AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: પેટ સહિતના અનેક રોગની સમસ્યામાં ઉપયોગી છે લીંબુ, જાણો લીંબુના અઢળક ફાયદા

લીંબુ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તે પેટના જુદા જુદા રોગને ટાળવા મદદરૂપ થાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલ સ્તરને પણ નીચે રાખવામાં તે મહત્વની ભૂમિકા ભજવે છે.

Health Tips: પેટ સહિતના અનેક રોગની સમસ્યામાં ઉપયોગી છે લીંબુ, જાણો લીંબુના અઢળક ફાયદા
Lemon
Parul Mahadik
| Edited By: | Updated on: May 27, 2021 | 1:53 PM
Share

લીંબુ (Lemon) શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તે પેટના જુદા જુદા રોગને ટાળવા મદદરૂપ થાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલ સ્તરને પણ નીચે રાખવામાં તે મહત્વની ભૂમિકા ભજવે છે. વિટામિન (Vitamin) એ, બી અને સીથી ભરપૂર લીંબૂ પેટ સાથે જોડાયેલા રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે.

તેમાં રહેલાં પોટેશિયમ, આયર્ન, સોડિયમ, મેગ્નેશિયમ અને વિટામિન સી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. સાથે સાથે એન્ટીઓક્સીડેન્ટનું પણ કામ કરે છે. તે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડી દે છે. રાત્રે ઊંઘતી વખતે લીંબુ પાણી પીવાથી પણ એસીડીટીની સમસ્યા દુર થાય છે.

પેટમાં દુખાવો થવાની સ્થિતિમાં લીંબુના રસમાં આદુ નાખીને પીવાથી રાહત મળે છે. ભોજન બાદ લીંબુ થોડા પ્રમાણમાં લેવાથી પાચન ક્રિયા ખૂબ સારી રહે છે. પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી કિડની, આંતરડા અને ફેફસાની કાર્યક્ષમતામાં વધારો થાય છે. સાથે સાથે પેટની સફાઈ કરવામાં તેની ભૂમિકા રહેલી છે.

લીંબુના રસમાં મીઠું નાખીને પીવાથી પથરી પણ દૂર થાય છે અને એક અભ્યાસમાં દાવો કરવામાં આવી ચૂક્યો છે કે, લીંબુ ખૂબ જ ઉપયોગી છે અને તેના લાભ પણ ખુબ છે.

હવે એક નવા અભ્યાસમાં પણ એ બાબતને સમર્થન મળી ગયું છે કે, લીંબુથી પાચન વ્યવસ્થામાં સુધારો થાય છે. સાથે સાથે પાચન શક્તિને સ્વસ્થ બનાવવામાં પણ લીંબુની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, લીંબુમાં રોગપ્રતિકારક શક્તિ પણ વધારે પ્રમાણમાં હોય છે તેથી ઇન્ફેક્શનની સંભાવના પણ ઘટી જાય છે.

લીંબુમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી વાયરલ તત્ત્વો પણ રહેલાં હોય છે. જેના લીધે ફ્લુ અને શર્દી, ગર્મી જેવી તકલીફથી પણ રાહત મેળવવામાં ફાયદો મળે છે.

લેમન જ્યુસ પીવાની સલાહ તબીબો દ્વારા અભ્યાસના ભાગરૂપે આપવામાં આવે છે. લોહીને સ્વસ્થ બનાવવામાં પણ તેની ભૂમિકા હોવાનો દાવો નવા અભ્યાસમાં કરવામાં આવ્યો છે. શરીરમાંથી ટોક્સિન આ પ્રમાણે દૂર કરવા માટેની ભૂમિકા રહેલી છે.

લીંબુનો ઉપયોગ આધુનિક સમયમાં કોસ્મેટિક ક્ષેત્રમાં પણ કરવામાં આવ્યું છે. તેનો ઉપયોગ એરોમાથેરાપી માટે પણ થવા લાગ્યો છે. ડ્રેસનો ઉપયોગ થાય તે માટે જુદી જુદી સારવાર માટે પણ તેનો ઉપયોગ થવા લાગ્યો છે. હાથ અને પગમાં ઓછા પ્રમાણમાં લીંબુ સાથે સંબંધિત પાણીનો ઉપયોગ કરવામાં આવે તો તેના પણ ફાયદા રહેલા છે.

લીંબુના શ્રેણીબદ્ધ ફાયદા રહેલા છે તે બાબત પહેલા પણ સાબિત થઇ ચૂકી છે અને હવે પણ નવા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવી રહ્યા છે. લીંબુ નિયમિત ઉપયોગ કરવામાં આવે તો કેટલીક બીમારીને સરળતાથી ટાળી શકાય છે જેમાં પથરીના ખતરનાક દુખાવાનો સમાવેશ થાય છે.

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">