Health : મશરૂમ બનાવે છે ઈમ્યુનિટીને મજબૂત, જાણો તેને ખાવાના અનેક ફાયદા

મશરૂમમાં હાજર સેલેનિયમ અને એર્ગોથિઓનિન નામના તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ સિવાય મશરૂમમાં વિટામીન A, B અને C પણ ભરપૂર માત્રામાં હોય છે, જે રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે.

Health : મશરૂમ બનાવે છે ઈમ્યુનિટીને મજબૂત, જાણો તેને ખાવાના અનેક ફાયદા
Mushroom (File Pic)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 2:39 PM

મશરૂમ (Mushrooms) એક એવી શાકભાજી (Vegetable) છે જે સમગ્ર વિશ્વના લોકોના આહારમાં સ્થાન મેળવે છે. રસોઈમાં વિવિધ પ્રકારના મશરૂમનો ઉપયોગ થાય છે. શાકાહારી અને માંસાહારી બંને આહાર પર લોકો આ શાકભાજીના પોષક તત્વોના ફાયદા મેળવવા માટે તેનું સેવન કરે છે. મશરૂમ જંગલી ફૂગનો એક પ્રકાર છે, પરંતુ તે વનસ્પતિ તરીકે ઓળખાય છે. આ લેખમાં મશરૂમનું સેવન કરવાથી શરીર માટે થતા ફાયદાઓ વિશે વાંચો અને સાથે જ જાણી લો કે કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મશરૂમનું સેવન વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

મશરૂમ નબળી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે મશરૂમ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોવાથી એવું માનવામાં આવે છે કે મશરૂમ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. મશરૂમમાં મળતા એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાયટોકેમિકલ્સ શરીરમાં સોજાને ઘટાડી શકે છે. તેમની બળતરા વિરોધી, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ફંગલ ગુણધર્મો મોસમી રોગો અને ચેપ સામે રક્ષણની દ્રષ્ટિએ ફાયદાકારક માનવામાં આવે છે. મશરૂમમાં હાજર સેલેનિયમ અને એર્ગોથિઓનિન નામના તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ સિવાય મશરૂમમાં વિટામીન A, B અને C પણ ભરપૂર માત્રામાં હોય છે, જે રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે.

કેન્સર સામે રક્ષણ આપે છે મશરૂમમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરને હાનિકારક ફ્રી રેડિકલથી બચાવે છે. ફ્રી રેડિકલ્સ કેન્સરનું સૌથી મોટું કારણ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મશરૂમનું સેવન સ્થૂળતાના જોખમને ઘટાડી શકે છે મશરૂમ ખાવાથી વજન વધતું અટકાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે. મશરૂમ ખાવાથી વજન વધવાની અને સ્થૂળતાની શક્યતા ઓછી કરવાના દાવા કરવામાં આવે છે. આ રીતે, મશરૂમ્સનું સેવન વજન ઘટાડવાની પ્રક્રિયામાં પણ મદદ કરી શકે છે.

મશરૂમ હૃદય રોગનું જોખમ ઘટાડી શકે છે (હૃદય રોગ અટકાવે છે) વિવિધ અભ્યાસોએ જણાવ્યું છે કે મશરૂમમાં લીન પ્લાન્ટ પ્રોટીન જોવા મળે છે. આ સિવાય તે ઓછી કેલરી અને ઓછી ચરબીવાળો ખોરાક પણ છે. મશરૂમ્સના કુદરતી રીતે ખારા સ્વાદને કારણે, તેને રાંધતી વખતે થોડી માત્રામાં મીઠું ઉમેરવાની જરૂર છે. જેના કારણે, તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે અને તે હૃદયના સ્વાસ્થ્યને પણ વેગ આપી શકે છે અને હૃદયના રોગોનું જોખમ ઘટાડી શકે છે.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતી ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.)

આ પણ વાંચો : Periods problem : જો તમને માસિક મોડું કે ઓછું આવવાની સમસ્યા છે તો કામ આવી શકે છે આ ઘરગથ્થુ ઉપચાર

આ પણ વાંચો : Health Tips: જો તમારી પણ સવાર ચા પીધા વગર નથી પડતી, તો આ અહેવાલ ખાસ વાંચો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">