AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Wealth: પાચનક્રિયાને સારી રાખવા માટે આટલી વાતોનું રાખો ધ્યાન-Watch Video

આપણે ઘણીવાર બીજી લોકોને કહેતા સાંભળતા હોય છીએ કે પાચન બરાબર નથી થતું. પેટમાં દુખ્યા કરે છે. કબજીયાતની સમસ્યા રહ્યા કરે છે. ખાવાનું બરાબર પચતું નથી. જો તમે તમારા રોજિંદા આહારમાં હેલ્ધી ફૂડ આદતોનું પાલન કરો છો, તો તમને ક્યારેય પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. જો આપણે આપણી લાઈફસ્ટાઈલ અને ખાવાની આદતોમાં થોડો બદલાવ લાવીએ તો લાંબા ગાળે આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકીએ છીએ. તો ચાલો જાણીએ આવી જ કેટલીક આદતો વિશે જેને અપનાવીને તમે પાચન સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

Health Wealth: પાચનક્રિયાને સારી રાખવા માટે આટલી વાતોનું રાખો ધ્યાન-Watch Video
Digestive system
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2023 | 8:48 AM
Share

કેટલીકવાર અપચોની સમસ્યા સામાન્ય હોય છે, જે જાતે જ ઠીક થઈ જતી હોય છે. તેને ઘરેલું ઉપચારની મદદથી પણ સરળતાથી દૂર કરી શકાય છે. પરંતુ ક્યારેક આ સમસ્યાઓ સતત થવા લાગે છે ત્યારે સમસ્યાઓ ઉભી થાય છે. પાચનની સમસ્યાઓ એટલે કે ગેસ, પેટમાં દુખાવો, પેટનું ફૂલવું, કબજિયાત, ઝાડા, ઉબકા વગેરે આપણી દિનચર્યાને ઘણી અસર કરે છે.

જો આપણે આપણી લાઈફસ્ટાઈલ અને ખાવાની આદતોમાં થોડો બદલાવ લાવીએ તો લાંબા ગાળે આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકીએ છીએ. તો ચાલો જાણીએ આવી જ કેટલીક આદતો વિશે જેને અપનાવીને તમે પાચન સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો.

(Credit Source : Tv 9 digital)

પાચનતંત્રને સ્ટ્રોંગ બનાવવાના ઉપાયો

  • વધારે ફાઈબર વાળો ખોરાક ખાવાનું રાખવું

પાચન તંત્ર માટે ફાઇબર ખૂબ જ જરૂરી છે. આખા અનાજ, શાકભાજી, ફળો વગેરેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. આ ખોરાકને તમે પાચન સુધારવા માટે આહારમાં સામેલ કરી શકો છો. તમને જણાવી દઈએ કે ફાઈબર ડાયટ ખોરાકને પાચન તંત્ર દ્વારા ખસેડવામાં મદદ કરે છે, જેનાથી કબજિયાતની સમસ્યાથી બચી શકાય છે.

  • ઓવર ઈટિંગ

જે લોકો વારંવાર ખાતા હોય છે તેને આ ઓવરઈટિંગથી બચવું જોઈએ. પાચનતંત્રને આ ટેવ પણ બહુ જ ઇફેક્ટ કરે છે. જે જઠરને ઓવરલોડ કરે છે અને પચવાની સિસ્ટમ બગડે છે.

  • સમયસર જમવું જરૂરી છે

જો તમે અનિયમિત સમયે ખાતા રહો છો, વારંવાર ખાવાની ટેવ છે તો પાચનની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં દરરોજ લગભગ એક સરખા સમયના અંતરે નાસ્તો, લંચ અને ડિનર લો. દિવસમાં 2 વાર નાસ્તો તેમજ 3 વાર જમવું જોઈએ.

  • દિવસમાં 3 લિટર પાણી પીવું

આખા દિવસમાં 3 લિટર પાણી પીવું પાચન માટે જરૂરી છે. ડાયજેશન સિસ્ટમ ક્લીન રહે છે. પાણી ખાવાની સાથે ન પીવું અને જમ્યા પછી પાણી ન પીવું જોઈએ.

  • આ વસ્તુઓને કહો બાય-બાય

પ્રોસેસ્ડ ખોરાક, મસાલેદાર ખોરાક, તળેલા ખોરાક, સાઇટ્રિક ખોરાક, ફ્રુક્ટોઝ, આલ્કોહોલ અને કેફીનથી વસ્તુઓથી દૂર રહો. આ પાચનને અસર કરવા ટ્રિગર તરીકે કામ કરે છે.

(Desclaimer : આ સલાહ સહિત આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. TV 9 gujarati આ માહિતી માટે જવાબદાર નથી.)

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">