AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્સર અને હાર્ટ ડિસિઝથી પણ વધુ ઝડપથી વધી રહી છે ડાયાબિટિસની બિમારી, જો આ લક્ષણો દેખાય તો તરત ડોક્ટરનો કરો સંપર્ક

ડાયાબિટીસ વિશ્વની સાથે સાથે ભારતમાં પણ મહામારીની જેમ ફેલાઈ રહ્યો છે. શહેરી વિસ્તારોમાં દર ત્રીજા પુખ્ત વ્યક્તિનું શુગર લેવલ વધી રહ્યું છે. હવે ડાયાબિટીસના વધુ કેસ 30 થી 40 વર્ષની ઉંમરના લોકોમાં પણ જોવા મળી રહ્યા છે.

કેન્સર અને હાર્ટ ડિસિઝથી પણ વધુ ઝડપથી વધી રહી છે ડાયાબિટિસની બિમારી, જો આ લક્ષણો દેખાય તો તરત ડોક્ટરનો કરો સંપર્ક
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 5:16 PM
Share

Diabetes Causes: સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસનું (Diabetes) પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. મેડિકલ જર્નલ ધ લેન્સેટના અભ્યાસ અનુસાર વર્ષ 2050 સુધીમાં 1 અબજથી વધુ લોકો ડાયાબિટીસથી પીડિત હશે. આ આંકડો કેન્સર અને હૃદય રોગના દર્દીઓ કરતાં વધુ છે. ડાયાબિટીસ બિનચેપી રોગ હોવા છતાં રોગચાળાની જેમ ફેલાઈ રહ્યો છે. ભારતમાં પણ આ રોગના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા 10 કરોડથી વધુ છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે આ બીમારી વધવા પાછળ ખાવાની ખોટી આદતો મુખ્ય કારણ છે. હવે ટાઈપ-1 ડાયાબિટીસ કરતા ટાઈપ-2 ડાયાબિટીસના કેસ વધી રહ્યા છે. આ એક રોગ શરીરના ઘણા ભાગોને અસર કરે છે. ડાયાબિટીસના કારણે હાર્ટ એટેક, કિડની ફેલ થવાની અને આંખોમાં ઈન્ફેક્શનની સમસ્યા રહે છે. સ્થૂળતાથી પીડાતા લોકોને ડાયાબિટીસનું જોખમ વધારે હોય છે. હવે નાના બાળકો પણ આ રોગનો શિકાર બની રહ્યા છે. ડાયાબિટીસ અંગે જાગૃતિના અભાવે અને સમયસર લક્ષણો પર ધ્યાન ન આપવાને કારણે આ રોગનો વ્યાપ સતત વધી રહ્યો છે.

આ પણ વાંચો: સવારે ભૂખ્યા પેટે ચા પીવી જોઈએ કે નહીં? તે સ્વાસ્થ માટે ફાયદાકારક છે? જાણો શું કહે છે નિષ્ણાંત

ડાયાબિટીસ કેન્સર અને હ્રદયરોગ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે

સફદરજંગ હોસ્પિટલના ડો.દીપક કુમાર કહે છે કે ડાયાબિટીસ વિશ્વની સાથે સાથે ભારતમાં પણ મહામારીની જેમ ફેલાઈ રહ્યો છે. શહેરી વિસ્તારોમાં દર ત્રીજા પુખ્ત વ્યક્તિનું શુગર લેવલ વધી રહ્યું છે. હવે ડાયાબિટીસના વધુ કેસ 30 થી 40 વર્ષની ઉંમરના લોકોમાં પણ જોવા મળી રહ્યા છે. આ રોગથી શરીરને ઘણું નુકસાન થાય છે. ડાયાબિટીસને કારણે શરીરના અન્ય અંગો પણ પ્રભાવિત થાય છે અને તે શરીરમાં વિકાસ પામતા અન્ય કોઈપણ રોગને ગંભીર બનાવે છે. આવા ઘણા કિસ્સાઓ જોવા મળે છે જ્યાં વ્યક્તિ ડાયાબિટીસના કારણે હૃદય રોગ અને કિડની ફેલ થવાનો શિકાર બની હોય.

સમયસર લક્ષણોની ઓળખ થવાથી બચી શકાશે

દિલ્હીની રાજીવ ગાંધી હૉસ્પિટલમાં ડૉ. અજિત જૈન જણાવે છે કે ડાયાબિટીસથી બચવા માટે તેના લક્ષણોની સમયસર ઓળખાણ જરૂરી છે, પરંતુ ચિંતાની વાત એ છે કે મોટાભાગના લોકોને ડાયાબિટીસ થયા પછી ખબર પડે છે કે તેઓ આ રોગનો શિકાર બન્યા છે, પરંતુ આ રોગ શરૂઆતમાં પણ ઘણા લક્ષણો દર્શાવે છે. જો તેમને ઓળખવામાં આવે તો તેમને સરળતાથી અટકાવી શકાય છે.

શું છે લક્ષણો?

અતિશય ભૂખ અને તરસ

ડૉ. જૈન સમજાવે છે કે જો કોઈ વ્યક્તિ ભૂખ અને તરસની પેટર્નમાં ફેરફાર અનુભવી રહી હોય તો તે ડાયાબિટીસનું પ્રારંભિક લક્ષણ છે. આમાં, વ્યક્તિને પહેલા કરતા વધુ ભૂખ અને તરસ લાગે છે. કોઈપણ કસરત કર્યા વિના પણ ભૂખ વધે છે. આવી સ્થિતિમાં આ લક્ષણ પર તરત જ ધ્યાન આપો અને ડૉક્ટરની સલાહ લો.

અચાનક વજન ઘટવું

જો આહારમાં કોઈ ફેરફાર ન થયો હોય અને તમારું વજન ઓછું ન થાય, તેમ છતાં વજન ઘટી રહ્યું હોય, તો તે ડાયાબિટીસનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. તેને અવગણવું જોઈએ નહીં.

શુગર લેવલમાં વધારો

કોઈપણ વ્યક્તિનું શુગર લેવલ અઠવાડિયામાં એક કે બે દિવસ વધી શકે છે, પરંતુ જો તે સતત વધી રહ્યું છે અને ઘટતું નથી, તો તે પ્રિડાયાબિટીસનું લક્ષણ છે.

વારંવાર પેશાબ

વારંવાર પેશાબ કરવો એ કિડનીની બીમારી તેમજ ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે છે. ઓછું પાણી પીધા પછી પણ જો તમને વધુ પેશાબ આવતો હોય તો આ સ્થિતિમાં ડોક્ટરની સલાહ અવશ્ય લો.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">