હેલ્થ વેલ્થ : તમારા ચહેરા પર દેખાતા આ 7 લક્ષણોથી જાણી શકશો કે કેવું છે તમારું સ્વાસ્થ્ય, જુઓ વીડિયો
તમારા ચહેરા પરના લક્ષણો જે તમારા સ્વાસ્થ્ય વિશે કેટલાક જરૂરી સંકેતો આપે છે. જો તમને પણ ચહેરા પર આ પ્રકારના વિવિધ લક્ષણો દેખાય છે, તો તમારે ભૂલથી પણ તેમને અવગણવા ન જોઈએ. કારણ કે આ લક્ષણો કોઈ પણ વ્યક્તિના આંતરિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું છે. કારણ કે જ્યારે આપણું શરીર આંતરિક રીતે કોઈ સમસ્યાથી પીડાય રહ્યું હોય ત્યારે તેની સીધી અસર આપણા ચહેરા પર જોવા મળતી હોય છે.

હાલના સમયમાં તમામ લોકો ગ્લોઇંગ ત્વચા રાખવા ઇચ્છતા હોય છે. પરંતુ આ દિવસોમાં પ્રદૂષણ, ધૂળ અને સૂર્યના હાનિકારક કિરણો ત્વચાની કુદરતી ચમક છીનવી લે છે. આ જ સમયે, ત્વચાની પૂરતી કાળજી નહીં લેવાતી હોવાને કારણે વ્યક્તિને ત્વચા સંબંધિત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આ બધાને કારણે લોકોને ચહેરા પર પિમ્પલ્સ, ડાર્ક સ્પોટ્સ, ડેડ સ્કિન, ટેનિંગ જેવી અનેક સમસ્યાઓ જોવા મળે છે. પરંતુ તમારે એ જાણવું પણ જરૂરી છે કે ત્વચા સંબંધિત સમસ્યાઓ હંમેશા ઉપર જણાવેલ પરિબળોને કારણે થતી નથી. કેટલાક કિસ્સાઓમાં, તે શરીરમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાને કારણે પણ હોઈ શકે છે.
જ્યારે આપણું શરીર આંતરિક રીતે કોઈ સમસ્યાથી પીડાય રહ્યું હોય ત્યારે તેની સીધી અસર આપણી સ્કીન પર જોવા મળતી હોય છે. આપણી ત્વચા આપણને ઘણા ચિહ્નો અને લક્ષણો જણાવે છે કે જે આપણા શરીરમાં કંઈક ખોટું થઈ રહ્યું હોવાનું દર્શાવે છે.
ડાયટિશિયન એક્સપર્ટ દ્વારા જણાવ્યા અનુસાર ત્વચા પર દેખાતા 7 એવા લક્ષણો જે શરીરમાં કેટલીક સમસ્યાઓની નિશાની હોઈ શકે છે. તેમના મતે, “તમારો ચહેરો તમારા સ્વાસ્થ્ય વિશે ઘણું બધું કહી જાય છે. તેથી ત્વચા પર દેખાતી પરિસ્થિતિઓને ક્યારેય અવગણવી નહીં કારણ કે તે શરીરમાં ગંભીર બીમારીના સંકેત પણ હોઈ શકે છે.
ચહેરા પર દેખાતા આ 7 ચિહ્નો તમારા સ્વાસ્થ્ય વિશે આપે છે સંકેત
આંખોમાં સોજા આવવા : કોઈ પણ વ્યક્તિની આંખોની નીચેના ભાગે વોટર રિટેશન અને હોર્મોનલ અસંતુલન અંગે સાઇન આપે છે. તેને સુધારવા માટે તમે લેમનગ્રીસ ટી નું સેવન કરી શકયા છે. જેના થી પ્રકૃતિક રીતે આ સમસ્યામાંથી રાહત મળે છે. જે શરીરમાંથી વધારાનું પ્રવાહી દૂર કરવામાં મદદ કરે છે.
સ્કિન ટેગ: આ લક્ષણ શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ દર્શાવે છે. તેને સુધારવા માટે તમે મેથીના દાણાનું પાણી અથવા ચા તમારા આહારમાં લઈ શકો છો. આ ઇન્સ્યુલિન સેન્સિટિવિટીમાં સુધારો કરે છે અને બ્લડ સુગરને લેવલમાં રાખે છે.
ડાર્ક સર્કલ: આંખોની નીચેના ડાર્ક સર્કલ આયર્નની ઉણપનો સંકેત દર્શાવે છે. આયર્નની ઉણપને કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય થતું નથી. જેને સુધારવા માટે તમારે તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તેમાં આયર્ન અને ફોલેટ પૂર્ણ માત્રામાં હોય છે.
ડ્રાઈનેસ : આ સમસ્યા તમારા શરીરમાં આવશ્યક ચરબીની ઉણપ દર્શાવે છે. જોકે આ સમસ્યા થી રાહત મેળવવા અળસીના બીજને પાણીમાં પલાળીને પીવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે, કારણ કે તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે ત્વચાને અંદરથી હાઈડ્રેટ કરે છે.
સ્ત્રીઓના ચહેરા પર આવતા વાળ : મહિલાઓના શરીર પર આ હોર્મોનલ અસંતુલન અને PCOD નો સંકેત હોઈ શકે છે. તેને ઠીક કરવા માટે, દરરોજ 1-2 કપ ફુદીનાની ચા પીવી જોઈએ કારણ કે તે વધારાના એન્ડ્રોજનને ઘટાડે છે.
આ પણ વાંચો : હેલ્થ વેલ્થ : બંધ નાકને કારણે શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ, અપનાવો આ ઉપાય મિનિટોમાં મળશે રાહત
આઇબ્રો આછી થવી : થાઇરોઇડ ફંક્શન અસરગ્રસ્ત થવાને કારણે આ પ્રકારની સમસ્યા માનવીના શરીરમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં ધાણાના બીજની ચાનું સેવન કરવૌ ફાયદાકારક રહે છે, કારણ કે તેનાથી સોજો ઓછો થાય છે.
પિગમેન્ટેશન: શરીરમાં આ સ્થિતિ વિટામીન B12 ની ઉણપને કારણે જોવા મળે છે. આને દૂર કરવા માટે, તમારા આહારમાં વિટામિન B12 થી ભરપૂર ખોરાક જેમ કે દૂધ, પાલક, મશરૂમ વગેરેનો સમાવેશ તાત્કાલિક કરવો જરૂરી બને છે.
(Desclaimer : અહીં આપવામાં આવેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી)
હેલ્થ અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
