Healthy Summer Drinks: ઉનાળામાં પીવો આ હેલ્ધી ડ્રિંક્સ, હિટસ્ટ્રોકથી બચવામાં મળશે મદદ
Healthy Summer Drinks: ઉનાળામાં હિટસ્ટ્રોકથી બચવા માટે તમે ડાયટમાં ઘણા પ્રકારના હેલ્ધી ડ્રિંક્સનો સમાવેશ કરી શકો છો. આ તમને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરશે. આવો જાણીએ કે તમે કયા દેશી ડ્રિંકને ડાયટમાં સામેલ કરી શકો છો.
ગરમી (Summer) આપણા સ્વાસ્થ્યની સાથે સાથે આપણી ત્વચા માટે પણ હાનિકારક છે. ગરમીથી પોતાને બચાવવા માટે આપણે સાવચેતી રાખવી જોઈએ. હિટસ્ટ્રોકથી બચવા માટે ઘરની બહાર વધુ ન નીકળવાની, ચંપલ કે જૂતા વગર ના ફરવું, બાળકોને વધારે બહાર ન મોકલવા અને આરોગ્યપ્રદ આહાર લેવાની સલાહ આપવામાં આવે છે. ગરમીથી બચવા માટે આ બાબતોનું ધ્યાન રાખો. દરેક સમયે હાઈડ્રેટેડ રહો. શરીરને ઠંડુ પાડતા હેલ્ધી ડ્રિંક્સનું નિયમિત સેવન કરો (Healthy Summer Drinks). આ તમને સ્વસ્થ રાખવામાં અને હીટ સ્ટ્રોકથી બચાવવામાં પણ મદદ કરશે. આ તમને હાઈડ્રેટેડ રહેવામાં મદદ કરશે.
છાશ
ઉનાળામાં હાઈડ્રેટેડ રાખવા માટે છાશ એ એક શ્રેષ્ઠ આરોગ્યપ્રદ પીણું છે. તેમાં લેક્ટિક એસિડ હોય છે. તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તે તમારા હાડકાંને મજબૂત રાખે છે. તેમાં રહેલા સારા બેક્ટેરિયા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. આ એક પરંપરાગત પીણું છે. ડિહાઈડ્રેશનથી બચવા માટે તમે તેનું નિયમિત સેવન કરી શકો છો.
નાળિયેર પાણી
એક ગ્લાસ નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નારિયેળ પાણી શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. તેનાથી થાક દૂર થાય છે. તે હૃદયને સ્વસ્થ રાખે છે. તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ મિનરલ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. નારિયેળ પાણી તમારી કિડની માટે ફાયદાકારક છે. તે કિડનીની પથરીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
લીંબુ પાણી
લીંબુપાણી એ ઉનાળા દરમિયાન પીવામાં આવતું લોકપ્રિય આરોગ્યપ્રદ પીણું છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે હૃદય રોગ, ડાયાબિટીસ, સ્થૂળતા અને કેન્સર સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. તે ફ્લેવોનોઈડ્સનો ઉત્તમ સ્ત્રોત છે. તેનાથી સંધિવાની સમસ્યા દૂર થાય છે. તે શરીરની બળતરા ઘટાડવામાં મદદ કરે છે. લીંબુમાં સાઈટ્રેટ હોય છે જે કિડનીમાં પથરી બનતા અટકાવે છે. લીંબુ પાણીનું નિયમિત સેવન વજન ઘટાડવા, માનસિક સ્વાસ્થ્ય અને પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
સત્તુ
ઉનાળાની ઋતુમાં સેવન કરવા માટે સત્તુ એક ઉત્તમ પીણું છે. સત્તુ તમને ગરમીથી બચાવે છે. તે શરીરને ઠંડુ રાખે છે. આ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. તેનાથી પેટની સમસ્યાઓથી પણ છુટકારો મળી શકે છે. આ સાથે સત્તુ તમારા પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
નોંધ: આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી