AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાત્રે ઊંઘતી વખતે હાથ સુન્ન થઈ જાય છે? ભૂલથી પણ ન કરો નજરઅંદાજ, હોઈ શકે છે આ ગંભીર કારણો

રાત્રે ઊંઘતી વખતે હાથમાં ખાલી ચઢવી, સોય ભોંકાતી હોય તેવો અહેસાસ કે હાથ સુન્ન થવાની સમસ્યા સામાન્ય નથી. ખોટી પોઝિશન ઉપરાંત તે સર્વાઇકલ, કાર્પલ ટનલ સિન્ડ્રોમ કે ડાયાબિટીક ન્યુરોપેથી જેવી ગંભીર બીમારીઓનો પણ સંકેત હોઈ શકે છે. જાણો તબીબોના મહત્વપૂર્ણ અભિપ્રાય.

રાત્રે ઊંઘતી વખતે હાથ સુન્ન થઈ જાય છે? ભૂલથી પણ ન કરો નજરઅંદાજ, હોઈ શકે છે આ ગંભીર કારણો
| Updated on: Oct 17, 2026 | 10:15 PM
Share

જો તમને પણ રાત્રે સૂતી વખતે અચાનક હાથ સુન્ન થઈ જવાની, ઝણઝણાટી થવાની કે હાથમાં કીડીઓ ચાલતી હોય તેવો અહેસાસ થતો હોય, તો તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. સામાન્ય રીતે આ સમસ્યા ઊંઘવાની ખોટી પોઝિશનના કારણે ઉદ્ભવતી હોય છે, પરંતુ જો લાંબા સમય સુધી આવું વારંવાર બનતું રહે તો તે કોઈ ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે.

રાત્રે હાથમાં સોય ભોંકાતી હોય તેવી ઝણઝણાટી કે હાથ સુન્ન થવાને મોટાભાગના લોકો સામાન્ય ગણીને અવગણી દેતા હોય છે. પરંતુ વારંવાર થતી આ તકલીફને નજરઅંદાજ કરવી તમારા સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.

સૂતી વખતે હાથ સુન્ન થવાનું મુખ્ય કારણ શું છે?

જ્યારે આપણે રાત્રે ઊંઘતી વખતે લાંબા સમય સુધી એક જ પડખે સૂઈ રહીએ છીએ અથવા માથા નીચે હાથ દબાવીને સૂઈએ છીએ, ત્યારે હાથની નસો (ચેતાઓ) પર દબાણ આવે છે. તેનાથી નસોના સામાન્ય રક્ત પરિભ્રમણ અને કાર્યપ્રણાલીમાં કામચલાઉ અવરોધ ઊભો થાય છે, જેથી હાથ સુન્ન થઈ જાય છે. સામાન્ય રીતે હાથની પોઝિશન બદલવાથી અને થોડીવાર હાથ હલાવવાથી આ તકલીફ દૂર થઈ જાય છે.

શું આ સર્વાઇકલ કે ગરદનની સમસ્યા હોઈ શકે છે?

તબીબોના મતે, આ સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ અથવા ગરદનની કરોડરજ્જુની સમસ્યા પણ હોઈ શકે છે. ગરદનના મણકા વચ્ચે આવેલી ગાદી (ડિસ્ક) માં ફેરફાર થવાથી કે નસ દબાવાને કારણે ગરદનથી લઈને છેક હાથ અને આંગળીઓ સુધી દુખાવો, ઝણઝણાટી કે સુન્નપણું આવી શકે છે. જો હાથ સુન્ન થવાની સાથે ગરદનમાં દુખાવો, ખભામાં ખેંચાણ કે આંગળીઓમાં નબળાઈ જણાય, તો તુરંત સ્પાઇન કે ઓર્થોપેડિક નિષ્ણાત પાસે તપાસ કરાવવી જરૂરી છે.

શું ડાયાબિટીસના કારણે પણ હાથ સુન્ન થઈ શકે છે?

ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગરનું પ્રમાણ અનિયંત્રિત રહેવાથી નસોને નુકસાન પહોંચે છે, જેને ‘ડાયાબિટીક ન્યુરોપેથી’ કહેવામાં આવે છે. આ ઉપરાંત કાંડાની મુખ્ય નસ દબાવાની સ્થિતિ, જેને ‘કાર્પલ ટનલ સિન્ડ્રોમ’ (Carpal Tunnel Syndrome) કહેવાય છે, તેના કારણે પણ ખાસ કરીને રાત્રે હાથ અને આંગળીઓ સુન્ન થઈ જાય છે. આ સમસ્યા મુખ્યત્વે અંગૂઠો, પહેલી આંગળી (તર્જની) અને વચ્ચેની આંગળીમાં વધુ જોવા મળે છે.

હાથ સુન્ન થવાની સમસ્યામાં શું સાવચેતી રાખવી?

  • સૂતી વખતે હાથને ક્યારેય શરીર કે માથા નીચે દબાવીને ન રાખો.
  • ગરદન અને હાથ હંમેશાં આરામદાયક સ્થિતિમાં રહે તે રીતે સૂવાની ટેવ પાડો.
  • લાંબા સમય સુધી કોણી વાળીને કે ફોલ્ડ કરીને સૂવાનું ટાળો.
  • જો આ સમસ્યા વારંવાર થતી હોય, તો વિલંબ કર્યા વિના ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરો.
  • ડૉક્ટરની સલાહ વિના પોતાની મેળે કોઈ પણ પેઇનકિલર દવાઓ કે વિટામિન સપ્લિમેન્ટ્સ લેવાનું શરૂ ન કરો.

ક્યારે તાત્કાલિક હોસ્પિટલ પહોંચવું જરૂરી બને છે?

જો અચાનક એક હાથ સુન્ન થવાની સાથે ચહેરાનો એક ભાગ ત્રાંસો થતો જણાય, બોલવામાં મુશ્કેલી પડે, હાથ-પગમાં લકવો જેવી નબળાઈ લાગે કે શરીરનું સંતુલન બગડે, તો આ બ્રેઇન સ્ટ્રોક (Brain Stroke) ના ગંભીર લક્ષણો હોઈ શકે છે. આવી કટોકટીમાં દર્દીને ક્ષણનો પણ વિલંબ કર્યા વિના નજીકની ઇમરજન્સી હોસ્પિટલમાં લઈ જવો જોઈએ. આ ઉપરાંત હાથનું સુન્નપણું સતત ચાલુ રહે તો પણ તબીબી તપાસ અનિવાર્ય છે.

Disclaimer:

આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

Viral Video: એક તરફ મોંઘવારીનો માર, બીજી તરફ કપડાં પહેરીને પરત કરવાનો આરોપ! વાયરલ વીડિયો પર લોકોએ વ્યક્ત કર્યો ભારે રોષ

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
g clip-path="url(#clip0_868_265)">