તમારા બાળકને બનાવવું છે તેજસ્વી? આ ફૂડસ તમારા બાળકના મગજને કરશે એકદમ ધારદાર
બાળકો માટે વધુ પૌષ્ટિક ખોરાક લેવો ખૂબ જ જરૂરી હોય છે. ચાલો જાણીએ કે કયા ખોરાકને આહારમાં સમાવી શકાય છે. જેથી તેનો માનસિક વિકાસ વધુ સારો થાય.
યોગ્ય આહાર તમને તમારી યાદશક્તિ, એકાગ્રતા અને મગજના કાર્યને સુધારવામાં મદદ કરી શકે છે. મગજ, બાકીના શરીરની જેમ, આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી પોષક તત્વો શોષી લે છે. તેથી, બાળકો માટે વધુ પૌષ્ટિક આહાર લેવો ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ કે કયા ખોરાકને આહારમાં સમાવી શકાય છે.
ઇંડા
તમારા બાળકના નાસ્તાની પ્લેટમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને થોડી માત્રામાં તંદુરસ્ત ફેટ આપવાથી દિવસભર ઉર્જાવાન રહે છે. ઇંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. આ સિવાય તેમાં કોલીન હોય છે. તે યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.
ઓઈલી ફીશ
ઓઈલી ફીશમાં ઓમેગા -3 ફેટી એસિડ વધારે હોય છે. તે મગજના વિકાસ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કોષની રચના માટે ઓમેગા -3 ફેટી એસિડ જરૂરી છે. સૈલ્મોન, મેકરેલ, ટ્યૂના, ટ્રાઉટ, સારડીન અને હેરિંગ જેવી માછલીઓમાં ઓમેગા -3 ફેટી એસિડ્સ વધુ છે અને અઠવાડિયામાં એકવાર તેનું સેવન કરી શકાય છે.
ઓટ્સ/ઓટમીલ
ઓટમીલ અને ઓટ્સ મગજ માટે ઉર્જાના સારા સ્ત્રોત છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જે બાળકો પેટ ભરેલું છે તેવા અનુભવ કરાવે. અને આનાથી બાળકોને જંક ફૂડ ખાવાથી અટકાવે છે. આ વિટામિન ઇ, બી કોમ્પ્લેક્સ અને ઝીંકથી પણ સમૃદ્ધ છે, જે બાળકોના મગજને શાર્પ કરવામાં મદદ કરે છે. તમે સફરજન, કેળા, બ્લુબેરી અને બદામ જેવા કોઈપણ ટોપિંગનો પણ ઉપયોગ કરી શકો છો.
રંગબેરંગી શાકભાજી
રંગબેરંગી શાકભાજી એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે, જે મગજના કોષોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તમે તમારા બાળકના આહારમાં ટામેટાં, શક્કરીયા, કોળું, ગાજર અથવા પાલકનો સમાવેશ કરી શકો છો. શાકભાજીને સ્પેગેટી સોસ અથવા સૂપમાં સમાવી શકાય છે.
દૂધ, દહીં અને પનીર
દૂધ, દહીં અને પનીરમાં પ્રોટીન અને બી વિટામિન્સ વધુ હોય છે, જે મગજના પેશીઓ, ન્યુરોટ્રાન્સમીટર અને ઉત્સેચકોના વિકાસ માટે જરૂરી છે. આ તમામ મગજમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ખોરાકમાં કેલ્શિયમ પણ વધારે હોય છે, જે મજબૂત અને સ્વસ્થ દાંત અને હાડકાંના વિકાસ માટે જરૂરી છે. બાળકોમાં કેલ્શિયમની જરૂરિયાતો તેમની ઉંમરના આધારે બદલાય છે, પરંતુ તેઓએ દરરોજ બે થી ત્રણ કેલ્શિયમયુક્ત ભોજન લેવા જોઈએ. જો તમારા બાળકને દૂધ ન ગમે તો ચિંતા કરશો નહીં. તમે તમારા આહારમાં ડેરી ઉત્પાદનોને કેટલીક અન્ય રીતે સમાવી શકો છો. ખીર અથવા પેનકેક બનાવતી વખતે પાણીને બદલે દૂધનો ઉપયોગ કરો.
કઠોળ
કઠોળ તમારા બાળકો માટે પ્રોટીન, વિટામિન્સ અને ખનિજોનો એક મહાન સ્ત્રોત છે. કિડની અને પિન્ટો બીન્સમાં અન્ય કોઈપણ કઠોળ કરતાં વધુ ઓમેગા 3 ધરાવે છે. તે એએ સલાડ, ચીઝ અને સેન્ડવીચ સાથે ખાઈ શકાય છે.
આ પણ વાંચો: Cause of Migraine : કેમ થાય છે માઇગ્રેનનો દુખાવો અને શું છે તેના માટે સમાધાન ?
આ પણ વાંચો: Benefits Of Saffron Oil: વાળ, ત્વચા અને આરોગ્યની સમસ્યા માટે ચમત્કારિક છે આ તેલ, જાણો કેસર તેલના ફાયદા
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)