ટાઈપ-2 ડાયાબિટીસ દર્દીઓ માટે રીંગણનું સેવન છે લાભકારક, જાણો તેમાં છુપાયેલા પોષકતત્વ વિશે

રીંગણ જે ભારતમાં દરેક જગ્યાએ વિવિધ પ્રકારમાં જોવા મળે છે. રીંગણ એક અલગ શાકભાજી તરીકે પણ ખાવામાં આવે છે. સામાન્ય રીતે લોકો રીંગણનું ભડથું અને ચિપ્સ વગેરેનું સેવન કરે છે. તેનો ઉપયોગ સંભારમાં પણ થાય છે.

ટાઈપ-2 ડાયાબિટીસ દર્દીઓ માટે રીંગણનું સેવન છે લાભકારક, જાણો તેમાં છુપાયેલા પોષકતત્વ વિશે
Brinjal
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Dec 20, 2021 | 5:55 PM

ડાયાબિટિસ (Diabetes)ની સમસ્યા લોકોમાં આજકાલ જોવા મળી રહી છે. દરેક ઉંમરના લોકો આ સમસ્યાથી પીડિત જોવા મળી રહ્યા છે. છેલ્લા એક દાયકામાં ડાયાબિટિસ ઝડપથી વધી રહ્યો છે. ડાયાબિટિસના મુખ્ય ચાર પ્રકાર હોય છે. ટાઈપ-1, ટાઈપ-2, સગર્ભાવસ્થા ડાયાબિટીસ અને પ્રીડાયાબિટીસ હોય છે. તેમાં પણ ટાઈપ-2ને સૌથી ખતરનાક પ્રકાર માનવામાં આવે છે. ટાઈપ-2 ડાયાબિટીસ ધરાવતા દર્દીઓમાં ઓછા ઈન્સ્યુલિન અને લોહીમાં શર્કરાના સ્તરમાં વધારો સૌથી સામાન્ય માનવામાં આવે છે, જે સમયની સાથે સંપૂર્ણ સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે.

તમને જણાવી દઈએ કે વધુ ફાઈબરવાળા ખાદ્ય પદાર્થ આ રોગીઓ માટે લાભદાયક હોય છે. તેઓ લોહીમાં ખાંડને તોડવાની પ્રક્રિયાને ધીમી કરવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે આવા રોગીઓ માટે રીંગણ ખુબ જ ફાયદાકારક હોય છે, રીંગણ જે ભારતમાં દરેક જગ્યાએ વિવિધ પ્રકારમાં જોવા મળે છે. રીંગણ એક અલગ શાકભાજી તરીકે પણ ખાવામાં આવે છે. સામાન્ય રીતે લોકો રીંગણનું ભડથું અને ચિપ્સ વગેરેનું સેવન કરે છે. તેનો ઉપયોગ સંભારમાં પણ થાય છે.

ડાયાબિટિસના લક્ષણ

વારંવાર તરસ લાગવી અને વારંવાર પેશાબ આવવો. તેને પોલ્યુરિયા કહે છે. અચાનકથી વજન ઘટવુ, સાથે જ ઝડપથી થાક લાગવો.

રીંગણમાં છે પૌષ્ટિક તત્વ

ડાયાબિટિસથી પીડિત લોકો માટે રીંગણ ખુબ જ ઉપયોગી છે. તે બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તમને જણાવી દઈએ કે રીંગણ એક સ્ટાર્ચ વગરની શાકભાજી છે. આ જ કારણ છે કે ડાયાબિટિસના દર્દીઓ માટે તે લાભકારક છે.

રીંગણ ડાયાબિટીસના દર્દીઓ માટે છે?

કહેવામાં આવે છે કે રીંગણ ડાયાબિટીસના દર્દીઓ માટે કોલસ્ટ્રોલ મુક્ત હોય છે અને ખાસ વાત એ છે કે તે હૃદયના સ્વાસ્થ્યને પ્રતિકૂળ અસર કરતું નથી. રીંગણમાં ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે અને તે અન્ય કાર્બોહાઈડ્રેટ-સમૃદ્ધ ખોરાકની તુલનામાં રક્તમાં ખાંડને ઝડપથી વધારતું નથી, તેથી જ ડાયાબિટીસના દર્દીઓ તેનું સેવન કરી શકે છે.

હાર્ટ ડિસિઝથી પણ રાખે દુર

ડાયાબિટીસમાં રીંગણનું સેવન કરવાથી તમારા શરીરમાં એન્ટીઓક્સીડેન્ટની માત્રા વધે છે. એન્ટિ-ઓક્સિડન્ટ્સની મદદથી શરીર ફ્રી રેડિકલને કારણે થતાં નુકસાનથી બચે છે. આ કારણથી હ્રદયરોગનું જોખમ પણ ઘટી જાય છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati