AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: સવારે ખાલી પેટે એક ગ્લાસ મેથીનું પાણી પીવાથી થશે આ ખાસ ફાયદાઓ

દરેક રસોડામાં મેથી આસાનીથી મળી જાય છે. પણ નાનકડા મેથીના દાણાના ફાયદા પણ અઢળક છે.

Health Tips: સવારે ખાલી પેટે એક ગ્લાસ મેથીનું પાણી પીવાથી થશે આ ખાસ ફાયદાઓ
Drink 1 glass of fenugreek water on an empty stomach in the morning,
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 1:20 PM
Share

Health Tips :  ભારતીય ઘરોમાં મેથીનો( fenugreek) વ્યાપક ઉપયોગ થાય છે. ભારતમાં લોકો ખૂબ જ ઉત્સાહથી મેથી ખાય છે. અહીં લોકો શાકભાજી તરીકે મેથીનું સેવન કરે છે, તો ક્યારેક પરાઠામાં અને ક્યારેક લાડુના રૂપમાં, પરંતુ આપણામાંથી બહુ ઓછા લોકોને મેથીના ફાયદા વિશે ખબર છે. આયુર્વેદિક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મેથીમાં ઘણા પ્રકારના વિટામિન અને મિનરલ્સ જોવા મળે છે, જે ખૂબ જ ફાયદાકારક(benefit) છે. મેથી ની મદદ થી આપણે અનેક પ્રકારના રોગો અને બીમારીઓ મટાડી શકીએ છીએ. મેથીના દાણામાં એન્ટી ઓક્સિડેન્ટ સારી માત્રામાં હોય છે.

આયુર્વેદ(ayurved ) નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મેથીના દાણાનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, ખાસ કરીને જ્યારે તમે તેને સવારે ખાલી પેટ પીવો. વાળ અને ત્વચા માટે મેથીના પાણીનો ઉપયોગ પણ થાય છે. મેથીની અંદર ઘણા તત્વો જોવા મળે છે, જે શરીર માટે જરૂરી છે. મેથીમાં પ્રોટીન, ઉર્જા, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, જસત, મેંગેનીઝ, વિટામિન સી, વિટામિન બી, સોડિયમ, કાર્બોહાઇડ્રેટ વગેરે હોય છે.

*સવારે મેથીનું પાણી કેવી રીતે બનાવવું?*(fenugreek water) મેથીનું પાણી બનાવવા માટે તમારે ખૂબ જ મહેનત કરવાની જરૂર નથી. રાત્રે એક થી બે ચમચી મેથીના દાણા એક ગ્લાસ શુધ્ધ પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠ્યા બાદ આ પાણીને યોગ્ય રીતે ગાળી લો અને પછી તેને ખાલી પેટ પીવો. જો તમે ઇચ્છો તો, તમે પછીથી મેથીના દાણા પણ ખાઈ શકો છો. મેથીનું પાણી સવારે ખાલી પેટ પીવાથી શરીરમાં રહેલી  ટોકિન્સ બહાર નીકળી જાય છે. મેથી ગરમ છે, તેથી સ્ત્રીઓએ ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરની સલાહ પર જ તેનું સેવન કરવું જોઈએ.

મેથીનું પાણી ખાલી પેટ પીવાના ફાયદા સવારે ખાલી પેટ પર મેથીનું પાણી પીવાથી વજન ઓછું થાય છે. તે કોલેસ્ટરોલને ખૂબ જ ઝડપથી ઘટાડે છે. તે એસિડિટીની સમસ્યાને દૂર કરે છે, પાચન શક્તિમાં સુધારો કરે છે અને પેટની ઘણી સમસ્યાઓ જેવી કે એસિડિટી કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. મેથીનું પાણી બ્લડ સુગર લેવલને પણ નિયંત્રિત કરે છે. સાંધાનો દુખાવો ઓછો કરે છે. તમે અઠવાડિયામાં એક વાર મેથીના પાણીથી તમારા વાળ પણ ધોઈ શકો છો. આ વાળના વિકાસમાં ઘણી મદદ કરી શકે છે.

આ પણ વાંચો : જો તમારું પણ સપનું છે પદ્મ એવોર્ડ માટેનું ? આ રીતે કરી શકો છો એપ્લાય

આ પણ વાંચો : એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સની પહેલી નોકરીની અરજીની આટલા કરોડમાં કરવામાં આવી હરાજી

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">