Health Tips: વિવિધ વ્યાધિથી બચાવે કાકડી, જાણો આરોગ્યવર્ધક ફાયદાઓ

કાકડીના અનેક ફાયદાઓ રહેલા છે. ત્વચાથી લઈને શરીરના હાડકા મજબૂત બનાવવાનું કામ કાકડી કરે છે.

Health Tips: વિવિધ વ્યાધિથી બચાવે કાકડી, જાણો આરોગ્યવર્ધક ફાયદાઓ
Cucumber
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 6:35 PM

સામાન્ય રીતે કાકડીની (Cucumber) વાત આવે ત્યારે તેની સાથે સેન્ડવીચ યાદ આવી જાય. સેન્ડવીચનો સ્વાદ કાકડી વગર અધૂરો છે. આ ઉપરાંત કાકડી સલાડમાં પણ વધારે માત્રામાં ખાવામાં આવે છે. આપણા વડીલો હંમેશા કહેતા આવ્યા છે કે ઋતુ પ્રમાણે ફળ અને શાકભાજીનું સેવન કરવાથી આરોગ્ય સારું રહે છે. કાકડીમાં પણ વિવિધતા બજારોમાં જોવા મળે છે. જેમ કે લાંબી-પાતળી કાકડી, નાની કાકડી, બીજ વગરની કાકડી, વિદેશી કાકડી જેનો ભાવ સૌથી વધારે હોય છે.

આજે અમે તમને કાકડી ખાવાના આરોગ્યવર્ધક ફાયદાઓ (health benefit )જણાવીશું. જે વાંચીને તમે પણ કાકડી ખાવાનો આગ્રહ રાખશો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

વજન ઘટાડવામાં મદદરૂપ -જેમનું વજન વધારે હોય અથવા વજન ઘટાડવાની ઈચ્છા હોય તેઓએ કાકડીનું સેવન અચૂકથી કરવું જોઈએ. કાકડીમાં પાણીની માત્ર વધુ હોય છે. 100 ગ્રામ કાકડીમાં ફક્ત 15 ગ્રામ કેલેરીનું પ્રમાણ જોવા મળે છે. એટલે ભૂખ લાગે ત્યારે કાકડીનું સેવન કરવું જોઈએ.

શરીરને હાઈડ્રેટ રાખે છે -100 ગ્રામ કાકડીમાં 95 ટકા જોવા મળે છે. શરીરને હાઈડ્રેટ રાખવામાં કાકડીનું સેવન ગુણકારી કહી શકાય. તે ડિહાઈડ્રેશનના કારણે થતો માથાનો દુખાવો,પેશાબમાં તકલીફ, સાંધામાં દુખાવો જેવી સમસ્યા દૂર કરે છે.

એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર –કાકડીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ સમાયેલા છે. તે શરીરમાં ફ્રી રેડિકલ્સના પ્રભાવને ઘટાડવામાં મદદ કરે છે. કિડની અને હ્રદયરોગના જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે.

આંખો માટે લાભકારક –કાકડીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ઓક્સિડેટીવ સ્ટ્રેસને ઘટાડવામાં મદદ કરે છે. ઓક્સિડેટીવ સ્ટ્રેસને કારણે આંખનો મેક્યૂલર ડિજનરેશન નામક રોગ થવાનું જોખમ ઘટી જાય છે. કાકડી આસપાસની ત્વચાની ભીનાશ જાળવવામાં મદદ કરે છે.

ચયાપચયની પ્રક્રિયામાં ગુણકારી –કાકડીનું સેવન કરવાથી પાચન સંબંધિત મુશ્કેલીમાંથી છુટકારો મેળવી શકાય છે. કારણ કે કાકડીમાં પાણી અને ફાઈબરની સારી માત્ર સમાયેલી છે.

ત્વચાને ચમકદાર બનાવે છે –કાકડીનો ઉપયોગ સ્વાસ્થ્યની સાથે ત્વચાને ચમકદાર બનાવવા માટે પણ કરવામાં આવે છે. કાકડીના માવાને ચહેરા પર લગાવવાથી ચહેરાની ત્વચા ચમકીલી બને છે. નિસ્તેજ ત્વચા ખીલી ઉઠે છે. ગરમીમાં ત્વચા કાળી પડવી, વય વધવાની સાથે ત્વચાનું મોઈશ્યુરાઈઝર ઘટતા કરચલી પડવી, ખીલની સમસ્યામાં પણ રાહત આપે છે.

હાડકા મજબૂત બનાવે છે કાકડીમાં શર્કરાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. તે હાડકાને મજબૂત બનાવવા તેમજ યાદશકિત વધારવા માટે પણ ઉપયોગી બને છે.

આ પણ વાંચો: અનેક બિમારીમાં કામ આવે છે સરગવાના પાન, ખેડૂતો ખેતી કરીને કમાઈ શકે છે તગડા પૈસા

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">