શિયાળામાં આલ્કોહોલનું સેવન બની શકે છે જીવલેણ! જાણો કેવી રીતે છે તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક

Winter Health: આલ્કોહોલ, જે ફળો, અનાજ અને કેટલીક શાકભાજીને સડાવીને બનાવવામાં આવે છે. આ વસ્તુઓમાંથી યીસ્ટ ઉત્તપન કરીને આલ્કોહોલ તૈયાર કરવામાં આવે છે. જાણો શિયાળામાં એનાથી શું નુકશાન થાય છે.

શિયાળામાં આલ્કોહોલનું સેવન બની શકે છે જીવલેણ! જાણો કેવી રીતે છે તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક
Drinking too much alcohol in winter can be dangerous for your health, know the details
TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Dec 21, 2021 | 6:33 AM

Health Tips: દારૂ (Alcohol) પીવો એ અમુક લોકોનો શોખ અને ખુબ પસંદ હોય છે, ત્યારે અમુક લોકો ફેશન, સ્ટાઈલ અને કૂલ દેખાવા માટે આજકાલ આલ્કોહોલનું સેવન કરે છે. જો કે, જો આલ્કોહોલ પણ એક પ્રકારનું ફૂડ લિક્વિડ છે, તેથી તેનું સેવન મર્યાદામાં કરવું જોઈએ. ઘણીવાર એવું જોવા મળે છે કે શિયાળાની શરૂઆત સાથે જ આલ્કોહોલની માંગ નોંધપાત્ર રીતે વધી જાય છે. કહેવાય છે કે આલ્કોહોલ પીવાથી શરદી ઓછી થાય છે, જેના કારણે લોકો શિયાળામાં તેનું વધુ સેવન કરે છે.

જ્યારે નિષ્ણાતો માને છે કે આલ્કોહોલનું સેવન કર્યા પછી, દરેક વ્યક્તિના રક્ત કોશિકાઓમાં રક્ત પરિભ્રમણ ધીમુ પડી જાય છે. જેના પછી હૃદય પર દબાણ આવે છે, અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. પરંતુ ઘણીવાર કડકડતી ઠંડીથી બચવા માટે લોકો આલ્કોહોલ પીવા લાગે છે જે શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

હાયપોથર્મિયાનું જોખમ વધે છે

એક અભ્યાસ મુજબ, આલ્કોહોલનું સેવન શરીરનું મુખ્ય તાપમાન ઘટાડે છે અને હાયપોથર્મિયાનું જોખમ વધારે છે, જે તીવ્ર ઠંડીમાં જીવલેણ બની શકે છે. તમને જણાવી દઈએ કે હાઈપોથર્મિયાને હળવાશથી ન લેવું જોઈએ, આ એક પ્રકારનો રોગ છે. એવું કહેવાય છે કે જ્યારે શરીર ગરમી ઉત્પન્ન કરે ત્યારે તેને ગુમાવતા પહેલા, ત્યારે શરીરનું તાપમાન ખતરનાક સ્તરે જાય છે.

જોકે કેટલાક લોકો એવું પણ માને છે કે આલ્કોહોલથી શરીરનું તાપમાન વધે છે અને ગરમીનો અનુભવ થાય છે. પરંતુ આરોગ્ય નિષ્ણાતોની વિચારસરણી અલગ છે. આલ્કોહોલ પીવાથી લોકોને ગરમી લાગે છે, પરંતુ વાસ્તવમાં આલ્કોહોલ શરીરનું તાપમાન ઘટાડે છે અને જો તમે કોલ્ડ વેવની પકડમાં હોવ તો તે રોગપ્રતિકારક શક્તિને પણ અસર કરે છે જે શરીર માટે જોખમી બની શકે છે.

હવામાન વિભાગની સલાહ

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા હવામાન વિભાગે પોતાની એડવાઈઝરીમાં કહ્યું હતું કે જો શરદીને કારણે ફ્લૂ, શરદી, નાકમાંથી લોહી આવવું વગેરે જેવી સમસ્યાઓ થવાની સંભાવના છે તો તેમની સમસ્યાઓ પણ વધી જશે. આવી સ્થિતિમાં દારૂનું સેવન ન કરવું જોઈએ તેવું કહેવામાં આવ્યું હતું.

આ તમારા શરીરનું તાપમાન ઘટાડે છે જે હાનિકારક છે. આવા સમયે બને ત્યાં સુધી વિટામિન સી ધરાવતાં ફળો ખાઓ, જેથી શરદીની અસરથી બચી શકાય. ઠંડીમાં દારૂથી દૂર રહેવાની આ સલાહમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી. શિયાળામાં આલ્કોહોલનું સેવન કરવાથી તમને ઘણાં નુકસાન થઈ શકે છે, જેનો આપણને સામાન્ય રીતે ખ્યાલ નથી હોતો. જો તમે પણ શિયાળાની આ ઋતુમાં આલ્કોહોલનું સેવન કરતા હોવ તો તેનાથી અંતર રાખો.

આ પણ વાંચો: ટાઈપ-2 ડાયાબિટીસ દર્દીઓ માટે રીંગણનું સેવન છે લાભકારક, જાણો તેમાં છુપાયેલા પોષકતત્વ વિશે

આ પણ વાંચો: Health : હાઈ બ્લડસુગરના દર્દીઓને આ Infections નો ખતરો, 25 ટકા લોકો ત્રીજા ઇન્ફેક્શનથી સૌથી વધારે પરેશાન

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati