હાઈ બીપીના દર્દી ખાસ વાંચે: શિયાળાની ઠંડીમાં રાખો આ બાબતોનું ધ્યાન, નહીંતર પડી જશે ભારે

Winter Health: બ્લડ પ્રેશરમાં વધારો જેવી ઘટના આ દિવસોમાં ખૂબ જ સામાન્ય બની ગઈ છે. એક ઉંમર પછી અને આજકાલ સ્ટ્રેસ અને અવ્યવસ્થિત દિનચર્યાના કારણે યુવાનો પણ આ સમસ્યાનો શિકાર બને છે.

હાઈ બીપીના દર્દી ખાસ વાંચે: શિયાળાની ઠંડીમાં રાખો આ બાબતોનું ધ્યાન, નહીંતર પડી જશે ભારે
How to take care of patients with high BP in winter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 8:43 AM

Tips To Manage High Blood Pressure In Winters: આજકાલ દરેક વ્યક્તિ બ્લડ પ્રેશરની સમસ્યાથી ઝઝૂમી રહી છે. જો કે વરસાદ અને ઉનાળાની ઋતુ કરતાં શિયાળાની ઋતુ દરેકને વધુ પસંદ હોય છે, પરંતુ જે લોકો કોઈપણ જૂના રોગથી પીડિત હોય છે તેમને ઠંડીની ઋતુમાં અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. આવી જ રીતે હાઈ બ્લડ પ્રેશરનો પણ એક રોગ છે, તમને જણાવી દઈએ કે તેની સાથે જોડાયેલી તકલીફો ઋતુની સાથે વધી શકે છે.

શિયાળાની ઋતુમાં તાપમાનમાં ઘટાડો થાય છે, જેના કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ અવરોધાય છે. આ કારણે આપણા શરીરને જરૂરી માત્રામાં ગરમી મળતી નથી. જેના કારણે શિયાળાની ઋતુમાં હાઈ બીપીની સ્થિતિ વધુ રહે છે અને તે ગંભીર પણ સાબિત થાય છે.આટલું જ નહીં, બ્લડ પ્રેશરનું સ્તર વધવા ઉપરાંત તેને લગતી અન્ય તકલીફો પણ ઘણી વાર વધી જાય છે.

જાણો હાઈ બીપીના ગંભીર લક્ષણો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

હાઈ બીપી અથવા હાઈપરટેન્શન સાથે સંકળાયેલ ખરાબ બાબત એ છે કે મોટાભાગના લોકોને આ રોગનું નિદાન ખૂબ મોડું થાય છે. લોકો કાં તો તેના લક્ષણો સમજી શકતા નથી અથવા મોડેથી જાણ થતી હોય છે. ઘણી વખત એવું પણ બને છે કે જ્યાં સુધી સ્થિતિ ખૂબ ગંભીર ન હોય ત્યાં સુધી દર્દી તેની સ્થિતિ વિશે જાણી શકતો નથી. લોકો તેના વિશે જાણતા નથી, જેના કારણે તે મોટી સમસ્યા બની જાય છે.

– ખૂબ થાક – ગંભીર માથાનો દુખાવો – વસ્તુઓ યાદ રાખવામાં મુશ્કેલી – નાકમાંથી રક્તસ્રાવ – શ્વાસ લેવામાં તકલીફ

શિયાળામાં હાઈ બ્લડ પ્રેશરનું સ્તર કેવી રીતે ઓછું રાખવું

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. નવાઈની વાત એ છે કે યુવાનો પણ આ બીમારીથી પીડિત છે. તે જીવનશૈલી સાથે સંબંધિત એક ક્રોનિક રોગ છે. ખાસ વાત એ છે કે જીવનશૈલીમાં ફેરફાર કરીને આ સમસ્યાને નિયંત્રણમાં રાખી શકાય છે.

દરરોજ તમારા બ્લડ પ્રેશરનું સ્તર તપાસો. જો તમે કોઈ ડૉક્ટરના સંપર્કમાં હોવ, તો તેની સલાહનું ધ્યાન રાખો. માત્ર સ્વસ્થ આહાર લો. નિયમિત વ્યાયામ કરો. જો કે, હંમેશા ખૂબ જ ભારે કસરત કરવાનું ટાળો અને ફક્ત નિષ્ણાતની દેખરેખ હેઠળ જ વર્કઆઉટ કરો. બહાર તડકા અને ઠંડી હવામાં લાંબો સમય ન રહો. તમારી પોતાની સુરક્ષાનું ધ્યાન રાખો.

હાઈ બીપીના દર્દીઓ માટે આહાર ટિપ્સ

જો તમે નિયમિત રીતે સંતુલિત આહારનું સેવન કરો છો તો બધી સમસ્યાઓ દૂર રહે છે. હાઈ બીપીના દર્દીઓ માટે શાકભાજી, ફળો અને ઓછી ચરબીવાળી ડેરી પ્રોડક્ટ્સ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મીઠાનું સેવન હંમેશા મર્યાદિત માત્રામાં કરો. આહારમાં નિયમિતપણે આખા અનાજ, સૂકા ફળો, બદામ, માછલી, ઇંડા અને અન્ય પોલ્ટ્રી ઉત્પાદનોનો સમાવેશ કરો.

આ પણ વાંચો: Health: 30 વર્ષની ઉંમર પછી આ કઠોળ ખાવા જરૂરી બની જાય છે, જાણો કેમ

આ પણ વાંચો: Health Tips: આ 6 આયુર્વેદિક જડીબુટ્ટીઓ વાયરલ ઇન્ફેક્શનને રોકવામાં ખૂબ જ ગુણકારી, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ ફાયદાકારક

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">