AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health : બ્લડ સુગર અને ડાયાબિટીસનું જોખમ ઘટાડવા તુલસીના પાન થશે મદદરૂપ

આયુર્વેદમાં, તુલસીને હાઈ બ્લડ સુગર લેવલ ઘટાડવા માટેની દવા તરીકે ઓળખવામાં આવે છે. તેના સેવનથી હાર્ટ ફેલ્યોર, સ્ટ્રોક અને કિડની ફેલ્યોર જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. ડાયાબિટીસના દર્દીઓના બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવા માટે ફાયદાકારક માનવામાં આવે છે.

Health : બ્લડ સુગર અને ડાયાબિટીસનું જોખમ ઘટાડવા તુલસીના પાન થશે મદદરૂપ
Basil Leaves
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 1:31 PM
Share

તુલસી(Tulsi ) એક એવો છોડ છે જે દરેક ઘરના આંગણામાં જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં(Indian Culture ) તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. એટલું જ નહીં આ છોડ આરોગ્યની રીતે પણ તેટલું જ ગુણકારી માનવામાં આવે છે. આ છોડ અનેક નાની મોટી બીમારીઓમાં અસરકારક રીતે કામ કરે છે. અમે તમને જણાવીએ તુલસીના પણ ખાવાના કેટલાક ફાયદાઓ. 

તુલસીના પાન અને તેમાંથી બનાવેલ ઉકાળો શરદી-ખાંસી અને મોસમી તાવમાં ઉપયોગમાં લેવાતો સૌથી સરળ અને લોકપ્રિય ઉપાય છે. તુલસીનું સેવન અનેક રોગો અને નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત અપાવવામાં અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. તેથી જ ભારતીય ઘરોમાં તુલસીના છોડને વિશેષ મહત્વ આપવામાં આવે છે અને દરેક ભારતીય પરિવાર પાસે પોતાનો એક તુલસીનો છોડ છે. હવે ફાયદાકારક અને ઉપચારાત્મક તુલસીના છોડ વિશે એક નવો દાવો કરવામાં આવી રહ્યો છે. કેટલાક અભ્યાસો અનુસાર, તુલસીના પાન બ્લડ શુગર લેવલને ઘટાડવામાં પણ મદદ કરે છે.

બ્લડ સુગર લેવલ ઘટાડવા તુલસી ફાયદાકારક :  નોંધપાત્ર રીતે, આયુર્વેદમાં, તુલસીને હાઈ બ્લડ સુગર લેવલ ઘટાડવા માટેની દવા તરીકે ઓળખવામાં આવે છે. તે જ સમયે, તેના સેવનથી હાર્ટ ફેલ્યોર, સ્ટ્રોક અને કિડની ફેલ્યોર જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. તુલસીના પાન ચાવવા અને તેને દૂધ સાથે ખાવાથી ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઉંદરો પર કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે તુલસી લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડવાનું કામ કરે છે. આ ઉંદરોને તુલસીનો અર્ક 30 દિવસ સુધી સતત આપવામાં આવ્યો, 29 દિવસ પછી 30માં દિવસે સંશોધકોને ઉંદરના બ્લડ ગ્લુકોઝના સ્તરમાં 26.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

તુલસી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે આવા જ અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ટાઇપ 2 ડાયાબિટીસથી પીડિત લોકો માટે તુલસીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. અન્ય એક સંશોધન મુજબ એવું જાણવા મળ્યું છે કે તુલસી ટાઈપ 2 ડાયાબિટીસ સામે પણ મદદરૂપ છે. આ દાવો પ્રાણીઓ અને મનુષ્યો પર કરવામાં આવેલા સંશોધનના પરિણામોના આધારે કરવામાં આવ્યો છે. સંશોધનમાં સામે આવ્યું છે કે તુલસીનું સેવન કરવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે, જેના કારણે બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે.

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : Mental Health Tips: મનની ગંદકીને દૂર કરવા દિનચર્યામાં સામેલ કરો આ બે મિનિટની કસરત

આ પણ વાંચો : Men Health : ફક્ત મહિલાઓ માટે જ નહીં પુરુષો માટે પણ અળસીના બીજ અને તેલ છે ગુણકારી

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">