Health : નોર્મલ દૂધને ભૂલી જશો જો પીશો બટાકાના દૂધને
જો તમે તમારી જીવનશૈલીને સંપૂર્ણપણે બદલવા માંગો છો અથવા જો તમને દૂધ પીવું બિલકુલ પસંદ નથી, તો તમે તમારા આહારને સ્વસ્થ બનાવવા માટે બટાકાના દૂધનો ઉપયોગ કરી શકો છો.
સ્વાસ્થ્ય (Health ) બનાવવું એ સરળ કાર્ય નથી, પરંતુ સ્વાસ્થ્ય બનાવવા માટે યોગ્ય આહાર અને ખોરાકની (Food )યોગ્ય પસંદગી કરવી જરૂરી છે. હાલમાં, તમારી પાસે સ્વસ્થ રહેવા માટે વધુ વિકલ્પ નથી, પરંતુ આજના સમયમાં ઘણા લોકોએ તેમના આહારમાંથી ડેરી ઉત્પાદનોને (Dairy Product )દૂર કરીને અને શાકાહારીનો સમાવેશ કરીને આ ટ્રેન્ડ શરૂ કર્યો છે. તાજેતરના સમયમાં, બજારમાં ઘણા ડેરી ઉત્પાદનોના વિકલ્પો આવ્યા છે, જે માત્ર સ્વાસ્થ્યપ્રદ નથી પણ તમારા શરીરને જરૂરી પોષણ પણ પ્રદાન કરે છે. ચાલો જાણીએ કે આ હેલ્ધી ઓપ્શન કયો છે.
હાલમાં, ઘણા લોકોએ તેમની સવારની ચામાં સામાન્ય દૂધને બદામ અથવા સોયા દૂધ સાથે બદલ્યું છે. પરંતુ હવે તમારી પાસે એક અન્ય આરોગ્યપ્રદ વિકલ્પ ઉપલબ્ધ છે અને તે છે બટાકાનું દૂધ. જો તમે તમારી જીવનશૈલીને સંપૂર્ણપણે બદલવા માંગો છો અથવા જો તમને દૂધ પીવું બિલકુલ પસંદ નથી, તો તમે તમારા આહારને સ્વસ્થ બનાવવા માટે બટાકાના દૂધનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ તમારા સ્વાસ્થ્ય માટે આના ફાયદા:
બટાકાના દૂધ પીવાના ફાયદા 1-તે તમને ખોરાકને સારી રીતે પચાવવામાં મદદ કરી શકે છે.
2- જો તમે વારંવાર કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, પેટ ફૂલી રહ્યું છે અથવા પેટમાં ગેસ બની રહ્યો છે તો બટેટાનું દૂધ તમારા માટે ફાયદાકારક છે.
3- તેમાં ફાઈબર, વિટામિન B12, આયર્ન અને ફોલેટ પણ ખૂબ સારી માત્રામાં હોય છે.
4- નિયમિતપણે બટાકાનું સેવન કરવાથી તમારા શરીર અને મનને વધુ સારી રીતે કામ કરવામાં મદદ મળી શકે છે.
બટાકાનું દૂધ કેવી રીતે બનાવવું જો કે આજકાલ બજારમાં બટાકાનું દૂધ મળે છે, પરંતુ ઘણી શોધ કર્યા પછી પણ જો તમને તમારી નજીકમાં ક્યાંય દૂધ ન મળી રહ્યું હોય તો તમારે ગભરાવાની જરૂર નથી. અમે તમારા માટે એક DIY રેસીપી લાવ્યા છીએ જે તમને પોટેટો મિલ્કને ખૂબ જ સરળ રીતે ઓછા સમયમાં બનાવવામાં મદદ કરશે.
1- સૌપ્રથમ બટાકાને છોલી લો.
2- બટાકાના નાના ટુકડા કરી લો.
3. ઝીણા સમારેલા બટાકાને એક પેનમાં નાંખો અને તેને બાફી લો.
4- હવે તે બટાકાને મિક્સરમાં નાખો અને તેમાં પાણી, વાટેલાં બદામ મીઠું, સ્વીટનર ઉમેરીને બરાબર બ્લેન્ડ કરો.
5- હવે દૂધને ગાળી લો અને તમારું બટાકાનું દૂધ તૈયાર છે.
જો તમે તમારા આહારમાંથી શુદ્ધ ખાંડને દૂર કરવા માંગતા હોવ અથવા તમારા દૂધ માટે તંદુરસ્ત ખાંડના પ્રકાર શોધી રહ્યાં છો, તો તમારે ફક્ત શક્કરીયાનો ઉપયોગ કરવાની જરૂર છે. આ દૂધ સામાન્ય દૂધ કરતાં થોડું મીઠું હોય છે.
આ પણ વાંચો : Roasted Gram : શિયાળામાં રોજ મુઠ્ઠીભર શેકેલા ચણા ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અનેક લાભ
આ પણ વાંચો : Health Tips: શિયાળામાં આ વસ્તુઓ સાથે ગોળ ખાવાથી તમારુ સ્વાસ્થ્ય રહેશે સારુ
(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)