AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આઠ વર્ષમાં 90 ટકા વધી MBBSની સીટો, મેડિકલ કોલેજોની સંખ્યા થઈ બમણી: સ્વાસ્થ્ય મંત્રાલય

મંત્રાલયે રાજ્યસભામાં કહ્યું હતું કે છેલ્લા સાડા આઠ વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદીના (PM Modi) નેતૃત્વમાં ભારત સરકારે દેશમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે ઘણા ઉપાય હાથ ધર્યા છે. આનાથી સ્વાસ્થ્ય સંબંધિત તમામ ક્ષેત્રોમાં પરિવર્તનકારી ફેરફારો આવ્યા છે.

આઠ વર્ષમાં 90 ટકા વધી MBBSની સીટો, મેડિકલ કોલેજોની સંખ્યા થઈ બમણી: સ્વાસ્થ્ય મંત્રાલય
MBBSImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2022 | 9:33 PM
Share

હાલમાં જ રાજ્યસભામાં સ્વાસ્થ્ય મંત્રાલયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 8 વર્ષમાં દેશભરમાં એમબીબીએસ અને પીજી સીટોમાં થયેલા મોટા વધારા વિશે જાણકારી આપી. મંત્રાલયના જણાવ્યા મુજબ 2014માં દેશમાં એમબીબીએસની 51,348 સીટ ઉપલબ્ધ હતી, જે 2022-2023માં લગભગ 90% વધીને 96,077 થઈ ગઈ છે. તેવી જ રીતે મેડિકલ પીજીની સીટો 2014માં 31,185 હતી, જે 105% વધીને 2022-2023 સુધીમાં 64,059 થઈ છે. દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા 2014માં 387થી વધીને 2022 સુધીમાં 648 થઈ ગઈ છે અને એઈમ્સની સંખ્યા પણ 2014માં 7થી વધીને 2022 સુધીમાં 22 થઈ ગઈ છે. વધારામાં 9 વધુ એમ્સ 2024-25 સુધીમાં ઉપલબ્ધ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે તેલંગાણા રાજ્યમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની દિશામાં ઘણા પગલાં લીધાં છે. હૈદરાબાદ નજીક બીબી નગરમાં 1,028 કરોડના ખર્ચે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (એમ્સ)ની સ્થાપના અને નિર્મામ કાર્યો માટે રૂ. 800 કરોડ ફાળવવામાં આવ્યા છે.

  • ઈએસઆઈસી હોસ્પિટલ, સનથ નગરમાં એક નવા ઓપીડી બ્લોકના નિર્માણ માટે અને અપગ્રેડેડ તબીબી સુવિધાઓ માટે 1,032 કરોડ ફાળવવામાં આવ્યા છે.
  • અદિલાબાદ, વારંગલમાં સરકારી હોસ્પિટલોમાં નવા બ્લોક અને અદ્યતન તબીબી સુવિધાઓના નિર્માણ માટે 240 કરોડ રૂપિયા
  • આયુષ્માન ભારત યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં 4,549 આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો અને તેલંગાણા રાજ્યના શહેરી વિસ્તારોમાં દવાખાનાની સ્થાપના માટે 902 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા
  • દક્ષિણ ક્ષેત્ર માટે રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (એનસીડીસી) ના એક ક્ષેત્રીય કેન્દ્રની સ્થાપના માટે 30 કરોડની ફાળવવામાં આવ્યા છે.
  • PMCARES ના ભંડોળ સાથે રાજ્યભરમાં 50 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા
  • તેલંગાણા રાજ્યમાં 31.2 લાખ શૌચાલયનું નિર્માણ સ્વચ્છ ભારત કાર્યક્રમ હેઠળ રૂ. 3,744 કરોડમાં કર્યું

ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે લેવામાં આવ્યા હતા અનેક પગલાં

મંત્રાલયે રાજ્યસભામાં કહ્યું હતું કે છેલ્લા સાડા આઠ વર્ષો દરમિયાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે દેશમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે ઘણા પગલાં લીધા છે. આનાથી સ્વાસ્થ્ય સંબંધિત તમામ ક્ષેત્રોમાં પરિવર્તનકારી ફેરફારો થયા છે. સરકાર સામાન્ય લોકોને સસ્તી કિંમતો પર અત્યાધુનિક ગુણવત્તાયુક્ત તબીબી સુવિધાઓ પ્રદાન કરવા માટે દર્ઢ સંકલ્પિત છે. તેના ભાગ રૂપે નરેન્દ્ર મોદી સરકાર 6 ક્ષેત્રોને મજબૂત કરવા માટે કામ કરી રહી છે, જેમ કે સ્વાસ્થ્ય માળખાને મજબૂત કરવું, સસ્તી દવાઓ પ્રદાન કરવી, રસીની પહોંચ સુનિશ્ચિત કરવી, ઉમેદવારો માટે તબીબી શિક્ષણની પહોંચ, આયુષ અને યોગ જેવી સ્વદેશી જ્ઞાન પ્રણાલીનો વિકાસ અને ઘરગથ્થુ શૌચાલયોના નિર્માણના માધ્યમથી સક્રિય પગલાં.

ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા

મંત્રાલયે જાણકારી આપતાં જણાવ્યું છે કે કોવિડ-19 દરમિયાન ઓક્સિજનની માંગને ધ્યાનમાં રાખીને પીએમ કેયર્સ ફંડના માધ્યમથી રાજ્યભરની વિભિન્ન સરકારી હોસ્પિટલોમાં 50 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. સ્વચ્છ ભારત કાર્યક્રમના ભાગ રૂપે તેલંગાણા રાજ્યમાં 3,744 કરોડ રૂપિયાના ખર્ચે 31.2 લાખ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

નરેન્દ્ર મોદી સરકારનું લક્ષ્ય દરેક જિલ્લામાં મેડિકલ કોલેજની સ્થાપના કરવાનું છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને ડો. હર્ષ વર્ધન ભૂતકાળમાં તેલંગાણાના મુખ્યમંત્રી કે.કે. ચંદ્રશેખર રાવ અને રાજ્ય સરકારના અન્ય અધિકારીઓએ ઘણાં પત્રો લખ્યા છે અને તેમને અનુરોધ કર્યો છે કે તે સ્થાપ્ના માટે પ્રસ્તાવ મોકલે. નિર્ધારિત ધોરણો અને માર્ગદર્શિકા મુજબ તેલંગાણા રાજ્યમાં મેડિકલ કોલેજો માટે તેલંગાણા સરકાર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. નરેન્દ્ર મોદી સરકાર આવા વિભિન્ન ઉપાયોના માધ્યમથી તેલંગાણા રાજ્યમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે માળખાકીય સુવિધાઓના વિકાસ માટે કામ કરવાનું ચાલુ રાખશે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">