Health : કેન્સરને ઓળખવા શરીરમાં થતા આ ફેરફારોને નજરઅંદાજ ન કરો

|

Dec 02, 2021 | 3:08 PM

જો તમે ઝડપથી વજન ઘટાડી રહ્યા છો, તો તે પણ પ્રયાસ કર્યા વિના, સાવચેત રહો. સ્વાદુપિંડ, પેટ, અન્નનળી કે ફેફસાના કેન્સરથી પણ તમારું વજન નોંધપાત્ર રીતે ઘટી શકે છે.

Health : કેન્સરને ઓળખવા શરીરમાં થતા આ ફેરફારોને નજરઅંદાજ ન કરો
Cancer symptoms

Follow us on

જો તમને તમારા શરીરમાં (Body )સામાન્ય પણ ફેરફાર દેખાય છે, તો તેને ક્યારેય અવગણશો નહીં. કારણ કે ક્યારેક આ ફેરફારો કેન્સર(Cancer ) જેવા ગંભીર રોગ માટે સંકેત હોઈ શકે છે. જો તેને વહેલાસર શોધી કાઢવામાં આવે તો, કેન્સરના ફેલાવાને અટકાવી શકાય છે જ્યારે શરૂઆતના આ લક્ષણોને અવગણવાથી તે જીવલેણ સાબિત થઈ શકે છે. જોકે તેનાથી ગભરાવાની કોઈ જરૂર નથી, અહીં કેટલાક લક્ષણો છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. ક્યારેક તે ગંભીર પણ ન હોઈ શકે, પરંતુ તેને અવગણવાની ભૂલ ન કરતા અને તમારા ડોક્ટરનો સંપર્ક જરૂર કરજો.

વજન ઓછું કરવું
જો તમે ઝડપથી વજન ઘટાડી રહ્યા છો, તો તે પણ પ્રયાસ કર્યા વિના, સાવચેત રહો. સ્વાદુપિંડ, પેટ, અન્નનળી કે ફેફસાના કેન્સરથી પણ તમારું વજન નોંધપાત્ર રીતે ઘટી શકે છે.

શરીરમાં સોજો અથવા ગઠ્ઠો
જો તમારા શરીરના કોઈપણ ભાગમાં સોજો અથવા ગઠ્ઠો દેખાય તો તેને પણ અવગણશો નહીં. પેટ, સ્તન અથવા અંડકોષમાં ગઠ્ઠો કેન્સરને કારણે પણ હોઈ શકે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

સતત ખાંસી
સતત ઉધરસ, ત્રણથી ચાર અઠવાડિયા સુધી સતત કફ ચિંતાજનક સંકેતો છે. સતત ઉધરસ, કફ સાથે લોહી અને શ્વાસ લેવામાં તકલીફ ફેફસાના કેન્સરના લક્ષણો હોઈ શકે છે.

મસામાં ફેરફાર
મસામાં કોઈપણ ફેરફારને અવગણવા જોઈએ નહીં. મોટાભાગના લોકો તેને ગંભીરતાથી લેતા નથી, પરંતુ તે સ્કિનના કેન્સરની નિશાની હોઈ શકે છે. જો નવો મસો દેખાય અથવા ત્વચા પર પહેલાથી હાજર મસાના રંગ અને કદમાં કોઈ ફેરફાર થાય, તો ડૉક્ટરની મુલાકાત લો.

પેશાબમાં લોહી
પેશાબમાં લોહી આંતરડાના કેન્સર માટે ચેતવણી હોઈ શકે છે. શૌચાલયની આદતોમાં બદલાવ, ઉદાહરણ તરીકે જો તમે સામાન્ય કરતાં વધુ વખત શૌચાલયમાં જાઓ છો અને જો લાંબા સમય સુધી કબજિયાતની સમસ્યા હોય, તો તેને અવગણશો નહીં. પેશાબમાં લોહી મૂત્રાશય અથવા કિડનીના કેન્સરની નિશાની પણ હોઈ શકે છે. પીડામાં વારંવાર પેશાબ થવો અને પીઠના નીચેના ભાગમાં દુખાવો પ્રોસ્ટેટ કેન્સરનો સંકેત આપી શકે છે.

પીડા 
જો પીડા અઠવાડિયા સુધી સતત અનુભવાતી રહે છે, અને કોઈ વાજબી કારણ નથી, તો તે કેન્સરના લક્ષણો પણ હોઈ શકે છે. કેન્સર સંશોધન મુજબ, કેન્સર સાથે સંકળાયેલ પીડા એટલા માટે  થાય છે કારણ કે ગાંઠો હાડકાં, ચેતા અને અન્ય અંગો પર તે  દબાણ કરે છે.

સતત હાર્ટબર્ન
જો તમે સતત છાતીમાં બળતરા અનુભવો છો, તો તે કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે. આ કેન્સર પેટ કે ગળામાં થાય છે.

ખોરાક ગળવામાં મુશ્કેલી
ખોરાક ખાતી વખતે દુખાવો અથવા ગળવામાં તકલીફ થવી, ગળામાં ખોરાક વારંવાર અટવાઈ જવો – આ અન્નનળીના કેન્સરના લક્ષણો હોઈ શકે છે.

રાત્રે પરસેવો
રાત્રે પરસેવો આવવો એ ઘણા પ્રકારના કેન્સરની ચેતવણી પણ હોઈ શકે છે. આ મોટે ભાગે લિમ્ફોમાના કિસ્સામાં થાય છે. આ પ્રકારનું કેન્સર લસિકા તંત્રમાં થાય છે. લસિકા તંત્ર એ આખા શરીરમાં ફેલાયેલી રક્તવાહિનીઓ તેમજ ગ્રંથીઓનું નેટવર્ક છે.

ફરી એકવાર, ગભરાશો નહીં. આ લક્ષણો કેન્સરના ચિહ્નો હોવા જરૂરી નથી પરંતુ ભાગ્યે જ કિસ્સાઓમાં, તે હોઈ શકે છે. તેથી તમારા શરીરને અવગણશો નહીં અને તેને સાંભળો અને સમયસર પગલાં લો.

આ પણ વાંચો : Health : નોર્મલ દૂધને ભૂલી જશો જો પીશો બટાકાના દૂધને

આ પણ વાંચો : Health Tips: શિયાળામાં આ વસ્તુઓ સાથે ગોળ ખાવાથી તમારુ સ્વાસ્થ્ય રહેશે સારુ

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article