AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે Green Olives, ડાયટમાં જરૂર કરો સામેલ

ઓલિવ અથવા તો જૈતૂન 2 પ્રકારના રંગમાં હોય છે. એક કાળા અને એક ગ્રીન. ગ્રીન ઓલીવ (Green Olives) સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે Green Olives, ડાયટમાં જરૂર કરો સામેલ
Green Olives
Charmi Katira
| Edited By: | Updated on: Mar 12, 2021 | 7:27 PM
Share

આપણે સૌએ ઓલિવ ઓઇલનો ઉપયોગ કોઈને કોઈ રીતે કરવો જોઈએ. કયારેક વાળની ખુબસરતી નિખારવા માટે તો કયારેક ત્વચાને ગ્લોઈંગ કરવા માટે જૈતૂનનું તેલ ઓલિવ નામના ફળથી મળે છે. ઓલિવ અથવા તો જૈતૂન 2 પ્રકારના રંગમાં હોય છે. એક કાળા અને એક ગ્રીન. ગ્રીન ઓલીવ (Green Olives) સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આંખનું તેજ વધારવા અને હાડકાને મજબૂત બનાવવા સુધી સ્વાસ્થ્યથી જોડાયેલી ઘણી સમસ્યા માટે ગ્રીન ઓલિવ ઔષધિ તરીકે કામ કરે છે. આવો જાણીએ ગ્રીન ઓલિવના (Green Olives) ફાયદા.

હાર્ટને રાખે છે સ્વસ્થ ઓક્સિડેટીવ તણાવ તમારા હાર્ટને નુકસાન પહોંચાડે છે. તે તણાવની વધુ માત્રા કોલેસ્ટ્રોલનું ઓક્સીકરણ થાય છે. જેનાથી હાર્ટ એટેક આવે છે. પરંતુ ગ્રીન ઓલિવમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને હાર્ટને સ્વસ્થ રાખે છે. લીલી ઓલિવમાં ગુડ ફેટ હોય છે. ઓલિવમાં રહેલ ઓલિક એસિડ બળતરા ઘટાડે છે અને હૃદય રોગનું જોખમ પણ ઘટાડે છે.

વજન કંટ્રોલમાં કરે છે ગ્રીન ઓલિવ મોનોનસેચ્યુરેટેડ ફેટી એસિડથી ભરપૂર છે. જે મોટાપાનું જોખમ ઘટાડે છે. આ ફેટી એસિડ્સ સારા કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધારે છે અને કેલરી બર્ન કરવામાં પણ મદદ કરે છે. તેઓ શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ બરાબર રાખે છે. ગ્રીન ઓલિવનું નિયમિત સેવન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે.

હાડકાને કરે છે મજબૂત ઓલિવ અને તેના પોલિફેનોલ્સ વૃદ્ધોમાં હાડકાના નુકસાનને રોકવામાં મદદ કરી શકે છે. પોલિફેનોલ્સ ઓસ્ટીયોબ્લાસ્ટની સંખ્યામાં વધારો કરવાનું કામ કરે છે. સ્વાસ્થ્યને સુધારો કરે છે. લીલા ઓલિવમાં રહેલ એન્ટી ઓક્સીડન્ટ પણ હાડકાંને નષ્ટ થવામાં રોકે છે. ઓસ્ટિઓપોરોસિસના લક્ષણો અને હાડકાઓની રચના અને જાળવણીમાં અસરકારક ઉપાય તરીકે કામ કરે છે.

મગજમાં થાય છે સુધારો મગજ મોટા ભાગે ફેટી એસિડ્સથી બનેલું છે. ગ્રીન ઓલિવમાં હાજર મોનોસસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ મેમરીને સાચવવા અને ફોકસ સુધારવામાં મદદ કરે છે. ઓલિવનું સેવન મેમરી લોસની સમસ્યાને ઘટાડીને મેમરી વધારવામાં મદદ કરે છે.

આંખની રોશની વધારે છે એન્ટીઓક્સીડન્ટ જેવા કે લ્યુટિન અને જેકસૈથીન રેટિના અને મેક્યુલાથી આંખોની ઘણી બીમારીથી રક્ષણ કરે છે. વિટામિન એ બીજું પોષક તત્વો છે જે સ્વસ્થ આંખો માટે મહત્વપૂર્ણ છે અને તે ગ્રીન ઓલિવમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે. આંખની રોશની વધારવા માટે તમારા આહારમાં ઓલિવનો સમાવેશ કરો.

પાચનમાં સુધારો લીલા ઓલિવમાં પ્રોબાયોટિક ક્ષમતાઓ હોય છે, જે તેમને પાચનને યોગ્ય રાખવા માટે વધુ મહત્વપૂર્ણ બનાવે છે. ઓલિવમાં ફિનોલિક તત્વો એચ પાયલોરીના વિકાસને અટકાવી શકે છે, જે પેટના ફૂલેલાનું કારણ બને છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">