AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પીળા દાંતથી મેળવવો છે છુટકારો? આ રહ્યા સરળ ઘરેલું ઉપાય, દાંત ચમકશે ચાંદીની જેમ

HEALTH TIPS : એવા ઘણા લોકો છે જેમને દાંત પીળા પડી ગયાની સમસ્યા છે. લોકો ઘણીવાર ફરિયાદ કરે છે કે આટલા મોંઘા ટૂથપેસ્ટનો ઉપયોગ કરવા છતાં તેમના દાંત સફેદ અને ચમકદાર નથી થતા.

પીળા દાંતથી મેળવવો છે છુટકારો? આ રહ્યા સરળ ઘરેલું ઉપાય, દાંત ચમકશે ચાંદીની જેમ
Teeth (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 6:37 AM
Share

HEALTH TIPS : એવા ઘણા લોકો છે જેમને દાંતમાં પીળાપણાંની (Yellow Teeth) સમસ્યા હોય છે. લોકો ઘણીવાર ફરિયાદ કરે છે કે આટલા મોંઘા ટૂથપેસ્ટનો ઉપયોગ કરવા છતાં તેમના દાંત સફેદ અને ચમકદાર નથી થતા. જો તમને પણ આ પ્રકારની સમસ્યાથી પીડાઈ (Teeth Problems) રહ્યાં છો તો તમારા પીળા દાંતને સફેદ કરવા માટેના કેટલાક ઘરેલું નુસખા ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. તો આજે અમે તમને દાંત માટે આ ઘરેલુ ઉપાય જણાવી રહ્યાં છીએ જે દાંતનું પીળાપણું દૂર કરી સફેદ અને ચમકદાર બનાવશે અને સાથે જ મોઢાની દુર્ગંધ પણ દૂર કરશે.

1. તમારા દાંતને ચમકદાર બનાવવા માટે એક ચમચી ખાવાનો સોડા, એક ચમચી મીઠું અને એક ચમચી ફટકડી પાવડર લઈને ત્રણેય મિક્સ કરો અને આ મિશ્રણથી દરરોજ તમારા દાંત સાફ કરો.

2. બેકિંગ સોડામાં લીંબુનો તાજો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો. એક વખત દાંતને ટિશ્યુ પેપરથી સારી રીતે ઘસીને સાફ કરો, ત્યારબાદ બ્રશની મદદથી દાંત પર આ પેસ્ટને લગાવો.

3. સરસવના તેલમાં મીઠું ભેળવીને સવાર-સાંજ તેનો ઉપયોગ કરવાથી દાંતના દુખાવાથી અને પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યામાં રાહત મળે છે. તમારા દાંતને ચમકદાર બનાવે છે.

4. સવારે તમારા દાંત સાફ કરતા પહેલાં એક ચમચી નાળિયેર તેલ દાંતની આસપાસ ખૂબ સારી લગાવો અને 15 મિનિટ પછી નવશેકા પાણીથી કોગળા. આ પ્રક્રિયા અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરો. આનાથી તમારા દાંત એકદમ સફેદ થઈ જશે.

5. સવારે બ્રશ કર્યા પછી સફરજનના વિનેગર સાથે સમાન પ્રમાણમાં પાણી લઈ કોગળા કરવાથી મોઢાની દુર્ગંધની સમસ્યા દૂર થાય છે. ખાસ ધ્યાનમાં રાખો કે અઠવાડિયામાં બે થી વધુ વાર આનો ઉપયોગ ન કરવો.

6. એક ચમચી હળદરમાં 2-3 ટીપા પીપરમન્ટ તેલ નાખો અને એક ચમચી નાળિયેર તેલ નાખી મિશ્રણ બનાવો. આ મિશ્રણથી દાંત સાફ કરો. દાંતનું પીળાપણું દૂર થશે અને બેક્ટેરિયા મારી જશે.

8. તમારા દાંત પર એલોવેરાનો તાજો રસ અથવા એલોવેરા જેલ લગાવ્યાં પછી બ્રશથી મસાજ કરો અને કોગળા કરો. થોડા અઠવાડિયામાં તમારા દાંત ચમકદાર બની જશે.

આ પણ વાંચો: FOOD: ગોળ-મગફળીની ચિક્કી શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખશે, આ રીતે ઘરે તૈયાર કરો

આ પણ વાંચો: Health Tips: સુખી લગ્ન જીવન માટે માત્ર કુંડળી જ નહીં, પરંતુ અચૂક જુઓ આ 5 મેડિકલ ટેસ્ટ રિપોર્ટ

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

g clip-path="url(#clip0_868_265)">