AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health : લીવરની વધતી સાઈઝ એટલે કે ફેટી લીવરની પરિસ્થિતિમાં શું કરશો ઉપાય ?

ફેટી લિવરના કિસ્સામાં, આરોગ્ય નિષ્ણાતો અમને એવા ખોરાક ખાવાની સલાહ આપે છે, જેમાં ઓમેગા 3 ફેટી એસિડ્સ ભરપૂર હોય. આ સ્થિતિમાં તમારે અખરોટ, સ્પ્રાઉટ્સ, સોયાબીન, ફ્લેક્સસીડ, સ્ટ્રોબેરી, બ્રોકોલી, રાસબેરી જેવા ખોરાકનું સેવન કરવું જોઈએ.

Health : લીવરની વધતી સાઈઝ એટલે કે ફેટી લીવરની પરિસ્થિતિમાં શું કરશો ઉપાય ?
Fatty Liver
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 8:01 AM
Share

ફેટી લીવરની (Fatty Liver )સ્થિતિ વિશે તમે શું જાણો છો? જે આ સ્થિતિથી પીડાય છે તે જ તેના વિશે જાણે છે. વાસ્તવમાં, આ સ્થિતિમાં, તમારું લીવર સામાન્ય કદ(Normal Size ) કરતાં વધુ મોટું થાય છે, જેના કારણે તમારા આહારને અસર થાય છે કારણ કે તમે જે પણ ખાઓ છો, તેને પચાવવાનું(Digestion ) મુશ્કેલ બની જાય છે. આ સ્થિતિમાં, ડૉક્ટર ઘણીવાર ડેરી ઉત્પાદનોના સેવનને ટાળવાની સલાહ આપે છે.

પરંતુ ઘણી બધી વસ્તુઓ છે જેને ટાળવાની જરૂર છે. આ લેખમાં, અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જે ફેટી લિવરની સ્થિતિમાં ખાવું તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે અને આ સ્થિતિનો સામનો કરવા માટે તમારી પાસે કયા વિકલ્પો ઉપલબ્ધ છે. આવો જાણીએ તેમના વિશે.

તેને કેવી રીતે નિયંત્રિત કરી શકાય ફેટી લીવર એક એવી સ્થિતિ છે જે દવાથી સંપૂર્ણપણે મટાડી શકાતી નથી. આ પરિસ્થિતિ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે, તેથી આ સમસ્યાને વધતી અટકાવવા માટે તમારે આ ઉપાયો અપનાવવા જોઈએ.

1- સ્થૂળતા નિયંત્રણ.

2- આલ્કોહોલનું સેવન મર્યાદિત કરવું.

3-ફેટી વસ્તુઓનું સેવન મર્યાદિત કરવું.

કયો ખોરાક ખાવો અને ફેટી લિવરથી કેવી રીતે બચવું ફેટી લિવરના કિસ્સામાં, આરોગ્ય નિષ્ણાતો અમને એવા ખોરાક ખાવાની સલાહ આપે છે, જેમાં ઓમેગા 3 ફેટી એસિડ્સ ભરપૂર હોય. આ સ્થિતિમાં તમારે અખરોટ, સ્પ્રાઉટ્સ, સોયાબીન, ફ્લેક્સસીડ, સ્ટ્રોબેરી, બ્રોકોલી, રાસબેરી જેવા ખોરાકનું સેવન કરવું જોઈએ. ફેટી લિવરને રિપેર કરવા માટે બેરિયાટ્રિક સર્જરી કરવામાં આવે છે, જે લિવરને થયેલા નુકસાનની ભરપાઈ કરે છે.

1. ફેટી લીવરના કિસ્સામાં, એક ચમચી ફ્લેક્સ સીડ પાવડરનું નિયમિત સેવન તમારા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં ફેટી એસિડ હોય છે, જે આપણા લીવર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

2.આ સિવાય સ્થૂળતા ઘટાડવા માટે કસરત અને ઓછી ચરબીવાળો ખોરાક લેવો જોઈએ.

3. લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રિત કરવા માટે તમારે દવા લેવી જોઈએ.

4. બેરિયાટ્રિક સર્જરી ફેટી લીવર માટે ફાયદાકારક હોઈ શકે છે પરંતુ આ સર્જરી માત્ર નોન-આલ્કોહોલિક ફેટી લીવરમાં જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પ્રકારની સર્જરી કરવાથી મેદસ્વિતા પણ ઓછી થવા લાગે છે અને મેદસ્વિતા ફેટી લીવરનું મુખ્ય કારણ છે.

5. લીવર ટ્રાન્સપ્લાન્ટેશન પણ ફેટી લીવરનો વિકલ્પ બની શકે છે.

લીવરની સાઈઝ વધવા પર તાત્કાલિક શરૂ કરી દો આ વસ્તુઓનું સેવન.

આ પણ વાંચો: Health : આજે જ બદલી નાખો તમારી પાંચ ખરાબ આદત કે જે બનાવે છે તમારા હાડકાને કમજોર

આ પણ વાંચો: Lifestyle : શરીરમાં જયારે હોય આ પાંચ સમસ્યાઓ, ત્યારે આ તેલનો મસાજ સાબિત થશે ચમત્કાર

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">