AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : શું તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો આ ટિપ્સ અનુસરો તમે સ્વસ્થ અને ફિટ રહેશો

Health Tips : જો તમે પણ સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સામાન્ય સમસ્યાઓથી પરેશાન છો, તો તમે અહીં આપેલી આ સરળ ટિપ્સ (Health Tip)ને પણ ફોલો કરી શકો છો. આ ટિપ્સ તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે.

Health Tips : શું તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો આ ટિપ્સ અનુસરો તમે સ્વસ્થ અને ફિટ રહેશો
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2023 | 11:03 AM
Share

આજકાલ ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે લોકો તેમના સ્વાસ્થ્ય (Health)પર વધુ ધ્યાન આપી શકતા નથી. બિનઆરોગ્યપ્રદ ખોરાક તેમજ સારી ગુણવત્તાની ઊંઘ ન મળવાને કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમાં વાળ ખરવાથી લઈને ખીલ અને પાચનતંત્ર યોગ્ય ન રહેવા સુધીની અનેક સમસ્યાઓ સામેલ છે.

જો તમે આવી જ કેટલીક સામાન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો તમે અહીં આપેલી આ ટિપ્સને પણ ફોલો કરી શકો છો. ખાવાની આદતોથી સંબંધિત આ ટિપ્સ તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી બચવામાં મદદ કરશે. તમે આ ટીપ્સને તમારી લાઈફ સ્ટાઈલનો એક ભાગ બનાવી શકો છો.

આ પણ વાંચો : Health Tips: દરરોજ આ કઠોળનું સેવન કરશો તો ક્યારે દવાખાને જવાની જરુર નહિ પડે, આયુર્વેદમાં આ કઠોળનું છે વિશેષ મહત્વ

વરીયાળી

જો તમારા વાળ ખૂબ ખરતા હોય તો તમે વરિયાળી ખાઈ શકો છો. વરિયાળીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેનાથી તમારા વાળ ખરતા ઓછા થશે. વરિયાળી તમારા વાળની ​​ચમક પણ વધારે છે. વરિયાળી તમારા વાળના વિકાસ માટે પણ ખૂબ જ સારી છે.

દૂધ અને કેળા

જો તમે ઝડપથી વજન વધારવા માંગો છો તો તમારે દિવસમાં 2 વખત કેળાનું સેવન કરવું જોઈએ. દુધની સાથે કેળા ખાવાથી તમારું વજન તો વધશે, સાથે તમારા શરીરની કમજોરી પણ દુર થશે.

હૂંફાળું પાણી

સવારે ઉઠીને એક ગ્લાસ નવશેકું પાણી પીવો. હૂંફાળું પાણી તમારા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે. આ પાણી તમારા રક્ત પરિભ્રમણને સુધારે છે. તમે તમારી જાતને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી બચાવી શકો છો.

તાંબાના વાસણનું પાણી

રાત્રે તાંબાના વાસણમાં પાણી રાખો. આ પછી સવારે આ પાણી પીવો. આ પાણી તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેનાથી સાંધાનો દુખાવો ઓછો થાય છે. તેનાથી તમારી ત્વચા સ્વસ્થ અને ચમકદાર દેખાય છે.

મીઠું

સાંજે વધુ પડતું મીઠું ખાવાનું ટાળો. તેનાથી શરીરમાં પાણીનું રિટેશન વધે છે. જેના કારણે વજન વધે છે.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">