ફરિયાદો
- નેશનલ ઇન્શ્યોરન્સ : 1,419 ફરિયાદો
- આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સ : 1,006 ફરિયાદો
કઈ કંપનીઓએ સૌથી વધુ વળતર ચૂકવવું પડ્યું?
લોકપાલને ફરિયાદ કરવાનો ફાયદો એ છે કે, તે વીમા કંપનીને વળતર ચૂકવવાનો આદેશ આપી શકે છે. લોકપાલનો નિર્ણય વીમા કંપની માટે બંધનકર્તા છે. લોકપાલે જે કંપનીઓને સૌથી વધુ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. તેમાં સ્ટાર હેલ્થ, કેર હેલ્થ, નીવા બુપા, એચડીએફસી અને નેશનલ ઈન્શોયરન્સ છે.
શું હેલ્થ ઈન્શોયરન્સમાં ફરિયાદો વધી રહી છે?
તો હા આ એક ચિંતાજનક ટ્રેંડ છે. સીઆઈઓનો રિપોર્ટ જણાવે છે કે, જ્યાં એક બાજું લાઈફ ઈશ્યોરન્સ અને જનરલ ઈશ્યોરન્સમાં ફરિયાદ ઓછી છે. તેમજ હેલ્થ ઈશ્યોરન્સની ફરિયાદમાં 21 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. તેમાંથી મોટાભાગની ફરિયાદો (26,064) ખાનગી ક્ષેત્રની વીમા કંપનીઓ વિરુદ્ધ છે, જ્યારે સરકારી કંપનીઓ (5,298) સામેનો આંકડો ઘણો ઓછો છે.
વીમા લોકપાલનો આ રિપોર્ટ એવા દરેક વ્યક્તિ માટે આંખ ખોલનારી છે. જે હેલ્થ ઈન્શોયરન્સ ખરીદવાનું વિચારી રહ્યા છે અથવા પહેલેથી જ ખરીદી ચૂક્યા છે. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે, વ્યક્તિએ ફક્ત મોટા નામો અથવા આકર્ષક જાહેરાતો પર ધ્યાન આપવું જોઈએ નહીં, પરંતુ કોઈપણ કંપનીની પોલિસી ખરીદતા પહેલા તેના ક્લેમ સેટલમેન્ટ રેકોર્ડ અને ફરિયાદોની સંખ્યા પણ તપાસવી જોઈએ. યાદ રાખો માત્ર એક જાગૃત ગ્રાહક જ તેના અધિકારોનું રક્ષણ કરી શકે છે.
