AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમે એક મહિના સુધી બ્રશ ન કરો તો દાંતનું શું થશે ? જાણો કેવી રીતે તમારા સ્વાસ્થ્યને થશે નુકસાન

સવારે દાંત સાફ કરવા એ તમારા મોં માટે જ નહીં પણ તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું છે. આપણને બાળપણમાં શીખવવામાં આવે છે કે આપણે સવારે ઉઠીને દાંત સાફ કરવા જોઈએ.

જો તમે એક મહિના સુધી બ્રશ ન કરો તો દાંતનું શું થશે ? જાણો કેવી રીતે તમારા સ્વાસ્થ્યને થશે નુકસાન
Dental Care
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 5:32 PM
Share

700 વિવિધ પ્રજાતિઓના 6 મિલિયનથી વધુ બેક્ટેરિયા તમારા મોંની અંદર રહે છે. તમને જણાવી દઈએ કે આ બધા બેક્ટેરિયા ખરાબ નથી, કેટલાક તમારા સ્વાસ્થ્યને સારૂ રાખવામાં મદદ કરે છે. પરંતુ કેટલાક બેક્ટેરિયા તદ્દન ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી જ દાંત સાફ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે, જેથી ખતરનાક બેક્ટેરિયાથી બચી શકાય.

સવારે દાંત સાફ કરવા એ તમારા મોં માટે જ નહીં પણ તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું છે. આપણને બાળપણમાં શીખવવામાં આવે છે કે આપણે સવારે ઉઠીને દાંત સાફ કરવા જોઈએ. પરંતુ જો તમે એક દિવસ કે એક વર્ષ માટે બ્રશ ન કરો તો શું તમે જાણો છો કે તમારા દાંતનું શું થશે? શું તમે જાણો છો કે તે તમારા એકંદર સ્વાસ્થ્ય પર શું અસર કરશે ? કેટલા સમય પછી તમારા દાંત પડવાનું શરૂ થશે. ચાલો જાણીએ.

તમારા મોં અને શ્વાસમાંથી ઘણી દુર્ગંધ આવવા લાગશે. આ એક ખૂબ જ નાની સમસ્યા છે, આ સિવાય, તમારા દાંતમાં પ્લાક ટાર્ટરનું સ્વરૂપ લેવાનું શરૂ કરશે. આ એક ખૂબ જ કઠણ સ્તર છે જે તમારા દાંતનો રંગ પણ ઉડાવી દે છે. જ્યાં તેને દૂર કરવા માટે માત્ર ડોક્ટર જ તમને મદદ કરી શકે છે. આ સિવાય તમારા દાંતની ઉપરની સપાટી બગડવા લાગશે. કારણ કે તમારા મોંમાં બેક્ટેરિયાની સંખ્યા સતત વધતી જશે.

જો તમે એક મહિના સુધી બ્રશ નહીં કરો તો તમારા દાંતમાં પોલાણ આવવા લાગશે. તમારા દાંતમાં આ પોલાણ સમય સાથે વધશે અને અંતે તમારા દાંતમાં પરુ ભરાઈ જશે. જીંજીવાઇટિસની સમસ્યા પણ તમારા મોંમાં શરૂ થશે. જેના કારણે તમારા દાંતની આસપાસ પેઢામાં બળતરા થશે અને તમને ખોરોક લેવામાં ઘણી તકલીફ પડવા લાગશે. કારણ કે તમારા પેઢા ખૂબ જ સંવેદનશીલ બની જશે.

આ એક વર્ષ સુધી ચાલુ રહેશે, ત્યારબાદ તમારા દાંત પીરિયોડોન્ટાઈટિસની સમસ્યામાં ફેરવાશે. આ ત્યારે થાય છે જ્યારે પેઢાનું સ્તર દાંતથી અલગ થવા લાગે છે અને ખાલી જગ્યા બનાવા લાગે છે જેમાં ખોરાક અને બેક્ટેરિયા એકઠા થવા લાગે છે. ઘણા બધા બેક્ટેરિયા તમારા મોંમાં રોગ સામે લડવાની વ્યવસ્થાને બગાડી દેશે. જ્યારે તમારા પેઢા પાછા જવા લાગશે, ત્યારે તમારા દાંત પડવા લાગશે કારણ કે તે સડી જશે. મોંમાં દાંત ન હોવાને કારણે, તમને સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે.

આ પણ વાંચો : પીએમ મોદીએ આપ્યો એવો જવાબ, આરોપ લગાવનારાઓની બોલતી થશે બંધ, કહ્યું – સખત પરિશ્રમ અને મહેનતથી બનાવ્યું છે વ્યક્તિત્વ

આ પણ વાંચો : India Corona Update: દેશમાં કોરોનાના 24,354 નવા કેસ, માત્ર કેરળમાં જ 13,834 કેસ નોંધાયા

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">