તમારા વાળ વધુ ખરતા હોય તો, શરીરમાં આ વિટામિન્સની ઉણપ હોઈ શકે છે

|

Dec 26, 2023 | 12:54 PM

શું તમે જાણો છો કે વાળ ખરવા કે નબળા વાળ પાછળનું એક કારણ શરીરમાં કેટલાક વિટામિન્સની ઉણપ પણ હોઈ શકે છે. મોટાભાગના લોકો આ મહત્વપૂર્ણ કારણને અવગણે છે. તમને જણાવી દઈએ કે જો શરીરમાં વિટામિન્સનું સ્તર ઘટી જાય તો વાળને નુકસાન થાય છે.

તમારા વાળ વધુ ખરતા હોય તો, શરીરમાં આ વિટામિન્સની ઉણપ હોઈ શકે છે

Follow us on

મોટાભાગના લોકોને લાગે છે કે, વાળ ખરવા માત્ર એક કોસ્મેટિક છે. પર શું તમે જાણો છો કે, શરીરની અંદર રહેલી સમસ્યાઓને કારણે પણ વાળ કમજોર પડી જાય છે. રિપોર્ટ મુજબ હેરફોલનું એક કારણ એ પણ છે શરીરમાં રહેલા વિટામિન્સની ઉણપ, ખુબ ઓછા લોકો ધ્યાન આપે છે કે, તેના શરીરમાં વિટામિનની ઉણપ વાળનું દુશ્મન છે. ઝડપથી ખરતા વાળની ટ્રીટમેન્ટ કરવા માટે હેર ગ્રોથ સ્પલીમેન્ટસ શેમ્પુ અને કંડીશનરનો ઉપયોગ કરે છે.

તમને જણાવી દઈએ કે, ક્યાં ક્યાં વિટામિનની ઉણપના કારણે વાળ કમજોર અને નબળા પડી જાય છે. સાથે જાણો કઈ રીતે વાળની સાર સંભાળ રાખી શકો છો.

વિટામિન ડીની ઉણપ

એક્સપર્ટ મુજબ આ વિટામિન ડીની ઉણપના કારણે વાળ સરળતાથી તૂટી જાય છે તેમજ વાળનો ગ્રોથ પણ ઓછો થઈ જાય છે. શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તો ડેરી પ્રોડક્ટ તેમજ વિટામિન ડી વાળા ફુડ્સ ખાવા જોઈએ, તે તમારા સ્વાસ્થ માટે ફાયદાકારક છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

વિટામિન એથી ભરપુર ફુડનું સેવન કરો

શું તમે જાણો છો કે, વિટામિનએની ઉણપના કારણે પણ વાળમાં ખોળો તમેજ વાળ બરછટ થઈ જાય છે. જો તમે વિટામિન એથી ભરપુર સંતરા કે પછી બટાટા, ગાજર, શિમલા મિર્ચનું સેવન કરીને વિટામિન ઈન્ટેક વધારી શકો છો.

શરીરમાં વિટામિન ઇનું સ્તર વધારો

વાળમાં ફેરફાર જોવા મળે તો તે તમારા શરીરમાં વિટામિન Eની ઉણપ છે. વિટામિન ઇ કેપ્સ્યુલનો ઉપયોગ સુંદરતા માટે સંભાળમાં પણ થાય છે. જો કે, તમે સૂર્યમુખીના બીજ, પાલક, બદામ, એવોકાડો અને અન્ય ફુડ દ્વારા શરીરમાં વિટામિન ઇનું સ્તર વધારી શકો છો.

આ કારણે વાળ ખરવા લાગે છે

આ આપણી બોડી માટે સૌથી જરુરી વિટામિન છે જો તેનું લેવલ ધટાડી નાંખીએ તો શરીરમાં ઈમ્યુનિટી ઓછી થઈ જાય છે, તેમજ સ્કિનમાં ડાર્ક સર્કલ તેમજ વાળ ખરવા લાગે છે. વિટામિન સીની ઉણપના કારણે વાળ ડ્રાય થઈ જાય છે. જેના માટે બ્રોકલી, શિમલા મિર્ચ, ખાંટ્ટા ફળો અને સ્ટ્રોબરીનું સેવન કરીને વિટામિન સીની ઉણપ દુર કરી શકો છો.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

લાઈફસ્ટાઈલના  તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article