Health Tips: જાણો છાસ અને લસ્સીના સ્વાસ્થ્ય લાભ, વજન ઘટાડવા માટે બંનેમાંથી શું છે શ્રેષ્ઠ?

લોકો વજન ઘટાડવા માટે ઘણું બધું કરે છે, પરંતુ તેમના વજનમાં કોઈ ખાસ તફાવત જોવા મળતો નથી. જો કે, જો ચાલો તમને જણાવી દઈએ કે છાસ અને લસ્સીમાંથી વજન ઉતારવા માટે શું શ્રેષ્ઠ છે.

Health Tips: જાણો છાસ અને લસ્સીના સ્વાસ્થ્ય લાભ, વજન ઘટાડવા માટે બંનેમાંથી શું છે શ્રેષ્ઠ?
Know benefits of chaas and lassi, which of the two is best for weight loss
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 5:12 PM

આજે લગભગ દરેક વ્યક્તિ પોતાના વજનને લઈને ચિંતિત છે. આ માટે, તેઓ ઘણી પદ્ધતિઓ પણ અપનાવે છે, પરંતુ તે ખૂબ અસરકારક નથી નીવડતી અને પરિણામે તેમનું વજન સમાન રહે છે. જો કે ખોરાક પર નિયંત્રણનો અભાવ પણ આનું એક મોટું કારણ છે.

વ્યસ્ત દિવસ પછી અથવા જ્યારે ખૂબ ગરમી હોય ત્યારે છાશ અથવા લસ્સીના ગ્લાસથી વધુ તાજગીદાયક કંઈ નથી હોતું. મોટાભાગના લોકોના આ બંને સૌથી મનપસંદ અને પૌષ્ટિક પીણાં છે, જે લગભગ દરેક લોકો માણે છે.

સારી બાબત એ છે કે છાશ અને લસ્સી બંને પ્રોબાયોટિક્સથી સમૃદ્ધ છે, જે તમારા આંતરડાના સ્વાસ્થ્ય અને પાચન માટે સારું છે. પરંતુ વજન ઘટાડવા માટે બેમાંથી કયું પીણું તંદુરસ્ત છે તે અંગે હજુ પણ મૂંઝવણ રહે છે? તો વાંચો આ અહેવાલ.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

1. છાશના આરોગ્ય લાભો

પચવામાં સરળ અને ઉનાળાનું ઉત્તમ પીણું, એટલે કે છાશના ઘણા સ્વાસ્થ્ય લાભ છે. આયુર્વેદમાં તેને સાત્વિક ખોરાકની શ્રેણીમાં રાખવામાં આવી છે. એસિડિટી સામે લડવામાં મદદ કરે છે, મસાલેદાર ખોરાક પછી છાસ પેટને શાંત કરે છે, અને પાચનમાં મદદ કરે છે. એટલું જ નહીં તમારા આહારમાં કેલ્શિયમ ઉમેરે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે છે, બ્લડ પ્રેશર ઘટાડે છે, કેન્સર અટકાવે છે, કેલરી ઓછી કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

2. લસ્સીના સ્વાસ્થ્ય લાભો

લસ્સી દહીંમાંથી બનતું પીણું છે. તે પોષક તત્વોથી ભરપૂર છે. દહીંમાં થોડું મીઠું અથવા ખાંડ ઉમેરીને લસ્સી બનાવવામાં આવે છે. સ્વાદ વધારવા માટે લસ્સીમાં ફળો, ડ્રાય ફ્રુટ્સ અને અન્ય મસાલા ઉમેરી શકાય છે. તે એક પેટ ભરનારું પીણું છે, જે પાચનમાં મદદ કરે છે, પેટની સમસ્યાઓ અટકાવે છે. લસ્સી આંતરડાની તંદુરસ્તી માટે સારી ગણવામાં આવે છે અને તે રોગપ્રતિકારક શક્તિ અને હાડકાની તંદુરસ્તી વધારે છે.

3. વજન ઘટાડવા માટે કયું સારું છે?

વજન ઘટાડવા માટે છાશ વધુ સારો વિકલ્પ કહેવાય છે. તે હળવી અને સ્વસ્થ હોય છે. તે વિટામિન્સ અને પ્રોબાયોટીક્સથી સમૃદ્ધ છે. તમે એક દિવસમાં ઘણા ગ્લાસ છાસ પી શકો છો કારણ કે તેમાં કેલરી ઓછી હોય છે અને તમારા વજન ઘટાડવાના લક્ષ્યને તે નડશે નહીં.

4. મસાલા છાશ બનાવવાની શ્રેષ્ઠ રીત

1 કપ દહીં, 1 લીલું મરચું, થોડી કોથમીર, મીઠા લીંબડાના પાન, જીરું પાવડર, સંચાર અને ચાટ મસાલો લો.

છાશ બનાવવા માટે, ઉપર જણાવેલ તમામ સામગ્રીને મિક્સરમાં નાખો અને એક કપ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. ઠંડુ થવા માટે તેને ફ્રિજમાં રાખો.

આ પણ વાંચો: Health Tips : વરસાદની ઋતુમાં ભૂલથી પણ ના ખાશો આ 5 વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે હાનિકારક

આ પણ વાંચો: શું તમે પણ ફ્રીજમાં આ ફળો રાખવાની ભૂલ તો નથી કરતાને? જાણો શું છે નુકશાન!

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">