ડાયાલિસિસથી પરેશાન દર્દીઓ માટે રાહતના સમાચાર, કૃત્રિમ કિડનીની મદદથી ડાયાલિસિસમાંથી મળશે મુક્તિ !

આજકાલ કિડનીની બિમારીમાં દર્દીને ફરજીયાત ડાયાલિસિસ કરાવવુ પડે છે. જેના કારણે દર્દીની સાથેસાથે પરીવારજનોને પણ આર્થિક, શારીરિક અને માનસિક રીતે પરેશાની વેઠવાનો વારો આવે છે, આવા સંજોગોમાં હવે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.

ડાયાલિસિસથી પરેશાન દર્દીઓ માટે રાહતના સમાચાર, કૃત્રિમ કિડનીની મદદથી ડાયાલિસિસમાંથી મળશે  મુક્તિ !
first artificial kidney will get rid of dialysis
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 4:51 PM

Artificial Kidney : વિશ્વભરમાં દર વર્ષે હજારો લોકો કિડની સંબંધિત રોગોને કારણે મૃત્યુ પામે છે. કિડનીના દર્દીઓ માટે બ્લડ પ્યૂરિફિકેશન કરાવવુ જરૂરી છે. જે કૃત્રિમ રીતે ડાયાલિસિસ (Dialysis)દ્વારા કરવામાં આવે છે.ક્રોનિક કિડની બિમારીથી પીડાતા દર્દીઓના શરીરમાં લોહીમાંથી કચરો, વધારાનું પાણી બહાર કાઢવા માટે આ ખુબ જરૂરી છે.

હવે ડાયાલિસિસની જરૂર નહીં પડે !

પરંતુ હવે વૈજ્ઞાનિકોએ આવી કૃત્રિમ કિડની તૈયાર કરી છે, જેથી દર્દીઓને હવે ડાયાલિસિસની જરૂર નહીં પડે. કલ્પના કરો કે, તમારા શરીરમાં એવી કિડની હશે જેમાં ડાયાલિસિસનું કોઈ ટેન્શન નહીં હોય. તે તમને કિડની (Kidney)સંબંધિત બીમારીઓથી દૂર રાખશે. જેથી કિડની ફેલ્યરના કિસ્સામાં ટ્રાન્સપ્લાન્ટને લઈને કોઈ ટેન્શન નહિ રહે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કૃત્રિમ કિડની શું છે ?

UCSF (University of California, San Francisco) સ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ મેડિસિનના સંશોધકોએ એક કૃત્રિમ કિડની બનાવી છે. જે કિડનીના દર્દીઓને ડાયાલિસિસથી રાહત આપશે. કિડની પ્રોજેક્ટની ટીમ દ્વારા બનાવવામાં આવેલી આ પ્રત્યારોપણક્ષમ બાયો આર્ટિફિશિયલ કિડની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેનાથી કિડની સંબંધિત રોગોના દર્દીઓને (Kidney Patients) ડાયાલિસિસ મશીનો અને ટ્રાન્સપ્લાન્ટ કરવવામાંથી મુક્તિ મળશે.

કિડની પ્રોજેક્ટ એક રાષ્ટ્રીય સંશોધન પ્રોજેક્ટ 

કિડની પ્રોજેક્ટ એક રાષ્ટ્રીય સંશોધન પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનું લક્ષ્ય કિડની નિષ્ફળતાની સારવાર માટે માઇક્રો, મેડિકલી ટ્રાન્સપ્લાન્ટ અને બાયોઆર્ટિફિશિયલ કિડની બનાવવાનું છે. આ કૃત્રિમ કિડનીને કિડનીએક્સ તરફથી 650,000 ડોલર (લગભગ 48,241,280 રૂપિયા) નું ઇનામ પણ મળ્યું છે. આ ટીમ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પસંદગી પામેલી છ વિજેતા ટીમોમાંની એક હતી.

આ કૃત્રિમ કિડની કઈ રીતે કામ કરશે ?

આ કૃત્રિમ કિડનીનું કદ સ્માર્ટફોન જેટલું હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. કૃત્રિમ કિડનીમાં, બે મહત્વના ભાગો, હિમોફિલ્ટર અને બાયોરેક્ટર ઉમેરવામાં આવ્યા છે. હેમોફિલ્ટર (Haemophilter)લોહીમાંથી નકામા પદાર્થોને દૂર કરે છે. તે જ સમયે, બાયોરેક્ટર લોહીમાં ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરવાનું કામ કરે છે. પ્રિક્લિનિકલ દેખરેખ માટે આ કિડનીનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, વર્ષોથી કિડની પ્રોજેક્ટ દ્વારા વિવિધ પ્રયોગોમાં હિમોફિલ્ટર્સ અને બાયોરેક્ટર્સનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : જો તમે એક મહિના સુધી બ્રશ ન કરો તો દાંતનું શું થશે ? જાણો કેવી રીતે તમારા સ્વાસ્થ્યને થશે નુકસાન

આ પણ વાંચો : Health: વજન વધારવું હોય કે ઘટાડવું હોય, ફોલો કરો નિષ્ણાંતોએ સૂચવેલ આ ડાયેટ ચાર્ટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">