તમે ક્યારેય સાંભળ્યું છે મીઠી તુલસી વિશે? ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે આ છોડ, જાણો ફાયદા

Stevia Benefits : સુગર ફ્રી તરીકે જાણીતા સ્ટીવિયામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે આયર્ન, પ્રોટીન, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, વિટામિન એ, સી જેવા પોષક તત્વોથી સમૃદ્ધ છે. ચાલો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભો.

તમે ક્યારેય સાંભળ્યું છે મીઠી તુલસી વિશે? ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે આ છોડ, જાણો ફાયદા
Diabetic can use stevia instead of sugar in tea, know the Benefits of Stevia

સ્ટીવિયા એક ઔષધિ છે. તમે સુગર ફ્રી ઘણી પ્રોડક્ટ્સનું નામ સાંભળ્યું હશે. પરંતુ તમને ખ્યાલ નહીં હોય કે આ સુગર ફ્રીમાં મોટાભાગે સ્ટીવિયાનો ઉપયોગ થતો હોય છે. આના પાન ખાંડ જેવા મીઠા લાગે છે. આ છોડને મીઠી તુલસી પણ કહેવામાં આવે છે. તેના પાન તુલસીના પાંદડા જેવા દેખાય છે. તમે તેને તમારા ઘરે સરળતાથી ઉગાડી શકો છો. આ ઔષધિ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં સાવ નજીવી કેલરી હોય છે. તમે ખાંડને બદલે સ્ટીવિયાનો ઉપયોગ કરી શકો છો. તમે તેને તમારી ચા અથવા કોફી, લીંબુના શરબત, સોડામાં તેને ઉમેરી શકો છો અથવા તેને તમારા દહીંમાં પણ ઉમેરી શકો છો.

લોકો ચા અને કોફીને મીઠી બનાવવા માટે સ્ટીવિયાના સૂકા પાંદડાઓનો ઉપયોગ કરે છે. સ્ટીવિયાના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે આયર્ન, પ્રોટીન, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, વિટામિન એ, સી જેવા પોષક તત્વોથી સમૃદ્ધ છે. આ તમામ પોષક તત્વો આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેના અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે.

સ્ટીવિયા 4 આશ્ચર્યજનક લાભો

ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક

સ્ટીવિયામાં કેલરી વધારે નથી હોતી. એક અભ્યાસ મુજબ, સ્ટીવિયાના સેવનથી ઇન્સ્યુલિનની માત્રા પર કોઇ અસર થતી નથી. તેથી, ડાયાબિટીસના દર્દીઓ આ છોડના પાંદડાઓનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓમાં કરી શકે છે. સ્ટીવિયા સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે.

કેન્સરનું જોખમ ઘટાડવા માટે સ્ટીવિયા ઉપયોગી

આ જડીબુટ્ટી શક્તિશાળી એન્ટીઓકિસડન્ટો ધરાવે છે. જે તેને કેન્સર વિરોધી ખોરાક બનાવે છે. સ્ટીવિયામાં કેમ્ફેરોલ નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. તે ખાસ કરીને સ્વાદુપિંડનું કેન્સર રોકવામાં ઉપયોગી છે.

સ્ટીવિયા વજન જાળવવામાં મદદ કરી શકે છે

મીઠી હોવા છતાં, સ્ટીવિયામાં કેલરી ખૂબ ઓછી હોય છે. વજન વધવાની ચિંતા કર્યા વગર તમે તેને તમારી મીઠાઈઓ અને કૂકીઝમાં ઉમેરી શકો છો. તે મીઠાઈમાં મીઠાસની જરૂરીયાતને સંતોષવાનું કામ કરે છે. તમે તેને બાળકોના આહારમાં પણ સામેલ કરી શકો છો. જો તમે વજન ઓછું કરવા માંગતા હો, તો તમે ખાંડ છોડીને સ્ટીવિયા તરફ વળી શકો છો.

બ્લડ પ્રેશરનું સ્તર ઘટાડી શકે છે

સ્ટીવિયામાં ગ્લાયકોસાઇડ્સ હોય છે જે શરીરમાંથી વધારાનું સોડિયમ દૂર કરવામાં મદદ કરે છે. તે બ્લડ પ્રેશરનું સ્તર સ્થિર રાખવામાં મદદ કરે છે. જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા હૃદયના રોગોનું જોખમ ઘટે છે.

 

આ પણ વાંચો: Health Tips: જાણો છાસ અને લસ્સીના સ્વાસ્થ્ય લાભ, વજન ઘટાડવા માટે બંનેમાંથી શું છે શ્રેષ્ઠ?

આ પણ વાંચો: Health Tips : વરસાદની ઋતુમાં ભૂલથી પણ ના ખાશો આ 5 વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે હાનિકારક

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati