વુહાન લેબમાંથી કોરોના લીક થવાની વાતો હવે કેમ સાચી લાગવા લાગી છે? એક્સપર્ટે કહ્યું- તાઇવાનમાં સામે આવેલા કેસથી શંકા વધી
દેશની સૌથી સુરક્ષિત ગણાતી લેબમાં તાઈવાનના એક લેબ વર્કરના કોરોના વાયરસથી સંક્રમિત થવાના કારણે બહુ મોટી થિયરીને જન્મ આપ્યો છે.
દેશની સૌથી સુરક્ષિત ગણાતી લેબમાં તાઈવાનના એક લેબ વર્કરના કોરોના વાયરસથી સંક્રમિત થવાના કારણે બહુ મોટી થિયરીને જન્મ આપ્યો છે. વાસ્તવમાં, નિષ્ણાતોનું કહેવું છે કે, જો આ સંશોધકની લેબમાં કોરોના સંક્રમિત થઈ શકે છે, તો શક્ય છે કે કોવિડ -19 નો વાયરસ વુહાન લેબમાંથી લીક થયો હોય.
જો આ વાત સાચી નીકળશે તો ચીનનો ચહેરો ખુલ્લો પડી જશે. ચીન લાંબા સમયથી કહી રહ્યું છે કે, અહીં તેની વુહાન લેબમાંથી કોરોના વાયરસ લીક થયો નથી. પરંતુ લોકોને આ અંગે શંકા છે.
ગુરુવારે, તાઇવાનમાં એક લેબ વર્કર ડેલ્ટા વેરિઅન્ટથી ચેપ લાગ્યો હતો. આ કર્મચારીને ટેસ્ટ માટે ઉંદરે કરડ્યો હતો, જે કોરોના વાયરસથી સંક્રમિત હતો. રાજધાની તાઈપેઈ સ્થિત એક હાઈ સિક્યોરિટી લેબમાં આ ટેસ્ટ કરવામાં આવી રહ્યો હતો. મહિલા કર્મચારીની ઉંમર આશરે 20 વર્ષની છે અને તેણે રસીના બંને ડોઝ આપ્યા હતા. આ સિવાય મહિલાએ વિદેશ પ્રવાસ પણ કર્યો ન હતો.
આરોગ્ય તપાસકર્તાઓનું માનવું છે કે, તાઈવાની પ્રીમિયર સંસ્થા, એકેડેમિયા સિનિકામાં કામ કરતી વખતે મહિલાને વાયરસનો ચેપ લાગ્યો હતો. જો કે, હજુ સુધી એ પુરી રીતે સાબિત થયું નથી કે, મહિલાને ઉંદરના કરડવાથી ચેપ લાગ્યો છે.
વુહાન લેબમાંથી વાયરસ લીક થયો હોવાની વાત સાચી લાગી રહી છે
અત્રે નોંધનીય બાબત એ છે કે, જો તે સાચું સાબિત થાય કે મહિલાના ચેપમાં ઉંદર સામેલ હતો, તો આનાથી એ વાતને મજબૂતી મળશે કે વૈશ્વિક રોગચાળા પાછળ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીનો હાથ હતો. જ્યાંથી વાયરસ લીક થઈને લોકોમાં પહોંચ્યો હશે. તમને જણાવી દઈએ કે, વુહાન શહેરમાં પણ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ થિંક ટેન્કના ચાઇનીઝ પબ્લિક હેલ્થ એક્સપર્ટ યાનઝોંગ હુઆંગે જણાવ્યું હતું કે, જો લેબ વર્કરને તેના કામના સ્થળે ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થાય છે, તો તે લેબ લીક થિયરીની વિશ્વસનીયતામાં વધારો કરશે.
ઉંદરો પર વાયરસ પરીક્ષણ કરવામાં આવ્યું હતું
વુહાન લેબ શહેરના મીટ બજારથી થોડે દૂર સ્થિત છે જ્યાં પ્રથમ કોરોના દર્દી મળી આવ્યો હતો. કોરોનાવાયરસ નિષ્ણાત અને વુહાન લેબમાં કામ કરતા ઝી ઝેંગલીએ ‘ગેન ઓફ ફંક્શન’ ટેસ્ટમાં ચામાચીડિયા પર વાયરસની અસર ચકાસવા માટે ઉંદરનો ઉપયોગ કર્યો હતો. વિશ્વભરના દેશોમાં આ પ્રકારના ટેસ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે લેબમાંથી વાયરસ લીક થવાનું જોખમ રહેલું છે. આ જ કારણ છે કે, બ્રિટન અને અમેરિકા બંનેના તપાસકર્તાઓએ વારંવાર કહ્યું છે કે લેબ લીક થિયરી શક્ય છે.
આ પણ વાંચો: SBI CBO Recruitment 2021: સરકારી બેંકમાં 1226 જગ્યાઓ માટે કરાશે ભરતી, આ રીતે કરો અરજી