AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ન્હાવાનું પાણી ઠંડુ હોય કે ગરમ, જો ન્હાવાની યોગ્ય ઢબ નથી ખબર તો આવી શકે છે હાર્ટ એટેક

મોટાભાગના લોકોને એ જાણકારી નથી હોતી કે નહાતી વખતે પાણી કેવી રીતે નાખવુ. જેનાથી ગંભીર નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ કે નહાતી વખતે શરીર પર પાણી રેડવાની યોગ્ય રીત શું છે?

ન્હાવાનું પાણી ઠંડુ હોય કે ગરમ, જો ન્હાવાની યોગ્ય ઢબ નથી ખબર તો આવી શકે છે હાર્ટ એટેક
| Updated on: Dec 02, 2025 | 6:27 PM
Share

શું તમે ક્યારેય વિચાર્યુ કે નહાવાની ખોટી ઢબ પણ તમને એટલી અસર કરે છે કે તમને હાર્ટ એટેક કે બ્રેન સ્ટ્રોક આવી શકે છે. આ સાંભળીને તમને આશ્ચર્ય થશે પરંતુ યોગ અને હેલ્થ એક્સપર્ટ સતત એ વાત પર ભાર મુકી રહ્યા છે કે ખોટી રીતે નહાવુ એ શરીરની બ્લડ વેસલ્સ પર અચાનક દબાણ લાવે છે. આ દબાણ એટલુ વધુ હોય છે કે હ્રદય કે મગજ સુધી બ્લડ સર્ક્યુલેશનમાં સમસ્યા આવી શકે છે. જેનુ પરિણામ ઘણુ ગંભીર આવી શકે છે.

જે લોકો સવારે ઉઠતા જ સીધુ માથા પર ઠંડુ પાણી નાખે છે કે પછી ઠંડીની સિઝનમાં ગીઝરનું ગરમ પાણી માથા પર નાખીને ન્હાય છે, તેમની આ આદત જેટલી સામાન્ય દેખાય છે એટલી જ ખતરનાક પણ છે. એક્સપર્ટ જણાવે છે કે અચાનક તાપમાનમાં બદલાવથી શરીરની નસો સંકોચાઈ જાય છે. તેનાથી હાર્ટ પર દબાણ વધે છે અને બ્લડ સર્ક્યુલેશ સિસ્ટર પર જોર પડે છે. આ જ કારણ છે કે ઘણીવાર નહાતી વખતે લોકો બેભાન થઈ જાય છે કે ચક્કર જેવુ અનુભવે છે કે અચાનક હાર્ટ એટેક આવવાની ખબર પણ સામે આવે છે.

હવે સવાલ એ છે કે શું નહાવાની પણ કોઈ યોગ્ય રીત હોય છે? તો તેનો જવાબ છે, હાં. જુના જમાનામાં લોકો આ વાતને બરાબર સમજતા હતા. આથી જ નદી, કે તળાવમાં કે કૂવામાં નહાતા પહેલા શરીરને ધીરે ધીરે પાણીના તાપમાન અનુસાર તૈયાર કરતા હતા.

સીધુ માથા પર પાણી રેડવુ કેમ જોખમી?

બ્લડ વેસલ્સ અચાનક સંકોચાઈ જાય છે:  ગરમ તે ઠંડુ પાણી સીધુ માથા પર રેડવાથી શરીરને તાપમાનનો આંચકો લાગે છે, તેનાથી નસો સંકોચાઈ જાય છે. જેનાથી બ્લડ ફ્લો ને અસર થાય છે.

હાર્ટ પર દબાણ વધે:

બ્લડ વેસલ્કના સંકોચાવાથી હાર્ટને બ્લડ પંપ કરવામાં વધુ મહેનત કરવી પડે છે. તેનાથી બ્લડ પ્રેશર અચાનક વધી જાય છે અને હાર્ટને નુકસાન પણ થઈ શકે છે.

બ્રેન સ્ટ્રોકનું જોખમ:

શરીર પર અચાનક ઠંડુ પાણી કે ગરમ પાણી રેડવાથી મગજની નસો પર દબાણ વધે છે, જેનાથી સ્ટ્રોકનું જોખમ રહે છે.

નબળા લોકો માટે વધુ જોખમી:

જે લોકોને હાઈ બીપી, ડાયાબિટીઝ, હાર્ટની સમસ્યા કે વધુ તણાવ હોય છે. તેમના માટે આ આદત જોખમને અનેક ગણુ વધારી દે છે.

જુના જમાનામાં લોકો કઈ રીતે નહાતા?

પહેલા પગ પર પાણી રેડવુ: તેનાથી શરીર ધીરે-ધીરે તાપમાનના બદલાવને અનુભવે છે.

પછી ધડ કે શરીરના વચ્ચેના હિસ્સામાં પાણી રેડવુ: તેનાથી સર્ક્યુલેશન ધીમે-ધીમે એડજસ્ટ થાય છે.

સૌથી છેલ્લે માથા પર પાણી રેડવુ: જ્યારે શરીર પાણીના તાપમાનને અનુરૂપ થઈ જાય ત્યારે જ માથા પર પાણી રેડવુ જોઈએ. આ રીત બ્લડ પ્રેશરને સ્થિર રાખે છે અને શરીરને ઝટકાથી બચાવે છે.

ક્યારેય નહાવાની સીધી શરૂઆત માથાથી ન કરો, પહેલા પગ, ત્યારબાદ હાથ અને શરીર પર ધીમે ધીમે પાણી રેડો. સૌથી છેલ્લે માથા પર પાણી રેડો, ભલે પાણી ઠંડુ હોય કે ગરમ.

હ્રદય રોગના દર્દીએ સવાર-સવારમાં ઠંડા પાણીથી ન નહાવુ

તેજ બહુ ગરમ પાણીથી પણ ન નહાવુ જોઈએ. આ હ્રદય અને ચામડી બંનેને નુકસાન કરે છે.

Diclaimer: આ સામગ્રી, ફક્ત સામાન્ય જાણકારી પર આધારીત છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. TV9 આ માહિતીની જવાબદારીનો દાવો કરતું નથી.

જેલમાં બંધ ઈમરાન ખાન સાથે મુનીરે શું કર્યુ? કેમ દોઢ મહિનાથી તેમના પરિવારજનોને તેમને મળવા દેવાયા નથી?

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">