આ પાન છે કુદરતની અમૂલ્ય ભેટ, શિયાળામાં શ્વાસ, હાઈ બીપી સહિતની તમામ સમસ્યાઓ માટે છે અમૃત સમાન, જાણો વિગત

|

Nov 12, 2023 | 8:23 PM

પાન કોઈ પણ વૃક્ષના હોય દરેકના અનેક ફાડા હોય છે. ત્યારે આ પાન ખરેખર અમૃત સમાન છે. તેને કુદરતની અમૂલ્ય ભેટ કહીએ તો નવાઈ નહીં. આ પાનથી તમે શરદી, ઉધરસ, વાયરલ તાવ, રક્તપિત્ત, ટીવી, હાઈ બ્લડ પ્રેશર સહિત અનેક રોગોનો ઈલાજ કરી શકો છો. આ ખૂબ જ ફાયદાકારક છોડનું નામ અરડૂસી છે. અરડૂસી ઘણા નામોથી ઓળખાય છે, તેને અડુસ, અરુસ, બકાસ, બિરસોટા, રૂસા, અરુષા અરડૂસી પણ કહેવામાં આવે છે.

આ પાન છે કુદરતની અમૂલ્ય ભેટ, શિયાળામાં શ્વાસ, હાઈ બીપી સહિતની તમામ સમસ્યાઓ માટે છે અમૃત સમાન, જાણો વિગત

Follow us on

અરડૂસી એ કોઈપણ પ્રકારની શ્વસન સમસ્યાઓ માટે રામબાણ છે. અરડૂસીને અંગ્રેજીમાં મલબાર નટ કહે છે. સદીઓથી, શિયાળામાં તેના પાંદડાઓનો ઉકાળો પીવામાં આવે છે. આવો જાણીએ અરડૂસીના પાંદડાના ફાયદા શું છે.

અરડૂસીના પાનના ફાયદા

ફેફસાંને સાફ કરે છે અને શ્વસન સંબંધી સમસ્યાઓથી આપે છે રાહત

એક અહેવાલ મુજબ, અરડૂસીના પાંદડામાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે. આ ઉપરાંત, તે એન્ટિ-સેપ્ટિક પણ છે, તેથી તે ફેફસામાં પડેલી તમામ પ્રકારની ગંદકીને સાફ કરે છે. શ્વાસ સંબંધિત મોટાભાગની સમસ્યાઓ અરડૂસીના પાનથી દૂર કરી શકાય છે.

વેબએમડી અનુસાર, અરડૂસીના પાંદડામાં વેસિન નામનું તત્વ જોવા મળે છે જે શ્વસન માર્ગને પહોળો કરે છે. એટલું જ નહીં, તે ફેફસાંને જોડતી શ્વસન માર્ગમાં સોજો ઘટાડે છે. આ રીતે અરડૂસીના પાનનું સેવન કરવાથી બંધ નાક તરત જ ખુલી જાય છે. અરડૂસીના પાન ગળામાં દુખાવો, અસ્થમા, બ્રોન્કાઇટિસ વગેરે જેવી સમસ્યાઓથી પણ રાહત આપે છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

સાંધાના દુખાવાની કરે છે સારવાર

અરડૂસીના પાંદડામાં બળતરા વિરોધી ગુણો હોવાથી તે સાંધાના દુખાવામાં રાહત આપે છે. ઘૂંટણનો દુખાવો કે સોજો ઓછો કરવા માટે અરડૂસીનું સેવન ફાયદાકારક છે. આટલું જ નહીં તે આંખના સોજાને પણ દૂર કરે છે.

હાઈ બીપી કરે છે કંટ્રોલ

અરડૂસીના પાનનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરમાં પણ રાહત મળે છે. તે બ્લડ પ્રેશરને સંતુલિત કરે છે. અરડૂસીના પાન પણ લોહીને શુદ્ધ કરવામાં મદદરૂપ છે. અરડૂસીના પાનમાં એન્ટિ-ફાઈબ્રિનોલિટીક ગુણો જોવા મળે છે જે હાર્ટ બ્લોકેજને આગળ વધતા અટકાવે છે.

આ પણ વાંચો : જો તમારે સ્વસ્થ જીવન જીવવું છે તો સવાર થી સાંજ સુધીમાં શું કરવું અને શું નહીં, અહીં છે 50 થી વધુ ટીપ્સ

માથાના દુખાવામાં મળે છે રાહત

અરડૂસીના ફૂલથી માથાના દુખાવામાં આરામ મળે છે. અરડૂસીના ફૂલનો ઉપયોગ ગોળ સાથે કરી શકાય છે. તેનાથી થાક અને માથાનો દુખાવો દૂર થાય છે.

શરદી અને ઉધરસમાં રાહત

અરડૂસીના પાનનો ઉકાળો પીવાથી શરદી અને ખાંસી એકથી બે દિવસમાં મટે છે. અરડૂસીના પાનનું સેવન કરવાથી બંધ નાક તરત જ સાફ થાય છે. અરડૂસી છાતીની ભીડમાં રાહત આપે છે. અરડૂસીના પાનનું ચા બનાવીને પણ સેવન કરી શકાય છે.

(નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)

લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article