આયુર્વેદ અનુસાર દરેક ખોરાકને ખાવા માટેના નિયમો છે. જેમાં ફળ, શાકભાજી અને કેટલાક ખોરાકના કોમ્બિનેશનને ખાવાની ના પાડવામાં આવી છે. જેમ કે દહીંમાં ડુંગળી ભેળવીને ન ખાવી જોઈએ જો પિત પ્રકૃતિ ધરાવતા હોય તો રાત્રી સમયે કાકડી ન ખાવી જોઈએ તેવી જ રીતે લોકો શિયાળામાં રાત્રી સમયે કેળા ખાવા જોઈએ કે નહીં તે માટે મૂંઝવણ અનુભવે છે. કેટલાક લોકોના મતે કેળા ઠંડા હોવાથી તેનું સેવન કરવાનો સાચો સમય બપોરનો છે. કેળા ઠંડા હોવાથી રાતના સમયે તેને ન ખાવા જોઈએ. કેળા એક એવુ ફળ છે જેમાં કેલ્શિયમ, આર્યન જેવા પોષક તત્વોથી ભરપુર હોવાથી તેનું સેવન કરવુ આવશ્યક છે તો આજે આપણે જાણીશુ કે કેળાને રાત્રી સમયે ખાવા જોઈએ કે નહીં.
આયુર્વેદમાં જણાવ્યા મુજબ રાત્રી સમયે કેળા ખાવા માટેની કોઈ પાબંધી નથી. પરંતુ જો કોઈ વ્યક્તિને ઉધરસ કે શરદી થઈ હોય તો તેવા વ્યક્તિને કેળાનું સેવન ન કરવું જોઈએ. આયુર્વેદિક નિષ્ણાતોની સલાહ અનુસાર સૂતા પહેલા કેળા ખાવાથી લાળ બનવામાં સમસ્યા ઉત્પન્ન થાય છે. કેળાને પચવામાં પણ સમય લાગે છે જેના કારણે કબજિયાતની સમસ્યા થઈ શકે છે. આ કારણોસર નિષ્ણાતો દ્વારા તેને દિવસ દરમિયાન ખાવાની સલાહ આપવામાં આવે છે.
માતાપિતા ઘણીવાર મૂંઝવણ અનુભવતા પ્રશ્ન પૂછે છે કે બાળકોને ઠંડીમાં કેળા આપવા જોઈએ કે નહીં. એક કેળામાં લગભગ 100 કેલરી હોય છે, તેથી કેળાનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે. એટલા માટે બાળકોને બધી ઋતુમાં કેળાનું સેવન કરાવવું જોઈએ. પરંતુ જો કોઈ પણ ઋતુમાં બાળકને કફ હોય તો બાળકને કેળાનુ સેવન રાત્રે ન કરાવું જોઈએ.
જે લોકોને માઈગ્રેનની સમસ્યા હોય કે દાંતની સમસ્યા ધરાવતા લોકોને કેળાનું સેવન ન કરવુ જોઈએ. આ ઉપરાંત જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે તે લોકોએ પણ કેળા ન ખાવા જોઈએ. જો તે લોકો કેળાનું સેવન કરે છે તો તેમને ઊંઘ ન આવવી માથુ દુ:ખવુ જેવી તકલીફો જોવા મળે છે.