Health: લાલ કેળા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ, જાણો તેના કેટલા છે ફાયદા

આજે અમે તમને લાલ કેળાના એવા ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પીળા અને લીલા કેળા કરતા પણ તે વધુ રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

Health: લાલ કેળા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ, જાણો તેના કેટલા છે ફાયદા
RED BANANA
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 8:38 PM

સ્વસ્થ આહાર (Healthy eating) તમારી જીવનશૈલીને સારી બનાવી શકે છે. તંદુરસ્ત જીવનશૈલી (Healthy lifestyle)માં ફળોનો વપરાશ શ્રેષ્ઠ છે, જેમાં કેળાનો પણ સમાવેશ થાય છે. પોષણથી ભરપૂર કેળા (Bananas) એ આખી દુનિયામાં ખાવામાં આવતુ ફળ છે. એવું કહેવાય છે કે વિશ્વભરમાં કેળાની 18થી વધુ જાતો છે. જો કે ભારતમાં પીળા અને લીલા રંગના જ કેળા ખાવામાં આવે છે. આજે અમે તમને લાલ કેળાના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

લાલ કેળામાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ હોય છે અને વિટામિન્સ પણ યોગ્ય માત્રામાં મળે છે, જેની મદદથી ઈમ્યુનિટી વધારી શકાય છે. આ કેળું માત્ર ઓસ્ટ્રેલિયામાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ જોવા મળે છે. આ કેળાને રેડ ડાક્કા પણ કહેવામાં આવે છે. જાણો તેના ફાયદા…

રોગપ્રતિકારક શક્તિ

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કોરોના કાળની વચ્ચે, લોકો રોગપ્રતિકારક શક્તિને વધારવા અને મજબૂત કરવા માટે તમામ પ્રકારની પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. જો તમે પણ આવું કરી રહ્યા છો તો લાલ કેળાને પણ ડાયટમાં સામેલ કરો. લાલ કેળામાં રોગપ્રતિકારક શક્તિ વધારતા વિટામિન સી અને વિટામિન બી 6 પુષ્કળ પ્રમાણમાં હોય છે.

ઉર્જા

જો સવારના નાસ્તામાં લાલ કેળાનો સમાવેશ કરવામાં આવે તો તે તમને સ્વસ્થ રાખશે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે. ઉર્જાવાન થવાથી તમે તાજગી અનુભવશો અને દિવસ સારો જશે.

વજન ઘટાડે છે

એવું જોવામાં આવ્યું છે કે સ્થૂળતાને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી રહે છે. લાલ કેળાનું સેવન વજન ઘટાડવા ઉપરાંત તેને જાળવી રાખવામાં મદદ કરે છે. આ કેળું ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગશે નહીં અને તેના કારણે તમે વધુ પડતું ખાવાનું ટાળશો. જો તમે ઓછું ખાશો તો વજન વધવાની સમસ્યા દૂર થઈ જશે.

આંખો માટે ફાયદાકારક

લાલ કેળું આંખોને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. વાસ્તવમાં લ્યુટીન અને બીટા કેરોટીન આંખની સમસ્યાઓ દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ બંને લાલ કેળામાં હોય છે. તેથી આજથી જ તમારા આહારમાં લાલ કેળાનો સમાવેશ કરો.

લાલ બનાના શેક

લાલ બનાના શેક બનાવવા માટે દૂધ, એલચી અને જાયફળનો ઉપયોગ કરો. આ શેકને દરરોજ નહીં તો અઠવાડિયામાં ત્રણ વાર પીવો અને તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો –PHOTOS : કપાળમાં સિંદૂર અને વિક્કી કૌશલનો હાથ પકડીને ચાલતી જોવા મળી કેટરિના કૈફ, હનીમૂન પરથી પરત ફર્યુ કપલ

આ પણ વાંચો –વુહાન લેબમાંથી કોરોના લીક થવાની વાતો હવે કેમ સાચી લાગવા લાગી છે? એક્સપર્ટે કહ્યું- તાઇવાનમાં સામે આવેલા કેસથી શંકા વધી

g clip-path="url(#clip0_868_265)">