Healthy Diet: સ્વસ્થ અને ફીટ રહેવા માટે ડાયટમાં સામેલ કરો આ ફુડ, મળશે અનેક ફાયદા

Healthy Diet : સ્વસ્થ આહાર એ આપણી જીવનશૈલીનો મહત્વનો ભાગ છે. આવો જાણીએ કે તમે તમારા રોજિંદા ભોજનમાં કયા ખોરાકનો સમાવેશ કરી શકો છો.

Healthy Diet: સ્વસ્થ અને ફીટ રહેવા માટે ડાયટમાં સામેલ કરો આ ફુડ, મળશે અનેક ફાયદા
Healthy Diet Tips (File Image)
TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Feb 06, 2022 | 7:15 PM

દરેક વ્યક્તિ માટે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ જીવનશૈલી માટે કસરત (Exercise) અને દિનચર્યા (Routine) ની સાથે પોષ્ટીક આહાર લેવો ખૂબ જ જરૂરી છે. ઘણી વખત ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકના કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તે જરૂરી છે કે તમે ભોજનમાં પોષક તત્વોથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, ફેટ અને વિટામિન્સ શરીરની જરૂરિયાત મુજબ યોગ્ય માત્રામાં લેવા ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ કે સ્વસ્થ રહેવા માટે તમે કયા ખોરાકને ડાયટમાં સામેલ કરી શકો છો.

લીલા શાકભાજી

પાલક, કોલાર્ડ ગ્રીન્સ, ચાર્ડ વગેરે જેવા ગ્રીન્સ પોષક તત્વોથી ભરપૂર ખોરાક છે. તે વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટથી ભરપુર છે. આ ખોરાક ઓક્સિડેટીવ તણાવ ઘટાડી શકે છે અને આપણા મગજ અને યાદશક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે.

બેરી

તમે હંમેશા તમારા દિવસની શરૂઆત બેરીથી ભરેલી સ્મૂધીથી કરી શકો છો અથવા તેને તમારા ઓટમીલમાં ઉમેરી શકો છો. બ્લુબેરી, રાસબેરી અને બ્લેકબેરી જેવા બેરીમાં એન્થોસાયનિનની માત્રા ભરપૂર હોય છે. જે લીવરને નુકસાન થતું અટકાવે છે.

સાર્ડિન, એન્કોવીઝ અને સૅલ્મન

આમા ઓમેગા-3, ફેટી એસિડનો સારો સ્ત્રોત છે. તેમા એન્ટી ઇન્ફેમેટરી ગુણધર્મો છે. તેઓ સંધિવા અને હૃદય રોગ જેવા રોગો સામે રક્ષણ આપી શકે છે.

કોબી

તે વિટામિન સી, ફોલેટ અને ફાઈબર જેવા મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં કેલરી ઓછી હોય છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે. આ એન્ટી ઇન્ફેમેટરી ઘટાડવામાં અને આપણા શરીરના કોષોને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.

ટામેટા

ટામેટાં એન્ટીઑકિસડન્ટ લાઇકોપીનનો એક સ્ત્રોત છે. તે કેન્સર સામે રક્ષણ આપે છે. તેમાં કૈરોટીનોઈડ પણ હોય છે જે ત્વચાને સૂર્યના કિરણો થતા નુકસાનથી બચાવી શકે છે. ટામેટા પોટેશિયમનો સારો સ્ત્રોત છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

ગ્રીન કોફી

ગ્રીન કોફી પોષક તત્વોનો ભંડાર છે. તેમાં ક્લોરોજેનિક એસિડ સારી માત્રામાં હોય છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે માત્ર રોગપ્રતિકારક શક્તિને જ મજબૂત બનાવતું નથી, પરંતુ તે તમને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ગ્રીન કોફી બીન્સ આવશ્યક પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તે શરીરમાં ફ્રિ રેડિકલને કારણે થતા નુકસાનનો સામે મદદ કરે છે.

હર્બલ ટી

જો તમે કોફીના શોખીન નથી, તો તમે તમારા ભોજનમાં હર્બલ ટીનો સમાવેશ કરી શકો છો. એન્ટિઓક્સિડન્ટ્સ અને પોલિફેનોલથી ભરપૂર હર્બલ ટીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે દિવસમાં બે વાર તેનું સેવન કરી શકો છો.

ડાર્ક ચોકલેટ

ડાર્ક ચોકલેટમાં જોવા મળતા ચોક્કસ પ્રકારનું પોષક તત્વ પેટમાં બળતરા ઘટાડવામાં મદદરૂપ થાય છે. ખાસ કરીને તમારી ઉંમરની અનુરૂપ જેમ રક્ત વાહિનીઓને નુકસાનથી બચાવીને તમે તેનું સેવન કરી શકો છો. તેને હેલ્ધી ડેઝર્ટમાં પણ સામેલ કરી શકાય છે.

નોંધ: આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.

આ પણ વાંચો : Junagadh:પૂજ્ય કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા, લાંબા સમયથી બીમાર હતા, અંતિમ દર્શન કરવા અનુયાયીઓ ઉમટી પડ્યા

આ પણ વાંચો : ભારત રત્ન લતા મંગેશકરે દુનિયાને કહ્યુ અલવિદા, ઉદ્યોગ જગતે કંઈક આ રીતે આપી શ્રદ્ધાંજલિ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati