AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: વજન વધારવું હોય કે ઘટાડવું હોય, ફોલો કરો નિષ્ણાંતોએ સૂચવેલ આ ડાયેટ ચાર્ટ

ઉંમર પ્રમાણે યોગ્ય વજન હોવું અને તેના માટે યોગ્ય ડાયેટ હોવી ખુબ જ જરૂરી છે. જેથી અમે તમને જણાવીશું કે સવારે બ્રેકફાસ્ટ, બપોરના લંચ અને રાતના ડિનરમાં કયા ખોરાકનું સેવન કરીને વજન કંટ્રોલ કરી શકાય છે. 

Health: વજન વધારવું હોય કે ઘટાડવું હોય, ફોલો કરો નિષ્ણાંતોએ સૂચવેલ આ ડાયેટ ચાર્ટ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 5:15 PM
Share

આહાર (food) આપણા દૈનિક જીવનનો ખરેખર મહત્વનો ભાગ બની ગયો છે અને આપણા વિકાસ માટે તંદુરસ્ત (healthy) આહારની જરૂરિયાતોનો સમાવેશ કરવો જરૂરી છે. આપણે ઈન્ટરનેટ પર જે બધું વાંચીએ છીએ તે તમારા કિસ્સામાં સાચું અને માન્ય ન હોઈ શકે. દરેક વ્યક્તિનું એક અનન્ય શરીર હોય છે અને તેના ખોરાકના સેવનની જરૂરિયાતો હોય છે. શરીરની વૃદ્ધિ પણ ખોરાકના સેવન પર આધારિત છે.

આપણે આહારમાં અનેક વસ્તુઓનો ઉમેરો અને બાદબાકી કરીને વજન વધારી પણ શકીએ છીએ અને ઘટાડી પણ શકીએ છીએ. આ માટે આમ તો કોઈ ડાયેટ એક્સપર્ટ યોગ્ય જવાબ આપી શકે છે પણ એક સામાન્ય મત વજન વધારવા કે વજન ઘટાડવા માટે શું હોય શકે છે તે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. જેને ફોલો કરીને તમે તમારા વજન પર નિયંત્રણ લાવી શકો છો.

ઉંમર પ્રમાણે યોગ્ય વજન હોવું અને તેના માટે યોગ્ય ડાયેટ હોવી ખુબ જ જરૂરી છે. જેથી અમે તમને જણાવીશું કે સવારે બ્રેકફાસ્ટ, બપોરના લંચ અને રાતના ડિનરમાં કયા ખોરાકનું સેવન કરીને વજન કંટ્રોલ કરી શકાય છે.

આહાર

વજનમાં ઘટાડો કરવા- બ્રેકફાસ્ટ (સવારે 9 વાગ્યે): મુસલી/ મલ્ટિગ્રેન બ્રેડ ટોસ્ટ/ ઓટ્સ/ રાગી ચીલા/ ફ્રૂટ સ્મૂધી/ ફળો સાથે દહીં

મધ્યાહન ભોજન (બપોરે 12): કોઈપણ ફળ

લંચ (બપોરે 2 વાગ્યે): સલાડ/ દહીં/ શાકભાજી

સાંજનો નાસ્તો (સાંજે 5 વાગ્યે): સ્પ્રાઉટ્સ/ ભેલ પુરી/ કોલ્ડ કોફી/ ગ્રીન ટી/ બ્લેક કોફી

રાત્રિભોજન (સાંજે 7 વાગ્યે): સલાડ + સૂપ

વજનમાં વધારો કરવા-

બ્રેકફાસ્ટ (સવારે 9 વાગ્યે): પાસ્તા/ ઓમલેટ/ બ્રેડ બટર/ ચીઝ ટોસ્ટ/ બનાના શેક/ કોલ્ડ કોફી

મધ્યાહન ભોજન (બપોરે 12): હોટ ચોકલેટ

લંચ (બપોરે 2 વાગ્યે): રાજમા ચાવલ/ શાહી પનીર/ રોટલી/ રાયતા

સાંજે નાસ્તો (સાંજે 5 વાગ્યે): બ્રેડ ન્યુટેલા/ મેંગો શેક/ આઈસ્ક્રીમ શેક

રાત્રિભોજન (સાંજે 7 વાગ્યે): બટર ચિકન/ મટર પનીર/ પુલાઓ/ બિરયાની/ નાન

આ તમારા માટે ન હોઈ શકે કારણ કે તમારું શરીર વૈવિધ્યસભર છે અને બીજા બધાથી અલગ છે. અમે સૂચવીએ છીએ કે તમે વ્યક્તિગત રીતે ડાયેટિશિયન પાસે જાઓ અને તમારી જરૂરિયાતો અને શારીરિક જરૂરિયાતો અનુસાર આહાર ચાર્ટ કસ્ટમાઇઝ કરો.

આ પણ વાંચો: Health : હાર્ટ એટેક અને કાર્ડિયાક એટેક વચ્ચે શું છે તફાવત ? ઇમરજન્સીમાં કેવી રીતે કરશો ઈલાજ ?

આ પણ વાંચો: Health : આયુર્વેદ અનુસાર એવા કયા ખોરાક છે જેને ગરમ કરીને ખાવો ન જોઈએ

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

g clip-path="url(#clip0_868_265)">