AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Cooking Oils: શરીરને સ્વસ્થ રાખવા માટે રસોઈમાં ક્યાં તેલનો ઉપયોગ કરવો? જાણો

રસોઈમાં તેલનો ઘણો ઉપયોગ થાય છે. આપણું સ્વાસ્થ્ય આપણે ખોરાકમાં કયા પ્રકારના તેલનો ઉપયોગ કરીએ છીએ, તેના પર ઘણી હદ સુધી આધાર રાખે છે. માત્ર તેલનો પ્રકાર જ નહીં, પરંતુ તેની માત્રા અને ઉપયોગની પદ્ધતિ પણ સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે.આવો જાણીએ ક્યું તેલ તમારા માટે ફાયદાકારક છે.

Healthy Cooking Oils: શરીરને સ્વસ્થ રાખવા માટે રસોઈમાં ક્યાં તેલનો ઉપયોગ કરવો? જાણો
Healthy Cooking Oils
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 6:21 PM
Share

સરસવના તેલ સિવાય, ઓલિવ ઓઇલ, નારિયેળ ઓઇલ અને એવોકાડો ઓઇલ જેવા ઘણા ઓઇલનો ઉપયોગ રસોઈમાં થાય છે. જો કે, આ બધા તેલમાં અલગ-અલગ ગુણધર્મો છે. કયું તેલ સ્વાસ્થ્ય માટે સારું છે અને કયું ખરાબ છે. ચાલો તેના વિશે જાણીએ.

ઓલિવ ઓઈલ (એક્સ્ટ્રા વર્જિન) – રસોઈ નિષ્ણાતો ઓલિવ ઓઈલમાં રસોઇને સૌથી હેલ્ધી માને છે, ખાસ કરીને એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલમાં રસોઈ કરવી સારી છે કારણ કે તે સંપૂર્ણપણે શુદ્ધ છે. એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ પ્રોસેસિંગ અને રિફાઈન્ડ થતું નથી જેના કારણે તેની ગુણવત્તા ઘણી સારી હોય છે. તેમાં સારી માત્રામાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ અને થોડી માત્રામાં પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે જે હૃદય માટે સારું છે. ઓલિવ ઓઇલમાં ધીમી આંચ પર રસોઈ કરવામાં આવે છે.

આ પણ વાંચો :સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે Green Olives, ડાયટમાં જરૂર કરો સામેલ

નારિયેળ તેલ- નાળિયેર તેલમાં ઉચ્ચ સંતૃપ્ત ચરબી જોવા મળે છે,સંતૃપ્ત ચરબી સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી, પરંતુ કેટલાક નિષ્ણાતો માને છે કે ઓછી માત્રામાં અને આરોગ્યપ્રદ વસ્તુઓમાં તેનો ઉપયોગ કરીને કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે.

સનફ્લાવર ઓઇલ- સૂર્યમુખીના તેલમાં વિટામીન E ભરપૂર માત્રામાં જોવા મળે છે. એક ચમચી સૂર્યમુખી તેલમાં 28 ટકા વિટામિન E હોય છે. એમાં સ્વાદ નથી એટલે એમાં પકાવેલા ખોરાકમાં તેલનો સ્વાદ નથી. આ તેલમાં ઓમેગા-6 ફેટી એસિડ વધુ હોય છે. ઓમેગા-6 ફેટી એસિડ્સ શરીર માટે જરૂરી છે, પરંતુ વધુ પડતા ઉપયોગથી શરીરમાં બળતરા થઈ શકે છે. જો તમે સૂર્યમુખી તેલમાં રાંધો છો, તો તેને તમારા આહારમાં ઓમેગા -3 સાથે સંતુલિત કરો.

વેજીટેબલ ઓઈલ- વેજીટેબલ ઓઈલ એટલે કોઈ પણ તેલ જે છોડ દ્વારા મેળવવામાં આવે છે. વનસ્પતિ તેલના ફાયદા તે કયા પ્રકારની રસોઈ માટે ઉપયોગમાં લેવાય છે તેના પર આધાર રાખે છે. હોવર્ડના મતે વનસ્પતિ તેલને પ્રોસેસ અને રિફાઈન્ડ કરવામાં આવે છે તેથી તેનો સ્વાદ અને પોષણ ઓછું હોય છે. તે શરીરમાં સારા અને ખરાબ કોલેસ્ટ્રોલ વચ્ચે સંતુલન જાળવી રાખે છે, પરંતુ વધુ પડતું સેવન શરીરને નુકસાન પહોંચાડે છે.

એવોકાડો ઓઇલ- એવોકાડો તેલ ખૂબ જ આરોગ્યપ્રદ માનવામાં આવે છે.તેનો સ્વાદ ઘણો ઓછો હોય છે. એવોકાડોની જેમ તેનું તેલ પણ ક્રીમી(ઘાટું) હોય છે. એવોકાડો તેલમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ, પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ અને વિટામિન ઇ જોવા મળે છે.

મગફળીનું તેલ- મગફળીના તેલમાં રાંધવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે સ્વાદમાં પણ ખૂબ સારું છે. મગફળીના તેલની ઘણી જાતો છે. તેમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ ખૂબ વધારે હોય છે. સ્વાદની સાથે તેની સુગંધ પણ ખૂબ જ સારી હોય છે.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">