Janmashtami 2021: પંચામૃત માત્ર પ્રસાદમાં જ નહીં સ્વાસ્થ્ય માટે પણ છે શ્રેષ્ઠ, જાણો તેના આરોગ્ય લાભો
પૂજા બાદ પંચામૃત ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે. તેને બનાવવા માટે પાંચ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં હાજર દરેક વસ્તુનું પોતાનું વિશેષ મહત્વ છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
પંચામૃત (Panchamrit) દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડમાંથી બનાવેલો એક પવિત્ર પ્રસાદ છે. તે સામાન્ય રીતે મંદિરોમાં અને ઘરોમાં બનાવવામાં આવે છે. પંચામૃત પહેલા દેવી – દેવતાઓને અર્પણ કરવામાં આવે છે અને પછી પ્રસાદ સ્વરૂપે લોકોમાં વહેંચવામાં આવે છે. મહાભારત અનુસાર, સમુદ્રમંથન દરમિયાન ઉદ્ભવતા તત્વોમાં પંચામૃત એક હતું.
પંચામૃત શબ્દ બે શબ્દોથી બનેલો છે. પંચ એટલે પાંચ અને અમૃત એટલે અમરત્વ પ્રાપ્ત કરવા માટેનું પ્રવાહી. આ પ્રવાહીમાં પાંચ તત્વો હોવાથી જ તેને પંચામૃત કહેવામાં આવે છે કારણ કે તે દેવતાઓ માટેનું પીણું હોવાનું કહેવાય છે. અભિષેક દરમિયાન પંચામૃતનો ઉપયોગ થાય છે. આ પવિત્ર પ્રસાદના મિશ્રણનો ઉપયોગ દેવી -દેવતાઓની મૂર્તિઓને સ્નાન કરવા માટે પણ થાય છે.
પંચામૃતનું મહત્વ
પંચામૃતમાં વપરાતી પાંચ વસ્તુઓનું પોતાનું મહત્વ છે. દૂધ શુદ્ધતા અને પવિત્રતા દર્શાવે છે. ઘી શક્તિ અને વિજય માટે છે. મધમાખી મધ પેદા કરે છે, તેથી તે સમર્પણ અને એકાગ્રતાનું પ્રતીક છે. ખાંડ મીઠાશ અને આનંદ વિશે છે જ્યારે દહીં સમૃદ્ધિનું પ્રતીક છે. દર વર્ષે જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભગવાન કૃષ્ણનો જન્મ આ દિવસે થયો હતો. દૂધ, ઘી, દહીં, માખણ વગેરે વસ્તુઓ કૃષ્ણને અર્પણ કરવામાં આવે છે. આ ખાસ પ્રસંગે પંચામૃતથી વધુ સારું શું હોઈ શકે?
પંચામૃત કેવી રીતે બને છે?
સામગ્રી – એક કપ દૂધ, અડધો કપ દહીં, એક ચમચી મધ, એક ચમચી ઘી અને એક ચમચી ખાંડ
બનાવવાની રીત – તમારે એક વાસણમાં દૂધ અને દહીંને ચમચીથી સારી રીતે મિક્સ કરવું પડશે. આ પછી મધ, ઘી, ખાંડ ઉમેરો. અને ઉપર તુલસીના પાન મૂકો.
આરોગ્ય માટે ફાયદાકારક
પંચામૃત રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. આ પંચામૃત પીવાથી ત્વચાનો રંગ સુધરે છે અને વાળ પણ સારા રહે છે.
તે આપણા શરીરની સાત ધાતુઓ માટે ફાયદાકારક છે. પંચામૃતમાં તુલસીના પાન હોય છે જે રોગોને દૂર રાખવામાં મદદ કરે છે.
આયુર્વેદ અનુસાર, આનું સેવન પિત્ત દોષને સંતુલિત કરવામાં મદદ કરે છે. તેમાં હાજર દરેક વસ્તુ ઔષધીય ગુણોથી ભરેલી છે. પિત્ત દોષ એટલે પેટની તકલીફ.
આ પણ વાંચો: તમારા બાળકને બનાવવું છે તેજસ્વી? આ ફૂડસ તમારા બાળકના મગજને કરશે એકદમ ધારદાર
આ પણ વાંચો: Benefits Of Saffron Oil: વાળ, ત્વચા અને આરોગ્યની સમસ્યા માટે ચમત્કારિક છે આ તેલ, જાણો કેસર તેલના ફાયદા
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)