AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HEALTH : રસોઈની રાણી ‘હિંગ’માં રહેલા છે અનેક ગુણો, અનેક અસાધ્ય બીમારીઓમાં હિંગ લાભકારક

HELATH : રસોઈમાં હીંગને લગભગ દરેક શાક અને કઠોળમાં ઉમેરવામાં આવે છે અને તેનો ઉપયોગ દરરોજ કરવામાં આવે છે. હીંગ ભોજનનો સ્વાદ બદલી નાખે છે.

HEALTH : રસોઈની રાણી 'હિંગ'માં રહેલા છે અનેક ગુણો, અનેક અસાધ્ય બીમારીઓમાં હિંગ લાભકારક
Asafetida
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 23, 2021 | 5:03 PM
Share

HELATH : ભારતના કોઇપણ રાજ્યમાં જુઓ તો લોકોના ઘરમાં રસોડામાં ઘણા પ્રકારના મસાલા જોવા મળશે. આયુર્વેદની દૃષ્ટિએ આ મસાલાઓ ઘણા મહત્વના છે. આ મસાલાઓ ખોરાકનો સ્વાદ વધારે છે. આ સાથે તેઓ અનેક રોગોમાં પણ ઉપયોગી છે. રસોડામાં રહેલા કોઈપણ મસાલા, પછી તે અજમા હોય, હળદર હોય અથવા હીંગ હોય. આ બધા મસાલા એવા છે કે તેનો ઉપયોગ અમુક પ્રકારના રોગના નિવારણમાં થાય છે.

રસોઈની રાણી ‘હિંગ’ રસોઈમાં હીંગને લગભગ દરેક શાક અને કઠોળમાં ઉમેરવામાં આવે છે અને તેનો ઉપયોગ દરરોજ કરવામાં આવે છે. હીંગ ભોજનનો સ્વાદ બદલી નાખે છે. માત્ર એક ચપટી હિંગ તમારા ખોરાકનો સ્વાદ બદલી નાખે છે, આથી જ હિંગને રસોઈની રાણી કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ હીંગ તમારા આરોગ્ય માટે અનેક રીતે ફાયદો કરી શકે છે? અમે તમને જણાવીએ હીંગના કેટલાક ફાયદાઓ વિશે.

1.કાનના દુખાવામાં રાહત આપે : શિયાળાની ઋતુમાં વારંવાર ઠંડી લાગવાને કારણે કાનમાં દુખાવો થવા લાગે છે. આ સ્થિતિમાં મોટાભાગે કાનના ટીપાંનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો તમને આ માટે કોઈ ઘરગથ્થું ઉપાય કરવા ઈચ્છતા હો તો તમે હીંગનો ઉપયોગ કરી શકો છો. હીંગમાં એન્ટી ઇન્ફ્લામેન્ટરી અને એન્ટિ બાયોટિક ગુણધર્મો છે, જે કાનના દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે. કાનના દુખાવામાં ઉપયોગ કરવા માટે એક વાસણમાં બે ચમચી નાળિયેર તેલ નાંખો અને ત્યારબાદ તેમાં એક ચપટી હિંગ ઉમેરીને ધીમી આંચ પર ગરમ કરો અને ગેસ પરથી ઉતારી લો. જ્યારે તે ઠંડુ થાય ત્યારપછી તેના થોડા ટીપાંને કાનમાં નાખો. આનાથી કાનના દુખાવામાં ઘણી રાહત મળે છે.

2. પેટ સંબંધી સમસ્યાઓમાં રાહત : પેટમાં દુખાવો અને ગેસ થવાની ફરિયાદો ખૂબ સામાન્ય છે. રસોઈમાં હિંગનો ઉપયોગ કરવાથી પેટ સંબંધી સમસ્યાઓ જેવી કે પેટમાં દુખાવો, ગેસ થવો, અપચો થવો, આંતરડા સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે.

3.માથાના દુખાવા માટે અકસીર : માથાના દુખાવામાં હિંગ અકસીર ઈલાજ છે. હિંગમાં એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણધર્મો હોય છે જે માથાની નસોમાં સોજો ઓછો કરવામાં મહત્વનો ભાગ ભજવે છે અને આનાથી માથાના દુખાવામાં રાહત મળે છે.

4.શરદી, ઉધરસમાં હિંગ અસરકારક : શિયાળામાં લોકોને શરદી અને ઉધરસની મોટી સમસ્યા રહે છે. હીંગમાં રેહલા એન્ટીવાયરસ તત્વો શરદી અને ઉધરસમાં રાહત આપવાનું કામ કરે છે.

5. બ્લડ પ્રેશરને જાળવે છે : હીંગ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે. હિંગમાં રહેલું કોમરીન્સ તત્વ લોહીને પાતળું કરે છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણ વધારે છે.

6.ડાયાબિટીસમાં ઉપયોગી : બ્લડ શુગર લેવલ ઓછુ કરવામાં હિંગ મહત્વનો ભાગ ભજવે છે. રસોઈમાં નિયમિત હિંગનો ઉપયોગ કરવાથી ડાયાબિટીસના દર્દીઓને રાહત મળે છે.

7.દાંતના દુખાવામાં રાહત આપે છે : હિંગમાં રહેલું એન્ટી ઓક્સીડેન્ટસ અને દર્દ નિવારક તત્વો દાંતના દુખાવામાં રાહત આપે છે. ગરમ પાણીમાં એક ચપટી હિંગ ઉમેરીને પીવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. દાંતના દુખાવામાં હિંગ અને લીંબુના રસને મિક્સ કરીને પેસ્ટ બનાવીને લગાવવાથી રાહત મળે છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">