AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાના પાટેકર, સિદ્ધાર્થ શુક્લા, શેફાલી જરીવાલા સહિતનાનું કાર્ડિયાક અરેસ્ટથી થયુ મૃત્યુ, જાણો ક્યા લોકોને આવી શકે કાર્ડિયાક એટેક?

તાજેતરમાં નાના પાટેકર સહિત ઘણા સેલેબ્સના કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયા છે. કાર્ડયાક અરેસ્ટથી ન માત્ર વૃદ્ધો પરંતુ અનેક યુવાનોનું પણ અકાળે મોત થઈ રહ્યા છે. ત્યારે આ ગંભીર જોખમના કારણો, લક્ષણો અને તેનાથી બચવા માટેના અસરકારક ઉપાયો ક્યા છે. આવો જાણીએ

નાના પાટેકર, સિદ્ધાર્થ શુક્લા, શેફાલી જરીવાલા સહિતનાનું કાર્ડિયાક અરેસ્ટથી થયુ મૃત્યુ, જાણો ક્યા લોકોને આવી શકે કાર્ડિયાક એટેક?
| Updated on: Oct 08, 2026 | 4:58 PM
Share

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન થઈ ગયુ. તેમના મોતના સમાચાર થી સમગ્ર સિનેજગત સ્તબ્ધ છે કારણ કે તેઓ ઘણા ફિટ હતા. પોતાના ગોવાના ઘરમાં હતા ત્યારે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો અને 44 મિનિટ સુધી તેને CPR આપવા છતા તેમને બચાવી શકાયા ન હતા. આ દુ:ખદ સમાચારથી સમગ્ર દેશ દુ:ખી છે. રિપોર્ટ્ અનુસાર નાના પાટેકરને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો.

કાર્ડિયાક અરેસ્ટથી આ સેલિબ્રિટીઝના થયા મૃત્યુ

  • બરાબર એક વર્ષ પહેલા શેફાલી જરીવાલાનું મૃત્યુ પણ કાર્ડિયાક અરેસ્ટથી થયુ હુ. તે 42 વર્ષની હતી. વર્ષ 2023માં અભિનેતા સતીશ કૌશિક નું મૃત્યુ થયુ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સતીશ કૌશિકનું મૃત્યુ પણ કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો.
  • માઈક્લ જેક્સન નું વર્ષ 2009માં 50 વર્ષની ઉમરે નિધન થયુ હતુ. આ વૈશ્વિક પોપ આઈકનને લોસ એન્જેલસ સ્થિત તેમના ઘરે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો.
  • કન્નડ ફિલ્મોના સુપર સ્ટાર પુનીત રાજકુમાર ને વર્ષ 2021માં જીવલેણ કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો અને તેમનુ 46 વર્ષની ઉમરે નિધન થઈ ગયુ હતુ.
  • રાજીવ કપૂરનું વર્ષ 2021માં કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયુ હતુ. તેઓ 58 વર્ષના હતા.
  • બોલિવુડના પ્રસિદ્ધ કોરિયોગ્રાફર સરોજ ખાનને વર્ષ 2020માં મુંબઈની હોસ્પિટલમાં કાર્ડિયાક અરેસ્ટથી નિધન થઈ ગયુ.

એવામાં કાર્ડિયાક અરેસ્ટ શબ્દ ફરી ચર્ચામાં આવ્યો છે. મોટાભાગના લોકો હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટને એક જ સમજી લે છે. હકીકતમાં એવુ નથી. બંનેમાં બહુ મોટુ જુદા છે અને કાર્ડિયાક અરેસ્ટ હાર્ટ એટેક કરતા વધુ ભયંકર છે. હાર્ટ એટેકમાં બચવાના ચાન્સિસ રહે છે. જ્યારે કાર્ડિયાક અરેસ્ટમાં બચવાના ચાન્સિસ બહુ ઓછા, સાવ નહિવત્ત રહે છે.

કેટલો ખતરનાક છે કાર્ડિયાક અરેસ્ટ?

હાર્ટ એટેકમાં હ્રદય સુધી જનારો લોહીનો પ્રવાહ અટકી જાય છે. જ્યારે કાર્ડિયાક અરેસ્ટમાં હ્રદયની ઈલેક્ટ્રીક વાયરિંગમાં અચાનક ગડબડ થવાથી ધબકારા બંધ થઈ જાય છે. સૌથી ચિંતાજનક એ છે કે આ માત્ર બુઝુર્ગો જ નહીં પરંતુ 30 થી 40 વર્ષના યુવા અને ફિટ દેખાતા લોકો પણ તેનો શિકાર બની રહ્યા છે.

કાર્ડિયાક અરેસ્ટનો સૌથી વધુ ખતરો કોને રહે છે અને તેનાથી બચવાના ઉપાયો ક્યા છે?

જો ફેમિલીમાં કોઈને કાર્ડિયાક અરેસ્ટની હિસ્ટ્રી રહી હોય તો એ લોકોને આનો જોખમ વધુ રહે છે. હ્રદય રોગથી પીડિત લોકોને પણ કાર્ડિયાક આવવાનું રિસ્ક વધી જાય છે. કાર્ડિયાક અરેસ્ટ આવતા પહેલા શરીરને કેટલાક સંકેત મળે છે. જો સમયસર તેને ઓળખી લેવામાં આવે તો જીવ બચી શકે છે.

હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝ

જે લોકોને બ્લડ પ્રેશર અને બ્લડ શુગર લાંબા સમયથી અનિયંત્રિત રહેતુ હોય, તેમની બ્લડ વેસલ્સ એટલે કે રક્તવાહિનીઓ એક્દમ નબળી પડી જાય છે. જેનાથી હ્રદયની ઈલેકટિવિટી બગડવાનો સૌથી વધુ ખતરો રહે છે.

વધુ પડતો તણાવ અને ઓછી ઊંઘ

સતત માનસિક તણાવ, ડિપ્રેશન અને રોજની 6 કલાકથી પણ ઓછી ઉંઘ શરીરમાં કોર્ટિસોલ હોર્મોન વધારે છે. જે અચાનક કાર્ડિયાક અરેસ્ટનું કારણ બની શકે છે.

ધુમ્રપાન અને દારૂનું સેવન

સ્મોકિંગ અને ભારે માત્રામાં આલ્કોહોલ લેવાથી નસોમાં બ્લોકેઝ ઝડપથી વધે છે અને દિલહીની માંસપેશીઓ નબળી પડી જાય છે.

ફેમિલી હિસ્ટ્રી

જો પરિવારમાં કોઈને નાની ઉમરે હાર્ટ એટેક કે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોય તો આવનારી પેઢીમાં તેનું જોખમ 2 થી 3 ગણુ વધી જાય છે.

ઓવર વર્કઆઉટ અને અનપ્લાન્ડ હેવી એક્સરસાઈઝ

કોઈ મેડિકલ ચેકઅપ વિના બહુ ભારે વર્કઆઉટ કે સપ્લીમેન્ટ્સનું વધુ પડતુ સેવન દિલની ધડકનોને અચાનક અનિયંત્રિત કરી શકે છે.

કાર્ડિયાક અરેસ્ટ આવતા પહેલા શું થાય છે?

બેભાન થયા પહેલા દર્દીને કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો દેખાવા લાગે છે.

  • છાતીમાં દર્દ
  • ઉલટી અથવા ડાયેરિયા
  • શ્વાસ ફુલવો

ધબકારા વધઘટ ક્યારે થાય છે?

  • કાર્ડિયોમાયોપેથી,
  • કોઈ બીમારી માટે લેવાતી દવાઓ
  • હાર્ટ એટેક
  • હાર્ટ ફેલ થવુ
  • કોકેન જેવા ડ્રગ્સનું સેવન
  • લોંગ ક્યુટી સિન્ડ્રોમ (LQTS)
  • ગંભીર બીમારી કે ઈજા જેમા વધુ પડતુ લોહી વહી જવુ

કાર્ડિયાક અરેસ્ટથી બચવાની 5 જરૂરી ટિપ્સ

  • 30 વર્ષની ઉમર બાદ વર્ષે એક વાર ECG, લિપિડ પ્રોફઈલ અને સુગર ટેસ્ટ જરૂર કરાવો
  • હ્રદયની કોશશિકાઓને રિપેર થવા માટે પૂરતી ઉંઘ જરૂરી છે
  • રોજ 15 મિનિટ મેડિટેશન કે યોગ કરો જેનાથી હાર્ટ નોર્મલ રહેશે
  • ભોજનમાં નમક, ખાંડ, અને ટ્રાન્સ ફેટ ઓછી કરો, પોટેશિયમ અને ફાઈબર થી ભરપૂર ડાયેટ લો
  • જો કોઈ અચાનક બેભાન થઈ જાય તો તુરંત CPR આપી તેનો જીવ બચાવી શકાય છે

Sanatan Dharm: કળિયુગના અંત પહેલા પૃથ્વી પર શું થશે?- જાણો તેની સાથે જોડાયેલી કેટલીક ભવિષ્યવાણીઓ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">