AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચેતી જજો: શિયાળામાં ન્યુમોનિયા રોગ થવાનું વધી જાય છે જોખમ, જાણો કારણો અને બચવાના ઉપાય

શિયાળાની ઋતુમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા સક્રિય થઈ જાય છે. આ બેક્ટેરિયા ફેફસામાં ચેપનું કારણ બને છે. જે ન્યુમોનિયાનું કારણ બને છે. આ કારણે પીડિતના ફેફસામાં પ્રવાહી ભરાય છે. જેના કારણે વારંવાર ઉધરસ અને છાતીમાં દુખાવાની ફરિયાદ રહે છે

ચેતી જજો: શિયાળામાં ન્યુમોનિયા રોગ થવાનું વધી જાય છે જોખમ, જાણો કારણો અને બચવાના ઉપાય
Winter Health: Pneumonia disease reasons and preventive measures
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 6:34 PM
Share

Winter Health: શિયાળાની ઋતુમાં ન્યુમોનિયાની (Pneumonia) સમસ્યા ખૂબ જ વધી જાય છે. જો કે આ રોગના લક્ષણો (Pneumonia Symptoms) એવા છે કે જલ્દી જ ખ્યાલ આવી જાય છે, પરંતુ જો સમયસર તેની ઓળખ કરીને સારવાર ન કરવામાં આવે તો આ સમસ્યા ઘાતક પણ બની શકે છે. કેટલાક કિસ્સાઓમાં દર્દી મૃત્યુ પણ પામે છે. ચાલો જાણીએ કે ન્યુમોનિયા શા માટે થાય છે અને તેના લક્ષણ શું છે.

તબીબોના મતે શિયાળાની ઋતુમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા સક્રિય થઈ જાય છે. આ બેક્ટેરિયાના કારણે ફેફસામાં ઈન્ફેક્શન થાય છે. જે ન્યુમોનિયાનું કારણ બને છે. આ કારણે પીડિતના ફેફસામાં પ્રવાહી ભરાય છે. જેના કારણે વારંવાર ઉધરસ અને છાતીમાં દુખાવાની ફરિયાદ રહે છે. જો કે, જો આ રોગના લક્ષણો યોગ્ય સમયે ઓળખવામાં આવે, તો તેનો સરળતાથી ઈલાજ કરી શકાય છે. છાતીના એક્સ-રે દ્વારા પણ ન્યુમોનિયા વિશે જાની શકાય છે. દર્દીને એન્ટિબાયોટિક્સથી સારવાર આપવામાં આવે છે. આ રોગ એકથી બે અઠવાડિયામાં ઠીક થઈ જાય છે.

બાળકો અને વૃદ્ધોએ સાવધાન રહેવાની જરૂર છે

એવા લોકોને વારંવાર ન્યુમોનિયાનો રોગ થાય છે. જેમને એલર્જી છે અથવા જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. ન્યુમોનિયાના મોટાભાગના કેસો બાળકો અને વૃદ્ધોમાં જોવા મળે છે. જે લોકોને અસ્થમા અથવા ફેફસાં સંબંધિત અન્ય કોઈ સમસ્યા છે. તેઓ ન્યુમોનિયાની ફરિયાદ પણ કરી શકે છે.

આ ન્યુમોનિયાના લક્ષણો છે

સતત ઉધરસ શ્વસન તકલીફ છાતીમાં દુખાવો કફ સાથે ઉધરસ ઠંડી લાગવી શ્વાસ લેતી વખતે ઘરઘરાટ જેવો અવાજ

વેક્સિનથી રાહત મળશે

Tv9 ભારતવર્ષના અહેવાલ અનુસાર મૂળચંદ હોસ્પિટલના ડોક્ટર ભવાન મંત્રી જણાવે છે કે જે લોકોના ફેફસા નબળા પડી ગયા છે તેઓને ફ્લૂની વેક્સિન લેવી જોઈએ. આ રસી હોસ્પિટલોમાં સરળતાથી ઉપલબ્ધ છે. તેને લગાવ્યા બાદ ન્યુમોનિયા, બ્રોન્કાઇટિસ અને ફેફસાને લગતી અન્ય બીમારીઓથી ઘણી રાહત મળે છે.

સ્વચ્છતાની કાળજી લો

ડોક્ટરના મતે બેક્ટેરિયાના ચેપથી બચવા માટે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ખોરાક લેતા પહેલા હાથ સાબુથી ધોઈ લો. આ સિવાય શિયાળામાં બહાર જતી વખતે ગરમ કપડાં પહેરો. છાતી અને માથા પર હવા ન લાગવા દો. ગરમ પાણી પીવો અને અઠવાડિયામાં એક વાર નાસ લો.

આ પણ વાંચો: કેવી રીતે કરાય છે ઓમિક્રોનનું ટેસ્ટિંગ? જીનોમ સિકવન્સ શું છે? જાણીએ GBRCના બાયોલોજીસ્ટ પાસેથી

આ પણ વાંચો: Health News : થાઇરોઇડના દર્દીઓએ દવા લેતી વખતે આ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">