AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બેંગલુરુમાં મહિલામાં ઇબોલાના લક્ષણો, હોસ્પિટલમાં દાખલ

ઈબોલા વાયરસને લઈ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને દેશભરના ડોક્ટરોને અલર્ટ કર્યા છે. વિશ્વ સ્વાસ્થય સંગઠને આને પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. જાણો કઈ રીતે ફેલાય છે અને તેના શરુઆતના લક્ષણો શું છે?

Breaking News : બેંગલુરુમાં મહિલામાં ઇબોલાના લક્ષણો, હોસ્પિટલમાં દાખલ
| Updated on: May 27, 2026 | 7:55 AM
Share

આફ્રિકી દેશમાં જલ્દી ફેલાય રહેલા ઈબોલા વાયરસને લઈ વિશ્વ સ્વાસ્થય સંગઠને પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. ત્યારબાદ ઈન્ડિયન મેડિકલ એસોશિએશને દેશભરમાં પોતાના રાજ્ય અને સ્થાનીય શાખાઓને સતર્ક રહેવાના નિર્દેશ જાહેર કર્યા છે. આઈએમએ હેડક્વાર્ટર દ્વારા લેટર જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું કે, અત્યારસુધી 336થી વધારે શંકાસ્પદ મામલા અને 87 મોત સામે આવી ચૂક્યા છે. આ સંક્રમણ હાલમાં કાંગો અને પાડોશી દેશ યુગાંડા સુધી સીમિત બતાવવામાં આવી રહ્યું છે.

મહિલામાં જોવા મળ્યા ઈબોલાના લક્ષણો

યુંગાંડાની એક મહિલાને ઇબોલા જેવા લક્ષણો જોવા મળ્યા બાદ બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તેના સેમ્પલ તપાસ માટે  પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા છે. કર્ણાટક આરોગ્ય વિભાગ તેની તકેદારી વધારી રહ્યું છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહિલા તાજેતરમાં જ ઇબોલા પ્રભાવિત વિસ્તારમાંથી ભારત આવી હતી. શરૂઆતમાં તે એક હોટલમાં રોકાઈ હતી, પરંતુ શરીરમાં દુખાવો જેવા લક્ષણો દેખાતા તેને બેંગલુરુની સરકારીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ડોકટરોને મોકલવામાં આવેલા એલર્ટમાં, IMA એ જણાવ્યું હતું કે. આ વખતે ઇબોલાના બુંદીબુગ્યો સ્ટ્રેનનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેના માટે હાલમાં કોઈ માન્ય રસી કે ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી. લોકોની અવરજવરને કારણે સંક્રમિત વ્યક્તિઓને ઓળખવાનું અને તેમના સંપર્કોને શોધવાનું મુશ્કેલ બની રહ્યું છે. ડોકટરો કહે છે કે, ઇબોલામાં મૃત્યુદર ઊંચો છે, અને ઘણા વિસ્તારોમાં તપાસની સુવિધાઓ મર્યાદિત છે.

કઈ રીતે ફેલાય છે ઈબોલા?

આઈએમએના જણાવ્યા મુજબ ઈબોલા ઈફેક્ટેડ થયેલા વ્યક્તિા બ્લડ શરીરમાંથી ઉલ્ટી કે સંક્રમિત સામાનના સંપર્કમાં આવવાથી ફેલાય છે. અસુરક્ષિત અંતિમ સંસ્કાર પણ સંક્રમણનું મોટું કારણ બની શકે છે. લેટરમાં એ પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, ઈબોલા નોર્મલ પરિસ્થિતિમાં હવા દ્વારા ફેલાતો નથી. આ કોવિડ 19 જેટલો જલ્દી સંક્રમણ ફેલાવનાર વાયરસ નથી.આઇએમએએ લોકોને સતર્ક રહેવા અને ચેપ અટકાવવા માટે આરોગ્ય સુરક્ષા નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અહી ક્લિક કરો

Follow Us
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
g clip-path="url(#clip0_868_265)">