ખુબ અગત્યનું: કેટલા દિવસો બાદ બદલી દેવું જોઈએ બ્રશ? ઘરમાં કોઈને છે આ સમસ્યા તો જરૂર બદલો બ્રશ
દરેક વ્યક્તિ બ્રસ કરતુ જ હોય છે પરંતુ તેને ભાગ્યે જ ખ્યાલ હોય છે કે બ્રસ બદલવાનો સમય આવી ગયો છે. ચાલો આજે તમને જણાવી દઈએ કે કેટલા દિવસોમાં તમારે બ્રસ બદલાવો જોઈએ અને ક્યારે ક્યારે બદલાવો જોઈએ.
દરરોજ સવારે ઉઠ્યા પછી તમારે બ્રશ કરવું જ જોઈએ. જે લોકો પોતાના દાંતની ખાસ કાળજી લે છે, તેઓ તપાસ કર્યા પછી જ ટૂથપેસ્ટ પસંદ કરે છે અને બ્રશ લેતા પહેલા પણ ઘણું વિચારે છે. પરંતુ એકવાર તમે બ્રશ ખરીદી લો, પછી ભૂલી જાઓ અને લાંબા સમય સુધી તે જ બ્રશનો ઉપયોગ કરતા રહો છો. બ્રશ દેખાવમાં ખરાબ ન હોય, પરંતુ થોડા સમય પછી બ્રશ બદલવો જરૂરી હોય છે. લાંબા સમય સુધી એક જ બ્રશનો ઉપયોગ તમારા દાંત અને પેઢા માટે હાનિકારક સાબિત થઇ શકે છે.
આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે બ્રશનો ઉપયોગ કેટલો સમય કરવો જોઈએ અને ક્યારે બ્રશ બદલવાનો સમય આવે છે. બ્રશને લગતી ખાસ વસ્તુઓ જાણો, જે તમારે જાણવાની ખુબ જ જરૂર છે?
કેટલા દિવસમાં બ્રશ બદલવો જોઈએ?
ધ સેન્ટર્સ ફોર ડિઝીઝ એન્ડ કંટ્રો અનુસાર દરેક વ્યક્તિએ દર 3 થી 4 મહિનામાં પોતાનો બ્રશ બદલવો જોઈએ. આનો અર્થ એ પણ નથી કે બ્રશને નુકસાન થયું હોય અને ખરાબ થયો હોય તો તેને ચાર મહિનાના સુધી ચલાવી રાખવો. પરંતુ તમારા બ્રશના રેસા ખરાબ થઇ ગયા છે અને વારે વારે તૂટી જાય છે કે પછી તે સંપૂર્ણપણે વળી ગયા છે, તો તમારે બ્રશને તાત્કાલિક બદલી દેવો જોઈએ, ભલે તમે બ્રશ ખરીદ્યાને ચાર મહિના ન થયા હોય.
બ્રશ બદલવાનો સમય આવી ગયો છે ત્યારે તમને કેવી રીતે ખબર પડશે?
બ્રશના બરછટ રેસાને જોઇને જ તમે શોધી શકો છો કે બ્રશ બદલવાનો સમય છે કે નહીં. ઉદાહરણ તરીકે, જો બ્રસના રેસા તૂટી રહ્યા હોય, તો તમારે તેને બદલી દેવો જોઈએ. ઘણા લોકો માને છે કે જો સફેદ સ્તર બ્રસના તળિયે જામવાનું શરૂ કરે છે, તો પણ તમારે બ્રશને બદલવું જોઈએ. લાંબા સમય સુધી એક જ બ્રશનો ઉપયોગ તમારા દાંત માટે સારો નથી.
બીમારી બાદ બ્રશ બદલો
એક દાંતના બ્રસ બનાવતી કંપનીની વેબસાઈટ મુજબ, જો તમને વાયરસ, ફૂગ સંબંધિત ઘણી બીમારીઓ થઈ હોય, તો તમારે સાજા થયા પછી બ્રશ બદલવો જોઈએ. કોરોના વાયરસ દરમિયાન પણ, ઘણા ડોકટરોએ સલાહ આપી હતી કે પોઝિટિવ આવતા દર્દીઓએ પણ નેગેટિવ આવ્યા બાદ પોતાના બ્રશ બદલવા જોઈએ. આ સિવાય, જો બ્રશને એવી જગ્યાએ રાખવામાં આવે, જ્યાં ઘરના અન્ય સભ્યોને પણ પોતાનો બ્રસ રાખે છે અને તમારા પરિવારમાં કોઈ બીમાર પણ પડ્યું હોય, તો તમારે બ્રશ બદલવું જોઈએ. આમ ના કરવાથી તમને ચેપનું જોખમ વધે છે.
આ પણ વાંચો: Matcha Tea ના ફાયદા જાણશો તો ગ્રીન ટીને પણ ભૂલી જશો, જાણો સ્વાસ્થ્ય લાભ અને બનાવવાની રીત
આ પણ વાંચો: આ રીતે બનાવશો કારેલાનો જ્યુસ તો બનશે ટેસ્ટી, જાણો તેના અનેક સ્વાસ્થ્ય લાભ
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)