હેલ્થ વેલ્થ : શું એસિડિટી તમને પણ પરેશાન કરે છે? જાણો તેના કારણો લક્ષણો અને તેનાથી છુટકારો મેળવવાના ઉપાયો
જો તમે પણ ખોરાક ખાધા પછી અપચો, ખાટા ઓડકાર જેવી સમસ્યાઓથી પરેશાન છો તો આ બધા એસિડિટીના લક્ષણો છે. જેના માટે તમારે તમારી લાઈફ સ્ટાઈલમાં ફરેફાર કરો.જો તમને પેટ સંબંધિત સમસ્યાઓ વધારે સમય રહે તો કેન્સર કે પછી અલસર જેવી બિમારીનો પણ ભોગ બની શકો છો,

પાચનતંત્ર એ શરીરની ઘણી મહત્વપૂર્ણ તંત્રમાનો એક છે. પેટ સંબંધિત ઘણી સમસ્યાઓમાં પેટમાં ગેસ બનવાનો સમાવેશ થાય છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી, દરેક વયના લોકો તેમના જીવનમાં કોઈને કોઈ તબક્કે પેટમાં એસિડિટીની ફરિયાદ કરે છે. પેટમાં ગેસ થવો એ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ જો સમયસર તેનો ઈલાજ ન કરવામાં આવે તો તેનાથી ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે.
અનેક રોગોનો સામનો કરવો પડે
ખરાબ લાઈફ સ્ટાઈલને કારણે આપણે અનેક સ્વાસ્થ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આપણે આપણા ખોરાકનો ધ્યાન રાખતા નથી અને તેનાથી અનેક રોગોનો સામનો કરવો પડે છે. જો તમને પેટ સંબંધિત સમસ્યાઓ વધારે સમય રહે તો કેન્સર કે પછી અલસર જેવી બિમારીનો પણ ભોગ બની શકો છો, શું છે આ સમસ્યા અને તેના લક્ષણો શું છે તેના વિશે આપણે આજ વાત કરીશું.
એસિડિટીની સમસ્યા થઈ શકે છે
કોકિલા બેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ડોક્ટર સુભાષ પાસેથી જાણીએ કે, એસિડિટીની સમસ્યાનો આપણા સ્વાસ્થ પર કેવી અસર પડે છે. આના માટે તમારે સૌથી પહેલા તમે જ્યારે જમો છો ત્યારે તે ચાવીને જમો. જો તમે પેપ્સી થમ્સઅપ કોલ્ડ્રિંકસ વધારો પીઓ છો કે પછી તળેલા ફુડનું વધારે સેવન કરો છો તો એસિડિટીની સમસ્યા થઈ શકે છે.
પેટમાં બળતરા થાય છે
એસિડિટી અને ગેસમાં ફરક શું છે. લોકો આના પર અલગ અલગ વાતો કરે છે. આપણે એસિડિટીની વાત કરીએ તો તેનાથી પેટમાં બળતરા થાય છે. તેમજ છાતીમાં પણ બળતરા થાય છે, જો તમને અઠવાડિયામાં 2 થી 3 વખત આવી સમસ્યાનો સામનો કરો છો તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
કેટલાક લોકો આ રોગમાં ડોક્ટરને પુછ્યા વગર કોઈ દવા લઈ લે છે પરંતુ આવું કરવું જોઈએ નહિ, પ્રગ્નેસીમાં પણ મહિલાઓ એસિડિટીનો સામનો કરેછે. તેણે પણ અમુક વસ્તુઓ જમવાનું ધ્યાન રાખવું જોઈએ સાથે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
સુંદર અને સ્વાસ્થ લાઈફ જીવો
સૌથી પહેલા તમારા આ સમસ્યાથી દુર રહેવા માટે તમારી લાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરો. જો તમારું વજન વધારે છે તો તેને ઓછું કરો, કારણ કે, મોટાભાગના રોગમાં વજન વધારે મહત્વનો ભાગ ભજવે છે. જો તમે સ્મોકિંગ કરી રહ્યા છો તો આનાથી દુર રહો. જો તમે પેઈનકિલર લઈ રહ્યા છો તો આનાથી પણ તમે આ સમસ્યાથી પિડાય શકો છો. જો તમે તમારી લાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરશો તો એક સુંદર અને સ્વાસ્થ લાઈફ જીવશો.
બીજી એક વાત છે કે, જો તમે જમો છો તો તરત સુવાની આદત ન રાખો. જમીને થોડા સમય માટે ચાલવાનું રાખો જેનાથી તમારું ભોજન સરળતાથી પચી જશે. જો જમી તમે તરત સુઈ જાઓ છો તેમજ કેટલાક લિકવિટ લો છો તો એસિડિટીની સમસ્યા વધી શકે છે. તમે સવારે ઉઠીને એક ગ્લાસ ગરમ પીવાનું પાણી પીઓ.
નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો